જો આજથી જ ફોલો કરશો આ ટિપ્સ, તો વધતી ઉંમરમાં ક્યારે પણ નહિં પડે કરચલીઓ અને વાઇટ લાઇન્સ

વધતી ઉંમરની ચાડી ખાતી કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરો આ કુદરતી ઉપાયથી

ચાલીસીમાં પ્રવેશતાં જ અચાનક જાણે તમારો ચહેરો તમારી વધતી ઉંમરની સાબિતિઓ આપતો થઈ જાય છે. આંખો આગળ જીણી કરચલીઓ પડવા લાગે છે તો વળી કપાળ અને ગળા પર પણ ફાઇનલાઇન્સ દેખાવા લાગે છે.

અને આંખ આગળના કાળા કુંડાળા તો તમારી સકલ જ બગાડી નાખે છે. પણ ખુશ ખબર એ છે કે તમે આ બધી જે નિશાનીઓને દૂર કરી શકો છો અને ફરી પોતાની જાતને યુવાન તેમજ આત્મવિશ્વાસથી ભરપુર બનાવી શકો છો. તે પણ કુદરતી રીતે.

image source

નિષ્ણાતોના કહ્યા પ્રમાણે તમારે તમારી જાતને યુવાન બનાવવા માટે આંતરિક અને બાહ્ય બન્ને રીતે પ્રયાસ કરવા જોઈએ એટલે કે તમારા ડાયેટમાં પણ સુધારો કરવો જોઈએ અને તમારી સ્કીનની બાહ્ય સંભાળ પણ લેવી જોઈએ.

અને આ બધું કરવા માટે તમારે નથી તો વધારે સમયની જરૂર પડવાની કે નથી તો કોઈ સ્પેશિયલ પ્રસાધનોનો ઉપયોગ કરવાનો.

તમારે બેસિક સંભાળ તરીકે તમારી ત્વચાને ક્યારેય મોઇશ્ચરાઇઝર વગર ન રાખવી જોઈએ. તમારે નિયમિત રોજ તમારી ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવું જ જોઈએ તેનાથી તરત જ તમારી ત્વચાની હેલ્થ સુધરવા લાગશે. અને કરચલીઓ પણ દૂર થવા લાગશે.

image source

આ એક પગલું લેતાં જ તમારા ચહેરા પરની કરચલીઓ ધીમે ધીમે ગાયબ થવા લાગશે. તો ચાલો જાણીએ વિગતે કુદરતી રીતે જ ચહેરા પરની રીંકલ્સ, ફાઇનલાઇન્સ અને અન્ય વધતી ઉંમરની ચાડી ખાતા લક્ષણોને દૂર કરવાના ઉપાયો વિષે.

તમારા ભોજનમાં વિવિદ સુપરફુડ્સનો સમાવેશ કરો

તમે તમારા શરીરને આંતરિક રીતે જેટલું સ્વસ્થ અને સમૃદ્ધ રાખશો તેટલું જતમારું શરીર બાહ્ય રીતે પણ સુંદર લાગશે. અને શરીરને સ્વસ્થ બનાવવા માટે શુદ્ધ ખોરાક લેવો જરૂરી છે.

image source

તો અહીં અમે તમને કેટલાક સુપર ફુડ વિષે જણાવીશું જે પોષકતત્ત્વોથી ભરપુર હશે અને તેને સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ છે. એવોકાડો, ચીઆ સિડ્સ, તજ, ઇંડાનો સફેદ ભાગ, આદુ, ઓટમિલ વિગેરેને તમે તમારા ડાયેટેમાં શામેલ કરી શકો છો.

આ ઉપરાંત તમારે તમારા ડાયેટમાં અંકુશિત પ્રમાણમાં સુકામેવાનો પણ સમાવેશ કરવો જોઈએ. આ ખોરાક આરોગવાથી તમે તમારા શરીરને અંદરથી પોષણ આપીને તેની બાહ્ય ત્વચાને ચમકીલી તેમજ કરચલી રહીત બનાવી શકો છો.

image source

એક પણ દિવસ ચુક્યા વગર એલોવેરા જેલનો આ પ્રયોગ કરો

તેના માટે તમારે રોજ રાત્રે તમારા ચહેરા પર એલોવેરા જેલનનો માસ્ક લગાવી લેવો અને તેને આખી રાત તેમજ રાખવું. એક સંશોધન પ્રમાણે ચહેરા પર નિયમિત પણે એલોવેરા જેલ લગાવવાથી તે અસરકારક રીતે તમારા ચહેરા પરની કરચલીઓ તેમજ ફાઇનલાઇન્સ દૂર કરી દે છે.

image source

જો તમે સતત 90-100 દીવસ સુધી એલોવેરા જેલને ચહેરા પર લગાવશો તો તમારા ચહેરા પરની ફાઇનલાઇન્સ અને રિંકલ્સ સદંતર ગાયબ થઈ જશે.

પ્રોબાયોટીક્સનો તમારા ખોરાકમાં સમાવેશ કરો

image source

પ્રોબાયોટીક્સનું નિયમિત સેવન તમારી ત્વચાને અંદરથી જ સ્વસ્થ કરીને બહારથી જ ગ્લોઈ અને સ્નિગ્ધ બનાવે છે. તેના માટે તમારે નિયમિત રીતે દહીંનું સેવન કરવું જોઈએ.

તેનાથી તમારા શરીર પરની વધતી ઉંમરની નિશાનીઓ ગાયબ થઈ જશે અને રાત્રીના સમયે ચહેરા પર દહીં લગાવવાથી પણ તમારો ચહેરો ખીલી ઉઠશે.

image source

તમારા ખોરાકમાં વિટામીન્સ તેમજ ખનીજતત્ત્વોનો વધારો કરો

વિટામીન્સ તેમજે ખનીજ તત્ત્વોમાં માઇક્રો ન્યુટ્રીઅન્ટ્સ હોય છે જે તમારા શરીરના સુચારુ તંત્ર માટે અત્યંત જરૂરી છે. જો તમે ખોરાક દ્વરા તમારા શરીરને જરૂરી વિટામીન્સ કે ખનીજ તત્ત્વો ન લેતા હોવ તો તેની અસર પણ તમારી ત્વચા પર થઈ શકે છે અને તમે હોવ તેના કરતાં પણ વધારે ઉઁમરના લાગો છો.

image source

માટે તમારે ફરજિયાત પણે તમારી સ્વસ્થ ત્વચા માટે યોગ્ય વિટામીન્સ તેમજ ખનીજતત્ત્વો લેવા જ જોઈએ. તેને તમે ટેબલેટ દ્વારા કે પછી એ પ્રકારનુ ડાયેટ તૈયાર કરી લઈ શકો છો.

ત્વચા પર એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ નિયમિત કરો

તેના માટે તમને ગમતા બે-ત્રણ એસેન્શિયલ ઓઇલ લો અને તેને મિશ્રિત કરીને તેને તમારે તમારા ચહેરા પરની કરચલીઓ તેમજ ફાઇનલાઇન્સ પર હળવા હાથે મસાજ કરીને લગાવવું.

image source

જો કે તમારે તેને ડાઇલ્યુટ કર્યા વગર ન વાપરવું તેને તમે કોપરેલ તેલ સાથે ડાયલ્યુટ કરી શકો છો. એસેન્શિયલ ઓઇલમાં તમે , રોઝમેરી, સેન્ડલવૂડ ઓઇલ, લેવેન્ડર ઓઇલ વિગેરેનો સમાવેશ કરી શકો છો. આ તેલના મિશ્રણથી તમે તમારી ત્વચાને શુષ્કતાથી પણ બચાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ