વિશ્વની આ સૌથી મોંઘી SUV, માઇનસ 40 ડિગ્રીથી 200 ડિગ્રી જેટલુ તાપમાન સહન કરી શકે છે

40 ડિગ્રીથી 200 ડિગ્રી જેટલુ તાપમાન સહન કરી શકે છે વિશ્વની આ સૌથી મોંઘી SUV

image source

19 મી શતાબ્દી દરમિયાન મોટાભાગના લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા ત્યારે , ખાસ લોકો જ માત્ર ગાડીયોમાં સવારીની મજા લઇ શકતા હતા.

ત્યારબાદ 1950 ના સમયગાળા સુધીમાં તો મોટરકાર નું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું હતું . જોકે સૌપ્રથમ કાર બનાવનાર જર્મન એન્જીનીયર કાર્લ ફ્રેડરિચ બેંઝ હતા તેણે,સૌથી પહેલી મોટરકાર બનાવી હતી આ સમય હતો 1885 નો.

image source

આ રીતે ” બેંઝ પેટટન્ટ મોટરકાર ” વિશ્વની સૌપ્રથમ મોટરકાર બની ગઇ હતી.આ પહેલુ વાહન હતું કે જેમાં ફ્યુલ તરીકે ડિઝલ નાખીને ચલાવવામાં આવતું હતું અને સૌ પ્રથમ ” ઇન્ટરનલ કમ્બશન એન્જીન ” પણ આ ગાડીમા જ લગાવવામાં આવ્યું હતું.

કાર્લ દ્વારા બનાવવામાં આવેલી આ પહેલી કાર ઘોડાગાડી જેવી દેખાતી હતી.પણ આ કાર ઘોડાની મદદથી નહિ પરંતુ તેમાં લગાવવામાં આવેલા એન્જીનની મદદથી ચાલતી હતી . આધુનિક ગાડીયો કરતા ક્યાંય વિચિત્ર આ ગાડીમાં 3 સખત રબરના ટાયર લગાવેલા હતા .

image source

પાછળના બે વહીલ આગળના વહીલ કરતા મોટા અને ભારે હતા . તે સમયમાં ઘોડા કે કોઈ પશુ સિવાય ચાલતી ગાડી પર સવારી કરવી એક પાપ માનવામાં આવતું હતું . પણ આ માન્યતાને લીધે કાર્લ આ ગાડીને રોડ પર દોડાવવા થી ડરતો હતો ત્યારે તેની પત્નીએ આ કારનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો કાર્લની પત્નીએ આ કારનો ઉપયોગ બીજા શહેરમાં રહેતી તેની બહેનના ઘરે જવા માટે કર્યો હતો જ્યારે કાર્લની પત્ની પહેલી વાર આ કારને રોડ પર લઇ ગઇ હતી.

ત્યારે ઘોડા વગર ચાલતી આ ગાડીએ બધા લોકોમાં મનમાં કુતુહલ જગાડ્યું હતું હેરાની ની વાતતો એ છે કે હાલમાં સેંકડો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવતી ગાડિયોની સરખામણીમાં આ કારની સ્પીડ માત્ર 6 કિમિ કલાકની જ હતી જે સામાન્ય માણસ ના ચાલવાની સ્પીડ જેટલી જ હતી.

image source

એન્જીનનું વજન માત્ર 100 કિલો હતું જે આ કારમાં પાછળ લગાવામાં આવ્યું હતું.તે આજકાલના એન્જીનોની સરખામણીમા આ એન્જીન માત્ર 0.75 હોર્સ પાવરનું જ હતુ,તે જમાનામા આ નવીન કારની કિંમત 1000 ડોલર રાખવામાં આવી હતી જોકે,આ કાર બનવાવાનો ખર્ચ માત્ર 150 ડોલર જ હતો.

હવે આપણે આવીશું 134 વર્ષ આગળ 2019 મા આ સમય માં મોટરકારની કોઈ કમી નથી દુનિયાભરમાં એક થી એક ચડિયાતી રોયલ કલાસ ગાડીયો છે જેની કિંમત પણ રોયલો ને પોસાય તેમ કરોડોમાં જ છે.

બધી કંપનીઓ માં ” કાર્લમાન કીંગ ” નું એવું કહેવું છે કે અમે વિશ્વની સૌથી મોંઘી suv બનાવી છે તો ચાલો જાણીએ કે એવું તો શું ખાસ છે આ suv મા.

રણમાં પણ દે છે લક્ઝુરિયસ અહેસાસ ..

image source

કાર્લમાન કીંગ એક બખ્તરબંદ suv છે,જેનો ઉપયોગ હોલીવુડની બેટમેન જેવી મૂવીમાં કરવામા આવ્યો હતો.કાર્લમાન કીંગમાં સુરક્ષા અને મનોરંજનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

જો તમે આ ગાડીના મલિક છો,તો તમે એવા ગણ્યા ગાંઠ્યા લોકોમાંથી છો કે જે દુનિયાના કોઈપણ ખૂણે પોતાની જિંદગી એશ-ઓ-આરામ થી વિતાવી શકે છે.

image source

કાર્લમાન કીંગ -40 ડિગ્રીથી 200 ડિગ્રી સેલ્શિયસ સુધીના તાપમાનનો સામનો પણ કરી શકે છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ ગાડીને બનાવવામાં 30,000 કલાક જેટલો સમય લાગે છે.

image source

સ્ટીલ અને કાર્બન ફાયબરમાં બનેલી આ કારની બોડી મેટ બ્લેક રંગમાં રંગાયેલી છે આ બખ્તરબંદ ગાડી કોઈપણ પરિસ્થિતિમાં તમારો જીવ બચાવવા માટે સક્ષમ છે.આ ગાડીની ડાયમંડ કટ ડિઝાઇન બીજી બધી suv ગાડીયોથી કાર્લમાન કિંગને અલગ બનાવે છે .

કાર્લમાન કીંગમા લાગેલું છે ફોર્ડ f-550 નું રાક્ષસી એન્જીન …

6 ટન વજની કાર્લમાન કીંગમા જાન પુરવા માટે લગાવવામાં આવ્યું છે ફોર્ડ નું દમદાર એન્જીન.આ ગાડીની લંબાઈ 6 મીટર જેટલી છે જે ટ્રક જેવી દેખાવાવાળી જનરલ મોટર ની ” હમર ” કરતા પણ વધુ દમદાર દેખાય છે.

આ ગાડીમાં ફોર્ડનું f-550 નું 6.8 લીટર V8 એન્જીન લગાવવામા આવ્યું છે . જે 400 હોર્સપાવરની તાકાત આપે છે , આ એન્જીન ગાડીના 4 વહીલને આગળ પાછળ ચલાવવા માટે સક્ષમ છે , અને f-550 એન્જીન 6 સ્પીડ ઓટોમેટિક ગેયરબોક્સ સાથે જોડાયેલ છે .

image source

તમને જાણકારી માટે જણાવી દઈએ કે f550 એ ફોર્ડ કંપની દ્વારા બનાવામાં આવેલ બેહદ દમદાર ટ્રક છે , જેનો ફોર્ડ ની ” f સિરીઝ સુપર ડ્યુટી ” માં સમાવેશ થાય છે .

પોતાની દમદાર બોડી અને ભારે વજન સાથે કાર્લમાન કીંગ ની ટોપ સ્પીડ 140 કિમિ/ કલાક છે , આ ગાડી બુલેટપ્રૂફ હોવાથી તેનું ફાઇનલ વજન છે 6,000 કિલોગ્રામ .

15 કરોડ છે આ ગાડીની કિંમત … !!!

image source

આ suv ની કિંમત 20 લાખ us ડોલર રાખવામાં આવી છે . જે વિશ્વમાં રહેલી તમામ suv માં સૌથી વધારે છે જેની કિંમત ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા 15 કરોડ જેટલી થાય થાય છે . આમ કાર્લમાન કીંગ વિશ્વની સૌપ્રથમ કાર ” બેંઝ પેટટન્ટ મોટરકાર ” કરતા 2000 ગણી મોંઘી છે .

image source

માનવામાં આવે છે કે ચીનના બેઇજિંગ અને શંઘાઇના લોકો પોતાનો ઠાઠ અને રહીસી બતાવવા માટે કાર્લમાન કીંગને પોતાની રીતે મોડિફાઇડ કરાવે છે.

image source

કાર્લમાન કીંગ અમીરો ને મનોરંજન કરાવવામાં જરાપણ ચૂકતી નથી . ચાઇનામાં આ કારની કિંમત 12 લાખ યુઆન રાખવામાં આવેલી છે .

સ્ટેલથ ફાઇટર જેવી દેખાવા વાળી કાર્લમાન કીંગ suv ની ડિઝાઇન ચીનની ઓટોમોટિવ ફર્મ ” આઇટી ઓટોમોબાઇલ ટેકનોલોજી ” ના 1800 એન્જીનિયરો એ કરી હતી . જોકે આ કારને યુરોપમાં બનાવવામા આવે છે .

ગાડીનું ઇન્ટિરિયર વિવિધ કલર ઓપશન સાથે આવે છે . જે ગ્રાહકની પસંદગી મુજબ બનાવી આપવામાં આવે છે , આ ગાડીનું ઇન્ટિરિયર કોઈ અમિર શેખના પ્રાઇવેટ જેટના ઇન્ટિરિયર જેવું જ લાગે છે . કાર્લમાન કીંગની ઉપરના ભાગમા અલગ અલગ કલર ની એલઇડી લાઈટો લગાવવામાં આવેલી છે જે ગાડીને એકદમ રોયલ લૂક આપે છે .

 

image source

એલિન્કટ્રા ફેબ્રિક,ગોલ્ડન પેનલ અને ડાર્કવુડ થી બનાવવામાં આવેલું કાર્લમાન કીંગનું ઇન્ટિરિયર ગાડીને એક શાનદાર લૂક આપે છે .

ર્લમાન કીંગની અંદર વિશ્વની સૌથી શાનદાર કાર રોલ્સ રોઇસ જેવું જ ઇન્ટિરિયર લગાવવામાં આવેલું છે , આ ભવ્ય અને રોયલ ઇન્ટિરિયર કોઈ લાસ વેગસ ના ઇન્ટિરિયર કરતા કમ નથી .

image source

આતો વાત થઈ ગાડીના ફિઝિકલ ઓવરવ્યું ની હવે જાણીએ કે તેમાં મનોરંજન માટે શું શું સુવિધાઓ આપવામા આવેલી છે . હાઈ ફાઈ સાઉન્ડ સિસ્ટમ અલ્ટ્રા hd 4K tv set એક , પ્રાઇવેટ set top box , અને phone projection સિસ્ટમ લગાવવામાં આવેલી છે , આ ઉપરાત આ કારમાં ડ્રાઇવર અને યાત્રીઓ માટે અલગ અલગ કંપાર્ટમેન્ટ બનાવવામાં આવેલા છે , આ સિવાય કાર્લમાન કીંગમાં સેટેલાઇટ tv , સેટેલાઇટ ફોન , ટેબલ , એસી ,નિયોન લાઇટિંગ જેવી સવલતો આપવામાં આવેલી છે . અનેં નવાઈની વાતતો એ છે કે આ બધી સુવિધાઓ ફોનથી પણ કંટ્રોલ કરી શકાય છે . આ સાથેજ આ ગાડીમાં વિશ્વ ના સૌથી સારા ઓડિયો વિઝ્યુલ ઇન્ટરફેસ પણ લગાવવામાં આવેલા છે .
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ