આર્થરાઇટિસના દુખાવાને દૂર કરવા શું ખાવુ અને શું ના ખાવુ એક ક્લિકે જાણો તમે પણ…

‘સંધી વા’ના દરદમાં શું ખાવું અને શેની પરેજી રાખવી ખ્યાલ? ફકત આટલી માહિતી તમને દુખાવામાં રાહત આપી શકશે, જરૂર જાણી લો.

image source

આથરાઈટ્સનો અસહ્ય દુખાવો હળવો કરવા કેવો આહાર લેવો જોઈએ? એ પ્રશ્નના જબાવની વિગતવાર સમજૂતી મેળવી લઈઍ.

શું તમને આથરાઈટ્સ છે? તો આ માહિતી તમારા માટે જ છે, જાણો, એવો કેવો ખોરાક લેવો જેથી રાહત મળે.

image source

જો તમને ‘સંધિ વા’ના દરદથી પીડાતા હોવ તો કેટલીક પરેજી અને કાળજી તમને ડોક્ટરોએ લેવાની જરૂર કહી હશે. વડીલો અને અનુભવી લોકો પણ વાના દર્દીઓને ટોકતાં રહેતાં હોય છે કે આ ખાવું જોઈએ અને પેલું ખાવામાં ધ્યાન રાખવું જોઈએ.

બેદરકારી ભર્યા ખોરાખથી વા જેવા અસાધ્ય રોગને વધુ વેગ મળતો હોય છે. ખટાશવાળો ખોરાક સાંધાના દુખાવામાં બીલકુલ ન ખાવો જોઈએ અને આથેલી કે તેલ મસાલાવાળી વસ્તુઓ પણ જેટલી બને એટલી એવોઈડ કરવી જોઈએ.

image source

કાળજીપૂર્વક લેવાતો ખોરાક તમારું અડધું દરદ ઓછું કરી મૂકે છે. જો તમને ‘વા’ના દુખાવામાં રાહત મેળવવી હોય તો તમારે એવી કેટલીક ખાવા – પીવાની વસ્તુઓમાં ધ્યાન રાખવાનું રહેશે.

શરીરનું અકડાઈ જવું, હાલવા – ચાલવામાં પડતી મુશ્કેલી અને કમર, ગોઠણ કે થાપામાં થતા દુખાવાનો ભાર એટલો બધો હોય છે કે વ્યક્તિને ક્યાંય ચેન નથી પડતું હોતું. ઘરમાં પડ્યા રહીને માત્ર આરામ કરવાની ઇચ્છા થતી હોય છે.

image source

આવા સમયે જેમને નોકરી – ધંધો હોય કે પરિવારનું ભરણપોષણ કરવાની ફરજ પડતી હોય તેમને ‘સંધી વા’ના દુખાવાથી જેમ બને તેમ જલ્દી બહાર નીકળવાની ઇચ્છા હોય છે.

આંગળાં વળી ન શકવાં કે મુઠ્ઠી પણ વળી ન શકવા જેવી તકલીફો રહેતી હોય છે ત્યારે કોઈ જ કામ કરી શકાતું નથી ત્યારે આ આથરાઈટ્સ કેટલો હાનિકારક છે એ ખ્યાલ આવે છે. આવો એવા ખાદ્ય અને અખાદ્ય વસ્તુઓનું લીસ્ટ જોઈએ જેમાં કાળજી રાખવાથી તેના દુખાવામાં ઘણી રાહત મળે છે.

image source

જો આમાંથી લગભગ બધી જ વસ્તુઓથી દૂર રહેવામાં તમે સફળ થઈ શકશો તો તમારી સ્વાસ્થ્ય સંબંધી અનેક મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે. તમને નવાઈ લાગશે કે માત્ર આ ખોરાકનું પ્રમાણ ઘટાડવાથી જ શું આ દરદ મટી જાય છે? આવો જોઈએ તે કઈ કઈ વસ્તુઓ છે.

તમાકુ / ધુમ્રપાન

સૌથી પહેલાં આપણે આ સૌથી વધુ હેરાન કરતી કૂટેવ વિશે વાત કરીએ. શરૂઆતમાં તમાકુ કે ધુમ્રપાન કરતા લોકોમાં તેની કોઈ જ અસર દેખાતી નથી. પરંતુ સમય જતાં તેનું નિયમિત અને અતિશય પ્રમાણમાં સેવન કરતા લોકોમાં રૂમેટાઈઝ આથરાઈટ્સ થવાની સંભાવના ખૂબ વધી જાય છે.

image source

આ પ્રકારની તકલીફમાં દર્દીને સાંધાનો દુખાવો રહે છે. શરીર ઝકડાઈ જઈને હલનચલન કરતું અટકે છે અને વધુ ગંભીર તકલીફમાં સોજા પણ થાય છે. દર્દીનું અંગ એટલી હદે અશક્ત થઈ જાય છે કે તે પથારી વશ થઈ જાય છે. આ પ્રકારની ગંભીર સમસ્યાને નિવારવા આ પદાર્થોનું સેવન તદ્દ્ન ઘટાડી દેવું જોઈએ.

કૈફી પીણાં

ચા – કોફી અને દારુ જેવા વ્યસની પીણાં આમેય શરીર માટે હાનિકારક હોય છે પરંતુ જો તમને ગાઉટ એટલે કે સંધી વા થયો હોય અને તમને કૈફી પીણાંઓનું વ્યસન હોય તો સૌથી પહેલાં એ મૂકી દેવું જોઈએ.

image source

મોટા ભાગના લોકોને કૈફી પીણાં પીવાથી એ.સી.ડિ.ટી.ની બળતરા થતી હોય છે. આ સમયે જો આથરાઈટ્સની દવા ચાલુ હોય તો તેની અસર થતી નથી અને ધીમો ઇલાજ થતો જણાય છે.

શર્કરાયુક્ત આહાર

જો તમે આથરાઈટ્સથી પીડાતા હોવ તો તમે ખાંડ ખાવામાં પણ સંભાળ રાખવી પડે છે. તેમાં પણ જો આપને ડાયાબિટીઝ હોય તો વધારે પરેજી લેવી જોઈએ.

image source

શરીરમાં પચ્યા વિનાની શર્કરા પાચનશક્તિ મંદ પાડે છે તથા તે ચરબી અને ગ્લુકોઝનું શરીરમાં યોગ્ય પ્રમાણમાં ઉપયોગ ન થવાથી શરીરમાં એ.જીઈ. નામનો સ્ત્રાવ બહાર આવે છે જેને એડવાન્સ ગ્લાઈકેશન પ્રોડ્ક્સ કહે છે.

આ આથરાઈટ્સની પીડામાં ઉમેરો કરે છે. શરીરની શક્તિઓને કેન્દ્રિત કરીને માસ પેશીઓ પર અસર કરી તેને નબળાં બનાવે છે. સરળ ભાષામાં કહીએ તો વધારે પડ્તું મિષ્ઠાન્નથી અશક્તિ આવી જઈને હાડકાં અને સાંધાને કમજોર કરે છે.

image source

જો તમને મીઠી ચીજો ખાવી જ હોય તો કુદરતી ફળોની મીઠાશ અને મધ જેવા ઔષધીય મીઠાશનો ઉપયોગ કરવો જોઈએ.

આર્ટિફિશિયલ શુગર

જો તમને ખાંડ કે અન્ય મિષ્ઠાન્ન ખાવામાં પરેજી હોય તો તેનો મતલબ એ નથી કે તમે કૃતિમ શર્કરાનો ઉપયોગ કરો. કેમિકલયુક્ત આર્ટિફિશિયલ શુગરનો વિકલ્પ તો કુદરતી શર્કરા કરતાં પણ વધારે હાનિકારક છે.

image source

જો તમને કે તમારા કોઈ પ્રિયજનનોને સંધી વા હોય તો તેનો ઉપયોગ બીલકુલ ન કરશો. તે વાના દુખાવામાં મદદરૂપ નિવડવાને બદલે દુખાવો વધારશે કેમ કે તે લોહીમાં ભળીને શર્કરાના કણ સરળતાથી શરીરમાં શોષાઈ જતા નથી બલ્કે શરીરના કોષોમાં જમા થાય છે.

ડેરી પ્રોડક્ટ્સ

image source

દૂધ અને તેમાંથી બનેલ અન્ય વસ્તુઓ ઘી, ચીઝ અને બટરમાંથી કેલ્શિયમ, પ્રોટિન અને ચરબી લોહીમાં ભળી જઈને વધારા સાંધામાં જમા થઈ જતા હોય છે જે હલન ચલન કરવામાં નડતર રૂપ બની શકે છે.

ગોઠણના અને કમરના દુખાવામાં આ પ્રકારના ખાદ્ય પદાર્થો મુશ્કેલીમાં મૂકી શકે છે. તેની બદલે તમે માત્ર મલાઈ ઉતારેલું ગરમ ઘી અને લીલાં શાકભાજી લઈ શકો છો.

image source

પનીરને બદલે સોયામિલ્કમાંથી બનાવેલ ટોફૂ અને પાલક જેવાં હળવાં છતાં પૌષ્ટિક શાક ખાઈ શકો છો. શીંગદાણા, કઠોળ અને સુકો મેવો પણ ખાવો જોઈએ જેથી શરીરમાં કુદરતી તૈલીય તત્વો મળી રહે.

બજારના નાસ્તા અને ફાસ્ટ ફૂડ

image source

બજારમાં મળતા તળેલા નાસ્તા અને ચીઝથી ભરપૂર પીઝા, પાસ્તા બર્ગર વગેરેમાં જોઈએ તેવું પોષણ મળતું નથી હોતું. તેમાં બેલેન્સ ડાયેટ નથી રહેતું. જેમ આપણી થાળીમાં દરેક પ્રકારના ભોજન હોય તેમ તેમાંથી દરેક પ્રકારનું પોષણ પણ મળી રહે છે.

તેમાં તેલ, નમક અને મસાલાનું પ્રમાણ પણ વધારે હોવાથી બજારમાં મળતાં તીખાં અને ચરબી વધારી શકે એવા ખોરાક તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

નમક

image source

મીઠાંની વાત આવે ત્યારે તમે અનુભવ્યું હશે કે ડોક્ટરોએ તેને ઓછું ખાવાનું સૂચવ્યું હશે. આવું એટલા માટે હોય છે કે તેને લીધે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ જેવી તકલીફમાં વધારો થઈ શકે છે.

નમકનું પ્રમાણ વધારે લેવાથી કે ઉપરથી કાચું મીઠું છાંટીને ખાવાની જેમને ટેવ હોય તેમનાં હાડકાં જલ્દી ગળી જાય તેવું કહેવાતું હોય છે. જે સંધી વા માટે પણ હાનિકારક છે.

image source

અથાણામાં નખાતું મીઠું કે સલાડ્માં ઉપરથી ઉમેરેલું મીઠું નુક્સાનકારક છે. દાળ – શાકમાં અને તે પણ પૂરતા પ્રમાણમાં મીઠું લેવાય તે જ પૂરતું છે. વધારે મીઠું શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાથી સોજા પણ ચડી શકે છે.

તળેલો ખોરાક

રિફાઈન્ડ ઓઈલમાં તળેલું અને એ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જેમાંથી તેલ નાખવામાં આવેલ વાનગી બને તે યોગ્ય છે. હાર્ટ ડિસિઝ અને આથરાઈટ્સમાં તળેલો ખોરાક ખાવાની સખત મનાઈ કરવામાં આવે છે.

image source

લોહીનું સરળતાથી બ્રમણ ન થાય તો નસો તણાય છે અને દુખાવો વધે છે. હ્રદયરોગ થવાથી શ્વાસોશ્વાસમાં તકલીફ વધે છે. સારા સ્વાદવાળા ખોરાક ખાવાની લાલચામાં શરીરની રોગપ્રતિકાર શક્તિ ઘટે છે.

શુદ્ધ કાર્બોહાઈડ્રેડ

image source

રાંધેલા અનાજમાં રહેલો કાર્બોહાઈડ્રેડ – સ્ટાર્ચ શરીરમાં જમા થતો અટકાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જ જેમને વજન ઘટાડવું હોય તેમણે ભાત, બટાકા અને ઘઉંની રોટલીમાંથી મળતો કાર્બોહાઈડ્રેડનું તત્વ જેમ બને તેમ ઓછા પ્રમાણમાં શરીરમાં જતું ટાળવું જોઈએ. તે ગમે તેટલું સ્વાદિસ્ટ લાગે પરંતુ ઓછું લેવું એજ સ્વાસ્થ્યપ્રદ રહેશે.

ઓમેગા ફેટ -૬

image source

મકાઈનું તેલમાં સૌથી વધુ પ્રમાણમાં ઓમેગા ફેટ – ૬ રહેલું છે જે ખરેખર શરીરને જરૂરી હોય છે. પરંતુ આપણે તેને નમકની જેમ શરીરમાં વધારે પ્રમાણમાં લઈ લેતાં હોઈએ છીએ. વધુમાં તે કોલેસ્ટેરોલ વધારવામાં સૌથી વધુ જવાબદાર છે.

જે આથરાઈટ્સની તકલીફમાં પણ તે વધારે જલદ પરિણામ લાવી શકે છે. આપણે સૂર્યમુખી, શીંગતેલ કે સોયા ઓઈલ કે વનસ્પતિ તેલનો ઉપયોગ વધારે પડતો ન જ લેવો જોઈએ. ખાસ કરીને સંધી વા જેવી સમસ્યા હોય.

ગ્લુટેઈન

image source

ગ્લુટેન એક પ્રકારનું પ્રોટીન છે જે ઘઉં, ઓટ, જવ અને રાઈ જેવા અનાજમાં મળે છે. હ્રદય રોગ અથવા શર્કરાની ઉણપ ધરાવતા લોકોમાં, તે ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. ગ્લુટેન દ્વારા અમુક પ્રકારના સંધિવા પણ થાય છે.

જો તમને સંધિવા હોય તો, તેનું પરીક્ષણ કરવું ખૂબ જરૂરી બને છે, કારણ કે તે થવા પાછળ કોઈ ખાસ કારણ નથી તે ખોરાકની ઉણપ અને ડાયાબિટીઝ જેવા રોગને લીધે થાય છે. શરીરમાં આ બધું એકસાથે આપોઆપ થાય છે જેની આપણને કલ્પના પણ નથી કરી હોતી.

ગરમ તાસીરનો ખોરાક

તળેલા તથા મસાલા તેજાનાવાળી ચીજવસ્તુઓથી બનાવેલ ખોરાકની તાસીર ખૂબ જ ગરમ હોય છે. આથરાઈટ્સમાં એવો ખોરાક ન ખાવો જોઈએ જેથી શરીરમાં અંદરથી બળતરા થાય.

તેમ છતાં વામાં હિંગ, મેથી અને સૂંઠ – સંચળ જેવા મસાલાઅનો ઉપયોગ કરવો જોઈએ જે તમારી પાચનશક્તિને વેગ આપે. વામાં ખરેખર તો શરીરમાં ફરતો વાયુ સાંધાઓમાં ભરાઈ જઈને દરદ કરે છે જેને લીધે અકળામણ અને શરીરનું અક્કડપણું અનુભવાય છે.

કાચાં સલાડ, ગરમા ગરમ સૂપ કે દૂધની સૂંઠવાળી કાંજી પીવું સલાહભર્યું છે. ખાટાં ફ્ળો, લીંબુનો રસ કે ટમેટા – સંતરાં જેવાં એસિડિક ફળો ખાવાનું બીલકુલ બંધ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ