મિત્રો, પગમા પહેરવામા આવતા ઘૂંઘરુ એ સોળ શૃંગારમાથી એક માનવામા આવે છે. ઘૂંઘરુ એ સ્ત્રીઓના પગની સુંદરતા વધારે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘૂંઘરુને અત્યંત શુભ માનવામા આવે છે. ઘૂંઘરુની અવાજ એ આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. જૂના સમયથી જ સ્ત્રીઓ માટે તેને ખાસ માનવામા આવે છે.

ઘૂંઘરુ એ પગની સુંદરતામા તો વધારો કરે જ છે પરંતુ, તેની સાથે જ તે શરીરના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. જો સ્ત્રીઓ સોનુ અને ચાંદી પહેરે તો તેમના ચાલવાને કારણે તે શરીર સાથે ઘસાય છે અને તેના કારણે શરીરના હાડકા ખૂબ જ મજબૂત બને છે પરંતુ, ઘુંઘરુ હંમેશા ચાંદીના હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે અને આપણા વાસ્તુશાસ્ત્રમા પગમા ક્યારેય પણ સોનુ ના પહેરવા માટે જણાવ્યુ છે કારણકે, પગમા સોનુ ધારણ કરવુ અશુભ માનવામા આવે છે.

ચાંદી એ એક ઠંડી ધાતુ છે અને આયુર્વેદ મુજબ મનુષ્યનુ માથુ ઠંડુ અને પગ ગરમ હોવા જોઈએ. તેથી શરીરના ઉપરના ભાગમાં સોનું અને પગમાં ચાંદી પહેરવામાં આવે છે. તેનાથી માથાનીગરમ ઊર્જા પગની તરફ અને પગની ઠંડી ઊર્જા માથા તરફ દોરી જાય છે, જે આખા શરીરના તાપમાનને સંતુલિત કરે છે.

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર પગમા ઘૂંઘરુ ધારણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘૂંઘરુનો અવાજ ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને દૈવીય શક્તિઓને સક્રિય કરે છે, તેથી ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે ઘૂંઘરુ અવશ્ય ધારણ કરવા જોઈએ.

સ્ત્રીઓના પગમા ઘૂંઘરુ ધારણ કરવાની આ પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે, એવું કહેવામાં આવે છે કે જો કોઈ ઘરની સ્ત્રી બહારની તરફ આવી રહી છે તો તેમના ઘૂંઘરુના અવાજથી ઘરના પુરુષોને ખબર પડી જતી એટલે કે તે આવે તે પહેલાં જ તેમને એલર્ટ કરી દેવામા આવતા હતા.

મહિલાઓના પગના ઘૂંઘરુના અવાજ એ પુરુષોને કોઈપણ અસ્વસ્થ પરિસ્થિતિ સામે રક્ષણ આપતા. જૂના સમયમા સ્ત્રીઓને પતિની સામે જવાની સંપૂર્ણ સ્વતંત્રતા નહોતી. આ ઉપરાંત તે ખુલ્લી રીતે બોલી પણ ના શકે. એવામા આ ઘૂંઘરુના અવાજથી ખ્યાલ પડી જતો કે, ઘરની સ્ત્રી કઈ દિશામા આવી રહી છે તથા કઈ દિશામા જઈ રહી છે. આધુનિક યુગમા પણ સ્ત્રીઓ અને કુંવારી છોકરીઓ પગમા ઘૂંઘરુ ધારણ કરે છે! ઘણી છોકરીઓ તો ફેશન તરીકે પગમા આ ઘૂંઘરુ ધારણ કરે છે. તો આ છે સ્ત્રીઓનુ પગમા ઘૂંઘરુ પહેરવા પાછળનુ રહસ્ય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,