અપંગ હોવા છતાં આ લોકોએ દુનિયાને એવુ કરી બતાવ્યું, જ્યાં સામાન્ય માણસ પણ હારી જાય…

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે, જેમની પાસે અનેક સુખ સુવિધાઓ હોય છે, પરંતુ તેઓ જિંદગીમાં કંઈ કરી શક્તા નથી, પોતાની અલગ ઓળખ બનાવી શક્તા નથી. તો બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે, જેમની પાસે તમામ સુખ-સુવિધાઓ તો છોડો, પંરતુ શરીર પણ સાથ નથી આપતું તેમ છતા એવા કારનામા કરી બતાવે છે, જે આખી દુનિયાને હેરાન કરી દે છે. કહેવાય છે કે, જુસ્સો હોય તો જિંદગીમાં કોઈ પણ રસ્તો મુશ્કેલભર્યો નથી લાગતો. એવું જ કંઈક સાબિત કરી બતાવ્યુ છે, એવા લોકોએ જેના વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ લોકોએ આખી દુનિયાને બતાવી દીધું કે, જીત મેળવવા માટે શરીરના તમામ અંગોનું યોગ્ય રીતે ચાલવુ જરૂરી તો છે, પણ તેમાંથી કોઈ એક અંગ ખરાબ થવા પર લક્ષ્ય ભૂલી જવું કે જીવનમાં નિરાશ થઈને બેસી રહેવું યોગ્ય નથી. જીવનમાં તમે જો નિરાશ થઈ ચૂક્યા છો અને થાકી-હારીને બેસી જવા ઈચ્છો છો, તો તે પહેલા એવા લોકોની સ્ટોરી વાંચી લેજો જે અપંગ હોવા છતાં દુનિયામાં નામ બનાવવામાં સફળ થયા છે.

સ્ટીફન હોકિંગ્સસ્ટીફન હોકિંગ માત્ર 21 વર્ષના હતા, જ્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામની બીમારી થઈ હતી, જેને કારણે તેમના મોટાભાગના અંગોએ ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પંરતુ સ્ટીફને ક્યારેય હાર ન માની. આખરે દુનિયાભરમાં તે સફળ વિજ્ઞાની બનીને જ રહ્યાં. તાજેતરમાં જ તેમનું નિધન થયું.

નિકોલસ જેમ્સ વુજિકિક નિકોલસને બાળપણથી જ ફોકોમેલિયા નામની એક ગંભીર બીમારી છે. આ બીમારીને કારણે તેમના બંને હાથ અને પગ નથી. આટલું દિવ્યાંગ હોવા છતા નિક હાર્યા નહિ. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન લીધું અને આજકાલ તે દુનિયાના જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. તે લોકોને જિંદગી જીવવાની સકારાત્મક વિચારો આપે છે.

હેલન કેલરતમે હેલન કેલર વિશે સ્કૂલના પુસ્તકોમાં જરૂર વાંચ્યું હશે. હેલેન બહુ જ નાની ઉંમરના હતા, જ્યારે તેઓ આંધળા અને બહેરા થયા હતા. હેલને જીવનથી હાર ન માની અને આગળ જઈને તેમણે આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું. તેઓ લેખક અને પોલિટિશ્યન બન્યા હતા.

સુધા ચંદ્રનસુધા વિશે તો મોટાભાગના ભારતીયો જાણે જ છે. સુધા બાળપણથી જ ડાન્સર બનવાનું સપનુ ધરાવતા હતા, પરંતુ એક ભયાનક એક્સિડન્ટમાં તેમને પોતાનો પગ ગુમાવવા પડ્યો હતો. લોકોએ કહ્યું કે, હવે તો સુધાનુ સપનુ અધૂરુ રહી જશે, પરંતુ સુધાએ હાર ન માની. તેઓ કૃત્રિમ પગની મદદથી ડાન્સના બેસ્ટ અદાકારા બન્યા અને પોતાની નવી ઓળખ બનાવી. તેમણે અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

અરુણિમા સિન્હા
એક ખરાબ ઘટનામા અરુણાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. હકીકતમા બદમાશ યુવકોએ તેને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી હતી. પંરતુ તેણે હાર ન માની. આગળ જઈને અરુણિમાએ એક પગની મદદથી જ માઉન્ટ એવરેસ્ટ સર કરીને ત્યાં ભારતનો ધ્વજ લહેરાવ્યો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને પ્રેરણાત્મક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી