રાશિ ચિહ્ન પ્રમાણે જાણી લો તમારી સૌથી ખરાબ આદતો વિષે, નહિં પડે આગળ જતા કોઇ તકલીફ

તમારા રાશિ ચિહ્ન પ્રમાણે જાણી લો તમારી સૌથી ખરાબ આદતો વિષે

image source

આપણે બધા માનવો છે અને આપણે અવારનવાર ભૂલો કરતા રહીએ છે. અને આપણી કેટલીક ખરાબ આદતો પણ હોય છે જેમાંની કેટલીક ચલાવી લેવાય તેવી હોય છે અને કેટલીક લોકોને ગુસ્સો અપાવે તેટલી હદે ખરાબ હોય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે કે આ આદતો તેમની રાશી પ્રમાણેની હોય છે.

પણ તેમાં કેટલુંક તથ્ય પણ રહેલું છે. જો કે તે વિષે અમે કોઈ ગેરેન્ટી નથી આપી રહ્યા. પણ અહીં અમે તમને આજના આ લેખમાં તમારા રાશિ ચિહ્ન પ્રમાણે તમારી ખરાબ આદતો વિષે તમને જણાવીશું.

image source

તેમની આ આદતોને તમે તે રાશી ધરાવતી વ્યક્તિના લક્ષણો પણ ગણી શકો છો. તો ચાલો જાણીએ તમારી રાશી પ્રમાણે તમારી ખરાબ આદતો શું છે.

મેષ રાશિ

ઉગ્ર સ્વભાવ ધરાવતા મેષ રાશિના જાતકો હંમેશા ઉતાવળમાં રહેતા હોય છે, કોઈ પણ બાબત વિષે બીજીવાર વિચાર કર્યા વગર જ નિર્ણય પર પહોંચી જતા હોય છે. કોઈ બાબત પર વધારે વિચારવું તે આ જાતકોના બસની વાત નથી, તમે હંમેશા તમારા આવેગ પ્રમાણે વર્તો છો અને તેનું પરિણામ તમારે ભોગવવું પડે છે. તમે કોઈ બાબત વિષે સ્પષ્ટપણે વિચારતા ન હોવાથી અવારનવાર તકલીફોમાં પડતા રહો છો.

વૃષભ રાશિ

જિદ્દી સ્વભાવ ધરાવતા વૃષભ રાશિના જાતકો પોતાની આસપાસના લોકો પર પોતાના મન પ્રમાણે ટેગ એટલે કે લેબલ લગાવતા ફરતા રહે છે. આ જાતકો એ પ્રકારના હોય છે કે જે વ્યક્તિને મળ્યા વગર જ તેના વિષે પોતાનો અભિપ્રાય બાંધી લે છે અને પછી તે જ રીતે વર્તે છે. આ ઉપારંત એકવાર તમે કોઈના વિષે મત બાંધી લો પછી તમારા મગજમાંથી તે મતને કોઈ જ બદલી શકતું નથી.

મિથુન રાશિ

આ રાશિના જાતો તેમના વારંવાર બદલાતા સ્વભાવના કારણે જાણીતા છે. તેઓ એક ક્ષણે તમારા મિત્ર બની જાય છે તો બીજી અને બીજી ક્ષણે તમને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે. માટે તમે કોઈ મિથુન રાશિવાળા જાતકો સાથે એવી અપેક્ષા રાખી શકો કે તે એક આખો દિવસ તમારી સાથે ફરે અને બીજા દિવસે તમારો ફોન પણ ન ઉઠાવે. આ ઉપરાંત આ જાતકો ગોસિપ્સમાં પણ બહુ રસ લેતા હોય છે માટે તેમના સંબંધો પર તેની નકારાત્મક અસર થાય છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો નિઃશંકપણે અત્યંત લાગણીશીલ હોય છે. જો કે તેમની આ લાગણી બેધારી તલવાર જેવો ભાગ ભજવે છે. કારણ કે તેઓ નકારાત્મક અને લાગણીઓને પણ પોતાનામાં ધરબી રાખવા ટેવાયેલા હોય છે. તેઓ પોતાનો ગુસ્સો અને ફરિયાદ પોતાનામાં દબાવી રાખે છે અને માટે તેઓ કોઈ બાબત ભૂલી કે માફ નથી કરી શખતા. આ ઉપરાંત તેઓ એ સારી રીતે જાણે છે કે બીજાની લાગણીઓને પોતાના લાભ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો રાજા જેવું જીવન જીવવા માગતા હોય છે, જો કે બધી જ વૈભવશાળી વસ્તુઓ કે ભૌતિકતા ભોગવવી તે કંઈ ખરાબ આદત નથી. પણ જ્યારે તેમની આ જરૂરીયાતો પૂર્ણ ન થાય ત્યારે તેમનો મિજાજ ખરાબ થઈ જાય છે. આ રાશિના જાતકો ડગલેને પગલે પોતાના જીવનને બીજાના જીવન સાથે સરખાવતા રહે છે. સતત બીજા કરતાં વધારે અને વધારે વૈભવિ જીવન જીવવાની તેમની જરૂરીયાત તેમની આસપાસના લોકોને એક સમય બાદ પરેશાન કરી મુકે છે.

કન્યા રાશિ

જો તમે ક્યારેય કોઈ કન્યા રાશિના જાતકને મળ્યા હશો તો તેમને સતત પર્ફેક્શનીઝમ એટલે સંપૂર્ણતાની પાછળ પડેલા જોવા મળશે. આ રાશિના જાતકો માટે કશું જ પર્ફેક્ટ નથી હોતું તેઓ પોતાના આ ચૂઝી નેચરના કારણે પોતાના પર બીનજરૂરી દબાણ બનાવી રાખે છે. તેઓ હંમેશા ડીટેઈલ પર કેન્દ્રીત રહેતા હોય ચે પણ પોતે જે કંઈ પણ કરતાં હોય તેમાં સતત સુધારો વધારો કરવાની તેમની આદત અન્ય લોકોને ચીડવી મુકે છે. માત્ર આટલું જ નહીં પણ તેઓ બીજા પાસે પણ પર્ફેક્સનીઝમની અપેક્ષા રાખતા હોય છે અને લોકોની કોઈ એક બાબતને લઈને તેમાંથી ખોટ શોધી કાઢે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો ખુબ જ શાંત સ્વભાવના હોય છે. તેઓ હંમેશા વિવાદમાં પડવાનું ટાળે છે. આ રાશિકો વિવાદમાં નથી પડવા માગતા હોવાથી દરેકે દરેક વ્યક્તિની વાતમાં સહમત થઈ જાય છે. જે તેમને જ લઈ ડૂબે છે. આ ઉપરાંત જ્યારે તમે અડધા હૃદયે હા પાડો છો ત્યારે મોટે ભાગે તમે તેજ બાબતમાંથી અરધેથી જ બહાર નીકળી જાઓ છો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો શબ્દોમાં ઘણા હોંશિયાર હોય છે અને તેઓ વાતને ફેરવીતોળવામાં પણ માહેર હોય છે. તેમની આ આદતથી તેઓ પોતાના જીવન તેમજ પોતાની આસપાસના લોકો પર અંકુશ રાખવા માગે છે. પિરણામે તેઓ બીજાના મોઢામાં શબ્દો મુકે છે અને પોતાના ફાયદા માટે પરિસ્થિતિને પોતાને અનુકુળ કરે છે.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો પોતાના જ શબ્દોના કારણે વારંવાર પછતાય છે. તેઓ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર બક મારે છે. અને તેનું પરિણામ તેમના માટે નુકસાનકારક સાબિત થાય છે, પછી તેમનો કહેવાનો તેવો અર્થ ન થતો હોય કે તેઓ કોઈને દુઃખ પહોંચાડવા ન માગતા હોય તો પણ. ધનુ રાશિના જાતકોની આ આદત તેમના માટે એક મોટી સમસ્યા ઉત્પન્ન કરે છે અને તેના કારણે તેમના બીજા સાથેના સંબંધો પણ સારા નથી રહેતા.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ એ સમજી લેવું જોઈએ કે કોઈપણ વિરામ લીધા વગર એક ધારું કામ કરવું તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આ રાશિના જાતકો જાણે આખો વખત ઓફિસમાં જ રહેતા હોય તેવું હોય છે અને તેના કારણે તેમની વર્ક લાઈફ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન નથી જળવાતુ. તમારે તમારી જાતને હદ બહાર થકવી નાખો અને તમારી આસપાસના લોકો પર તમારો ગુસ્સો ઉલેચો તે પહેલાં તમારી જાતને તમારે થોડો વિરામ આપતા શિખવું જોઈએ.

કુંભ રાશિ

મીન રાશિના જાતકો સ્વપ્નની દુનિયામાં જીવતા લોકો છે. પરિણામે તેઓ પોતાના વાસ્તવિક જીવનમાં શું ચાલી રહ્યું છે તે વિષે અજાણ રહે છે. આ રાશિના જાતકો દિવાસ્વપ્નોમાં ખોવાઈ જાય છે અને તેઓ જાણે વાસ્તવિક જીવનથી છૂટકારો મેળવવા માગે છે. જે અત્યંત ખરાબ આદત કહેવાય.

મીન રાશિ

આ રાશિના જાતકો સાહજિક સ્વભાવ ધરાવતા હોય છે અને તેમની આ આદત હંમેશા મુશ્કેલીમાં મુકી દે છે. તેઓ પોતાની આસપાસના લોકોના ઇરાદાઓ તેમજ તેમના ઉદ્દેશો વિષે કોઈ સ્પષ્ટ જાણકારી નથી ધરાવતા હોતા. તેઓ પોતાની સામે આવીને ઉભેલી પરિસ્થિતિને પરખવામાં પોતાની બધી જ ઉર્જા વાપરી નાખે છે અને તેના કારણે તેઓ કંઈ અભિપ્રાય નક્કી કરે તે પહેલાં તો તેઓ થાકી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ