જલ્સા કરોને જેંતીલાલ

વર્લ્ડકપ જીતનારી ટીમને મળશે અધધધ રૂપિયા, તેમને મળનારી રકમ જાણી તમારી આંખો પહોળી થઈ જશે

હાલ ક્રીકેટ ફીવર સમગ્ર ભારતમાં છવાયેલો છે ન્યુઝી લેન્ડ સાથેની મેચમાં વરસાદના કારણે વિઘ્ન આવતા સેંકડો ક્રીકેટ ચાહકો નિરાશ થઈ ગયા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે હજું ભારત ન્યુઝી લેન્ડને હરાવીને ફાયનલમાં પહોંચ્યું છે કે નહીં તે નહીં કહી શકાય. પણ ભારત ચોક્કસ ન્યુઝી લેન્ડને વર્લ્ડકપમાંથી બહાર ફગાવી મુકશે તેવી આશા ચોક્કસ રાખીએ.

હાલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાયેલી અવનવી વાતો ક્રીકેટ રસીકોને જાણવા મળે છે અને કેટલીક વાતો તેમને આશ્ચર્યમાં મુકી દે છે. આજે અમે તમારા માટે એ જાણકારી લાવ્યા છીએ કે હાલ ચાલી રહેલા ક્રીકેટ વર્લ્ડકપની વિનર ટીમને કેટલા રૂપિયા મળવાના છે. અને તે પહેલાં રમાયેલા વર્લ્ડ કપમાં કેટલી રકમો ઇનામ તરીકે મળતી હતી.

આઈસીસી વર્લ્ડ કપનો આ 12મો વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. આપણે બધા આશા લગાવીને બેઠા છીએ કે ફરી એકવાર ભારતની ટીમ વર્લ્ડકપ હાથમાં લે. અને ટ્રોફી પર દેશનું નામ ફરી કોતરવામાં આવે. આ વર્લ્ડ કપમાં વિજેતા ટીમને લોકોનો પ્રેમ તો મળવાનો જ છે પણ સાથે સાથે એક મોટી રકમ પણ ઇનામ તરીકે મળવાની છે.

તો તમને જણાવી દઈએ કે જીતનાર ટીમને 28 કરોડ રૂપિયા મળવાના છે જ્યારે રનઅરઅપ ટીમને 14 કરોડ રૂપિયા મળવાના છે. જો કે સેમી ફાઇનલ હારનારી ટીમને પણ નીરાશ નહીં થવું પડે. તે બન્ને ટીમને મળશે લગભગ 6-6 કરોડ રૂપિયા.

આ ઉપરાંત નોકઆઉટમાં પહોંચનાર ટીમને એક એક લાખ ડોલર એટલે કે 70-70 લાખ રૂપિયા મળનાર છે. જ્યારે તેનાથી નીચલા ચરણમાં જીતનાર ટીમને 28-28 લાખ રૂપિયા મળનાર છે.

તમને જણાવી દઈએ કે પ્રથમ વર્લ્ડ કપ જે આંઠ દેશો વચ્ચે 1975માં રમાયો હતો તેને ઇંગ્લેન્ડની પ્રડેન્ટ ઇન્શ્યોરન્સ કંપનીએ સ્પોન્સર કર્યો હતો જેમાં કંપનીએ કુલ એક લાખ પાઉન્ડ ખર્ચ્યા હતા. તે વખતે ઇનામની રકમ હતી 9000 પાઉન્ડ એટલે કે અત્યારના લગભગ પોણા આઠ લાખ રૂપિયા. અને 1975નો પાઉન્ડનો ભાવ ગણવા જઈએ તો તે રકમ લગભગ ડોઢ લાખ સુધીની થાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે છેલ્લા ચાલીસ વર્ષમાં ઇનામી રકમમાં કેટલો બધો તફાવત છે.

તમને જણાવી દઈએ કે 2019ના વર્લ્ડકપની ઇનામી રકમ અત્યાર સુધીના વર્લ્ડકપની સૌથી મોટી ઇનામી રકમ છે. અને જો સ્પોન્સરશીપની વાત કરીએ તો, ભારતીય કંપનીએ જાણે ઇંગ્લેન્ડમાં પોતાનો એક્કો જમાવી દીધો છે. આઈસીસી વર્લ્ડકપમાં 20 મુખ્ય બ્રાન્ડ કમર્શીયલ પાર્ટનર તરીકે છે. જેમાંથી કુલ 30 ટકા ભારતીય કંપનીઓ છે. MRF ટાયર કંપની એ આઈસીસીનું ઓફિશિયલ સ્પોન્સર છે. માટે આઈસીસીની તીજોરી પણ માલામાલ થઈ રહી છે.

અત્યાર સુધીમાં માત્ર 4 દેશની ક્રીકેટ ટીમે જ વર્લ્ડ કપ જીત્યો છે

તમને વર્લ્ડકપના ઇતિહાસનો થોડો ચિતાર આપી દઈએ. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માત્ર ચાર જ દેશની ટીમે વર્લ્ડકપ જીત્યો છે. પ્રથમ બે વર્લ્ડકપની જીત વેસ્ટ ઇન્ડિઝના નામે છે. જો કે ત્યાર બાદ તેને કોઈ જ સફળતા હાંસલ નથી થઈ. પણ ઓસ્ટ્રેલીયા આ બાબતમાં નંબર વન છે. ઓસ્ટ્રેલિયાએ 12 સીઝનમાં 5 વાર વર્લ્ડકપ જીત્યો છે તેમાં ત્રણ તો સળંગ જીત્યા છે, 1999, 2003, અને 2007માં. અને હાલના ચેમ્પિયન પણ તે જ છે કારણ કે 2015નો વર્લ્ડકપ પણ તેમણે જ જીત્યો હતો.

ભારતને વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં ઉંચકવાનો અવસર બે વાર મળ્યો છે. જ્યારે પાકિસ્તાન એકવાર જીત્યું છે. અને શ્રીલંકાને પણ એક વાર તો ટ્રોફી પર પોતાના દેશનું નામ કોતરાવાનો અવસર મળી જ ગયો છે. પણ જે દેશની આ મૂળ રમત છે તેવા અને જે ભારતમાં આ રમત લઈને આવ્યા હતું તેવું ઇંગ્લેન્ડ ત્રણવાર ફાઈનલ સુધી પોહંચ્યા છતાં જીત મેળવી શક્યું નથી. જો કે ચાલી રહેલા વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
આઈસીસી વર્લ્ડ કપની દર સીઝને ઇનામી રકમમાં ઉત્તરોત્તર વધારો કરતું આવ્યું છે. અને કેમ ન કરે મોંઘવારી પણ તો સાથે સાથે વધી રહી છે.

2003માં સાઉથ આફ્રિકા ખાતે રમાયેલા વર્લ્ડકપની કુલ ઇનામી રકમ 4.5 મિલિયન ડોલરની એટલે કે અત્યારના ત્રીસ કરોડ હતી. તે વખતે જીતનાર ટીમને 2 મિલિયન ડોલર એટલે કે લગભગ 13.5 કરોડ રૂપિયા મળ્યા હતા જો કે ગૃપમાં હારનારી ટીમને તે વખતે કોઈ પણ જાતની ઇનામી રકમ આપવામાં નોહતી આવતી.

2007ના વર્લ્ડ કપમાં પણ લગભગ આજ ઇનામી રકમ હતી. પણ વર્ષ 2011માં આઈસીસીએ આ રકમ લગભગ ડબ્બલ કરી દીધી. જ્યારે 2015માં તેમાં ઓર 20 ટકાનો વધારો કરવામાં આવ્યો અને કુલ ઇનામી રકમ થઈ ગઈ 10 મિલિયનડોલર એટલે કે 68.59 કરોડ રૂપિયા અને આ વર્ષે ફરી આઈસીસીએ બીજા 40 ટકાનો વધારો કર્યો અને આ વખે કુલ ઇનામી રકમ 14 મિલિયન ડોલર એટલે કે 96 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત દરેક દેશની ટીમના ખેલાડીઓના પોતાના એન્ડોર્સમેન્ટ તો ખરા જ. તેમજ તેના પ્રસારણ હક્કોની આવક જે આઈસીસીને થઈ રહી છે તે પણ સેંકડો કરોડોમાં હશે. કોણે કહ્યું રમવામાં શું રાખ્યું છે આ લોકોને જુઓ, રમતા રમતા કરોડો કમાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version