તસવીરો છે જોરદાર, જુઓ લોકો કેવી રીતે કરે છે વાઘ-સિંહ સાથે મસ્તી

આ આર્ટિકલ વાંચનાર લગભગ દરેક વાંચકે જીવનમાં અનેકવાર નહિ તો ભલે ક્યારેક પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તો લીધી જ હશે.

image source

કમ સે કમ જયારે આપણે નાનકડા બાળ હતા ત્યારે સ્કૂલ પ્રવાસમાં આવા અનુભવો તો થયા જ હશે.

વિશ્વના મોટાભાગના પ્રાણી સંગ્રહાલયમાં એક સિસ્ટમ તમને કોમન એટલે કે સામાન્ય જોવા મળશે અને તે એ કે દરેક પ્રાણીઓ ભલે તે હિંસક અને માંસાહારી પ્રાણી હોય કે નિર્દોષ શાકાહારી તેને દરેકને લોખંડના મજબૂડ પિંજરામાં કેદ કરીને રાખવામાં આવતા હોય છે.

જેથી તેને જોવા આવનાર સહેલાણીઓ તેને મુક્ત રીતે જોઈ શકે અને પોતાને સુરક્ષિત પણ રાખી શકે.

image source

પરંતુ શું તમે ક્યારેય એવું પ્રાણી સંગ્રહાલય જોયું છે કે તેના વિષે સાંભળ્યું છે કે જ્યાં પ્રાણીઓ ખુલ્લેઆમ લટાર મારતા હોય અને તેને જોવા આવનાર સહેલાણીઓ પિંજરામાં કેદ હોય ? નહિ ને ?

તો અહીં તમને જણાવી રહ્યા છીએ વિશ્વના તે અજબ ગજબ પ્રાણી સંગ્રહાલય વિષે.

ચીનના ચોંગકિંગ શહેર ખાતે આવેલું આ વિશ્વના સૌથી અનોખા પ્રાણી સંગ્રહાલય પૈકીનું એક છે.

image source

પ્રાણી સંગ્રહાલયનું નામ લેહે લેદુ વાઈલ્ડ લાઈફ ઝૂ છે અને અહીં વાઘ જેવા હિંસક અને ખૂંખાર પ્રાણીઓ બિલકુલ ખુલ્લેઆમ રખડતા હોય છે જયારે અહીં તેને જોવા આવનાર સહેલાણીઓને એક લોખંડની મજબૂત જાળી વડે રક્ષિત વાહનમાં કેદ કરીને લાવવામાં આવે છે.

અહીં ફરતા વાઘ જેવા જાનવર જે માણસનો શિકાર કરવા વાટ જોઈને જ બેઠા હોય તેમ પિંજરામાં કેદ થયેલા માણસોને જોઈ તેમના પર હુમલો કરવા પ્રેરાય છે પરંતુ સુરક્ષિત વાહનને કારણે તે તેનો શિકાર નથી કરી શકતા. વળી, સહેલાણીઓ માટે આ મોત ના મોં માં હાથ નાખવા જેવો અનુભવ હોય છે.

image source

વર્ષ 2015 માં પહેલીવાર લોકો માટે ખુલ્લા મુકાયેલા આ લેહે લેદુ વાઈલ્ડ લાઈફ ઝૂ ના સંચાલકોનું કહેવું છે કે જયારે કોઈ હિંસક પ્રાણી તમારો પીછો કરે છે અને તક જોઈ તમારા પર હુમલો કરે ત્યારે તમારો પોતાનો અનુભવ કેવો હોય છે એ અમે અહીં આવનાર સહેલાણીઓને પ્રતીત કરાવવા માંગીએ છીએ.

ટૂંકમાં અમે લોકોને સૌથી વધુ રોમાંચકારી અને સૌથી અલગ અનુભવ આપીએ છીએ.

image source

જો કે અહીં આવતા સહેલાણીઓએ સંચાલકો દ્વારા આપવામાં આવતા નિર્દેશો અને કડક નિયમોનું પાલન કરવું પડે છે.

એ ઉપરાંત પણ જો કોઈ અકસ્માત થઇ જાય અને બનાવ સ્થળે 5 થી 10 મિનિટમાં પહોંચી શકાય એ માટે આખા સંગ્રહાલયમાં 24 કલાક કેમેરા દ્વારા બાજનજર રાખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ