શા માટે તમે તમારું મોટા ભાગનું કામ જમણા હાથે જ કરો છો ? જાણો તે પાછળના પરિબળો

શા માટે તમે તમારું મોટા ભાગનું કામ જમણા હાથે જ કરો છો ? જાણો તે પાછળના પરિબળો

image source

તમે કે તમારી આસપાસના મોટા ભાગના લોકો જમણા હાથનો જ ઉપયોગ કરતા હશે. તમે એકબીજા સાથે જાત જાતના સાધનો જેમ કે, કાતર, હથોડી વિગેરે ખુબ જ સરળતાથી શેર કરતા હશો. પણ જો તમારો સહ વિદ્યાર્થી જો ડાબોડી હશે અને તમારી સાથે એક જ બેન્ચ પર બેસતો હશે તો તમારો હાથ હંમેશા તેના હાથ સાથે લખતી વખતે અથડાતો રહેતો હશે અને તેના કારણે તમારી વચ્ચે ઝઘડા પણ થતા રહેતા હશે.

image source

પણ તમે ક્યારેય એ ધ્યાન આપ્યું છે કે તમે કેમ જમણા હાથને જ વાપરો છો અને ઘણા ઓછા લોકો કેમ ડાબો હાથ વાપરે છે. તમને જણાવી દઈએ કે જગતના 70થી 95 ટકા લોકો જમણા હાથનો ઉપયોગ કરે છે એટલે કે તેઓ રાઇટ હેન્ડેડ છે. અને એક સંશોધન પ્રમાણે એવા પુરાવાઓ મળ્યા છે કે તમે જમણેરી કે ડાબેરી છો તેનો આધાર તમારા જીનેટીક પર પણ રહેલો છે. ઘણીવાર એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ડાબોડી વ્યક્તિ વધારે સર્જનાત્મક હોય છે.

image source

તમારું મગજ બે ભાગમાં કામ કરે છે. તમારું જમણું મગજ અને તમારું ડાબુ મગજ. મગજના બે ગોળાર્ધ હોય છે જેના દ્વારા તે પ્રક્રિયા કરે છે ડાબુ મગજ અને જમણું મગજ. ડાબી બાજું હંમેશા ભાષા તેમજ યાંત્રિક સ્કીલ્સનું કામ કરે છે જ્યારે જમણી બાજુ તમારી સ્થાનિક ક્ષમતાઓ સાથે કામ કરે છે.

રસ પમાડે તેવી બાબત એ છે કે આ બન્ને ગોળાર્ધ એક પૂલથી એકબીજા સાથે જોડાયેલા છે એટલે કે ડાબી બાજુ જમણી બાજુની હલચલો કંટ્રોલ કરે છે અને જમણી બાજુ ડાબીબાજુની હલચલો કંટ્રોલ કરે છે.

image source

એક થિયરી પ્રમાણે માનવ જાતિ જ્યારે બે પગે ચાલતી થઈ તે પહેલાં મગજ વિવિધ ભાગો પાડીને શરીર સાથે કામ કરાવતું હતું પણ ધીમે ધીમે તેમાં સુધારો થવા લાગ્યો. જ્યારે માનવ શરીર ચાલવા માટે માત્ર પગનો જ ઉપયોગ કરતું થયું અને હવે હાથ બીજી પ્રવૃત્તિઓ માટે મુક્ત થયા. લેટરલાઇઝેશનની પ્રગતિ (મગજના બન્ને ભાગ વચ્ચે શ્રમનું વિભાજન) થવાથી હવે હાથ સાધનો ડિઝાઈન કરવા લાગ્યા હતા.

જો કે આ સિદ્ધાંત કેટલીક હદે યોગ્ય છે. પણ ત્યાર બાદ શા માટે હાથ તેમજ બાવડાઓ કેટલાક કામ કરવામાં ઉત્તમ થતાં ગયા. અહીં જમણી બાજુનો પક્ષપાત કુદરતી રીતે કામ નથી કરી રહ્યો.

ભાષાની આડ પેદાશ

image source

એક બીજો સિદ્ધાંત એ દર્શાવે છે કે જેમ જેમ આપણે ભાષામાં સારા થતા ગયા તેમ તેમ આપણું ડાબુ મગજ વધારેને વધારે મજબુત થતું ગયું. આ સિદ્દાંત પ્રમાણે જમણી બાજુનો પૂર્વગ્રહ એ માત્ર ભાષાના જન્મની આડ પેદાશ જ છે. પણ આ બધા સિદ્ધાંત એક મર્યાદા સુધી જ કામ કરી રહ્યા છે. કારણ કે સંશોધનમાં તો ક્યાંય ડાબેરી કે જમણેરી વચ્ચેની સ્કિલમા કોઈ જ તફાવત જોઈ શકાયો નથી.

જોકે વૈજ્ઞાનિકોને જમણેરી અને ડાબેરી લોકોના મગજ વચ્ચે કેટલોક તફાવત જોવા મળ્યો છે. જે લોકો જમણા હાથે કામ કરે છે તેમના મગજના ડાબા જમણા ભાગોમાં કામનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું હોય છે, જ્યારે ડાબેરીઓ બન્ને ગોળાર્ધોનો ઉપયોગ ભાષાઓ તેમજ ચહેરા ઓળખવા માટે વિભાજીત કર્યા છે.

કેટલાક જીનેટિક પરિબળો

image source

એક જીનેટીક થીયરી દર્શાવે છે કે બે એલ્લેસ (એવા જીન્સ જે ક્રોમોઝોમ્સના સરખા જ સ્થાન પર હાજર હોય જે કોઈ ચોક્કસ લાક્ષણિકતા માટેનો કોડ છે) તે નક્કી કરે છે કે તમારે કયો હાથ વાપરવો જોઈએ. ડી જીન અને સી જીન. જો તમારામાં ડી જીન હોય તો શક્યતા છે કે તમે જમણેરી હોવ અને જો તમારામાં સી જીન હોય તો બની શકે કે તમે જમણો હાથ પણ વાપરો અને ડાબો હાથ પણ વાપરો. જો તમારામાં સી જીન્સ છે તો 50 ટકા શક્યતા છે કે તમે ડાબોડી હોવ.

image source

એવી પણ એક શક્યતા રહેલી છે કે જે વ્યક્તિના માતાપિતામાંથી કોઈ ડાબો હાથ વાપરતા હોય તો બની શકે કે તેઓ પોતાના બાળકોને ડાબો હાથ વાપરવા કહે. અને બાળકો પોતાના માતાપિતા પાસેથી ઘણું બધું શીખતા હોય છે તેમાંની જ આ એક ટેવ હોઈ શકે છે.

જમણેરીઓના જગતમાં ડાબોડીઓની તકલીફો

image source

ઘણીવાર એવું બનતું હોય કે બાળક કોઈ કામ પોતાના ડાબા હાથે કરે જેમ કે જમવું, લખવું વિગેરે તો તેને ડાબો નહીં પણ જમણો હાથ વાપરવા માટે પ્રેરવામાં આવે છે. અને આ રીતે તેઓ ડાબા હાથને છોડીને જમણા હાથે કામ કરવાની પોતાની જાતને ટેવ પાડે છે.

image source

સામાન્ય લોકો ડાબોડી કે જમણેરી વચ્ચે તફાવત ઉભો કરતા રહેતા હોય છે પણ એવી કોઈ જ સત્તાવાર સાબિતી નથી કે આ બન્ને લોકો વચ્ચે કોઈ ફરક હોય. ઉલટાની ડાબોડીઓએ જમણેરી લોકોના જગતમાં પોતાની જાતને એડજસ્ટ કરવા ઘણી મથાણણ કરવી પડતી હોય છે. તે પછી દરવાજાની સ્ટોપર હોય, ડેસ્ક પર ખોટી બાજુએ બેસીને લખવાની પ્રવૃત્તિ હોય, આ બધામાં તેમણે વારંવાર પોતાની જાતને એડજસ્ટ કરવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ