સૌથી ઉંચી પોસ્ટ ઓફિસ ભારતમાં, પ્રુફ તરીકે જોઇ લો તસવીર…

એક સમય હતો જ્યારે લોકો એક શહેરથી બીજ શહેર સંદેશા વ્યવહાર માટે ટપાલ સેવાનો ઉપયોગ કરતા. એ સમયે આજની જેમ મોબાઇલ, ઈન્ટરનેટ કે ઇ-મેલ જેવી સુવિધાઓ નહોતી. જૂની પેઢીના ઘણાં લોકોને હજુ એ યાદગાર સંસ્મરણો યાદ હશે.

image source

હવે જમાનો બદલાય ગયો છે. આધુનિક સાધનો આવતાં હવે પોસ્ટ વિભાગની ટપાલ વ્યવસ્થા બહુ મર્યાદિત રહી જવ પામી છે. એમાંય ખાસ કરીને એન્ડ્રોઇડ ફોન આવ્યાં ત્યારથી તહેવારોની શુભેચ્છા દેવા – લેવાનો આખો ટ્રેન્ડ જ બદલાય ગયો.

image source

છતા સરકારી કામકાજ અને વિશ્વસનીયતાની દ્રષ્ટિએ જોવા જઇએ તો પોસ્ટ વિભાગ હજુ અડીખમ ઉભુ રહ્યુ જ છે. લગભગ શહેર તાલુકામાં આજે પણ પોસ્ટ ઓફિસો ધમધમે છે ભલે કામકાજ ઓછું થયુ પણ અસ્તિત્વ તો છે જ. તમને એક સામાન્ય સવાલ – તમારી ઘર-ઓફીસ પાસેની સૌથી નજીકની પોસ્ટ ઓફીસ કેટલેક દુર છે ?

image source

તમે કહેશો થોડાક ડગલાં દુર, અથવા અડધો કિમી કે એક કિમી. પણ અહિં અમે આપને એક એવી પોસ્ટ ઓફીસ વિશે જણાવવાનાં છીએ જે કદાચ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલી પોસ્ટ ઓફીસ હશે.

image source

વાત છે ભારતના રાજય હિમાચલ પ્રદેશની. હિમાચલ પ્રદેશની સ્પીતિ પર્વતમાળા લગભગ 5000 મીટરની ઊંચાઈ પર આવેલી છે. તમને જણાવી દઈએ કે આ સ્પીતિ પર્વતમાળા માણસો રહેતાં હોય તેવા નોંધપાત્ર ઊંચાઈ વાળા સ્થળો પૈકી એક છે.

અહિં પહોંચવા માટે તમારે ઉબડ ખાબડ રસ્તાઓ અને નદી, ઝરણાઓને પાર કરવા પડે. પરંતું એક વખત ઉપર પહોંચ્યા પછીનો અનુભવ યાદગાર જ રહેવાનો.

image source

આ પહાડી વિસ્તારમાં એક નાનું ગામ છે હિક્કીમ. અહિં આવેલી પોસ્ટ ઓફીસ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલી પોસ્ટ ઓફિસો પૈકી એક છે. 1983 થી કાર્યરત આ પોસ્ટ ઓફિસમાં આજુબાજુના ગામ લોકો પોતાનાં પોસ્ટ વિભાગને લગતા કામકાજ અને પૈસા જમા કરાવવા આવે છે.

image source

આ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે છેલ્લાં 35 વર્ષથી કામગીરી સંભાળતા રિંચેન શેરિંગ કહે છે કે આ અહિં કામ કરવું સાવ સહેલું નથી. અહીં સડકો નથી પરંતુ કાચા માર્ગો છે જેથી ટપાલ વ્યવસ્થા સંભાળવા પગપાળા ચાલીને જ આવવું-જવું પડે છે. વર્ષ દરમિયાન ભારે હિમવર્ષા ને કારણે લગભગ 6 મહિના આ પોસ્ટ ઓફીસ બંધ રહે છે.

image source

છતા લોકો આ પોસ્ટ ઓફિસમાં કામ માટે આવે છે. ક્યારેક બહાદુર પર્યટકો પણ ઊંચાઈ પર આવેલી આ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાનો લ્હાવો લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ