વર્લ્ડ હેરીટેજ સાઈટ વિશ્વમાં કેટલી છે અને કઈ કઈ જાણો આ આર્ટીકલના માધ્યમથી…..

UNESCO- એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાઈન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન જે વિશ્વના અલગ અલગ દેશોને સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને ભણતરની દ્રષ્ટિએ ભેગા કરે છે તેમજ સંપ અને સુરક્ષા પ્રદાન કરી વૈશ્વિક ન્યાય આપે છે.

યુનેસ્કો મુખ્યત્વે આ ૫ વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 • ૧. ભણતર
 • ૨. સામાજિક વિજ્ઞાન
 • ૩. પ્રાકૃતિક વિજ્ઞાન
 • ૪. સંસ્કૃતિ અને
 • ૫. માહિતી

નવેમ્બર ૧૯૭૨ માં યુનેસ્કોએ ઐતિહાસિક તેમજ પ્રાકૃતિક મહત્વ ધરાવતી જગ્યાઓનું સંવર્ધન કરવા વર્લ્ડ હેરીટેજ સાઈટ નામનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.

આજે યુનેસ્કોએ સમગ્ર વિશ્વ માંથી ૧૦૯૨ જેટલી જગ્યાઓને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે નામાંકિત કરી છે જેમાંથી ૮૪૫ સાંસ્કૃતિક રીતે મહત્વ ધરાવે છે, ૨૦૯ પ્રાકૃતિક અને બીજી ૩૮ જેટલી બંને રીતે મહત્વતા ધરાવે છે.

સપ્ટેમ્બર ૨૦૧૮માં કરેલા સર્વે પ્રમાણે સૌથી વધારે વર્લ્ડ હેરીટેજ સાઈટ ધરાવતા કેટલાક દેશોની યાદી બહાર આવી છે. તો જાણો કયો દેશ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે પહેલા નંબરે છે ? અને આ લીસ્ટમાં ભારત છે કે નહી!

 • ૧. ઇટલી
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૫૪
 • ૨. ચીન
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૫૩
 • ૩. સ્પેન
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૪૭
 • ૪. જર્મની
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૪૪
 • ૫. ફ્રાંસ
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૪૪
 • ૬. ભારત

 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૩૭
 • ૭. મેક્સીકો
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૩૫
 • ૮. યુનાઇટેડ કિંગડમ
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : 31
 • ૯. રશિયા
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૨૮
 • ૧૦. યુનાઇટેડ સ્ટેટ્સ
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૨૩
 • ૧૧. ઈરાન
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૨૩
 • ૧૨. જાપાન
 • વર્લ્ડ હેરીટેજ સાઈટની સંખ્યા : ૨૨

ઇટલી ૫૪ વર્લ્ડ હેરીટેજ સાઈટ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમાંકે આવી છે અને ભારત ૩૭ વર્લ્ડ હેરીટેજ સાઈટ સાથે છઠ્ઠા ક્રમાંકે.

લેખન.સંકલન : યશ મોદી