10માંથી 1 મહિલા PCODની છે શિકાર, આ રીતે કરો કંટ્રોલ નહિં તો પાછળથી રોવાનો વારો આવશે

મિત્રો, આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકો તણાવનો શિકાર બની જાય છે. તેનાથી તેમણે ઘણી સમસ્યા થાય છે તેનાથી તે ઊંઘની સમસ્યા થવાથી તેમની ઊંઘ પૂરી થઈ શક્તિ નથી તેનાથી મોટાભાગની સ્ત્રીના હોર્મોન્સ બગાડવા લાગે છે. હોર્મોન્સ સંતુલનમાં ન રહેવાથી તેમના શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે.

image source

તેમાથી સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે પી.સી.ઓ.ડી.ની સમસ્યા, જે આજના સમયમા ખુબ જ વધી રહી છે. તેનો મતલબ એ છે કે પોલી સિસ્ટિક ઓવરી ડિસઓર્ડર. આપણે જોઈએ તો દેશમાં દર ૧૦ માથી ૧ સ્ત્રીને આની સમસ્યા છે. પી.સી.ઓ.ડી.ઓવરી સાથે સંકળાયેલ બીમારી છે. તેમાં ઓવરીમાં ગાંઠ એટલે સિસ્ટ બને છે.

image source

જ્યારે સમય પર હોર્મોન્સને સંતુલિત નથી કરવામાં આવે ત્યારે નાની ઉમરેમાં તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં કે વજન વધારે વધવું, ડાયાબિટીસ, હાર્ટ અટેક, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની સમસ્યા સાથે સાથે આગળ જતાં ગર્ભ ધારણ કરવામાં પણ ઘણી મુશ્કેલી આવે છે.

તમારું માસિકચક્ર અનિયમિત છે તો તેનાથી તમારા ચહેરાપર ખીલ જેવી ઘણી સમસ્યા થવા લાગે છે. ગર્ભ ધારણ કરવામાં તકલીફ થઈ રહી છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. આ એક મહત્વનુ લક્ષણ પી.સી.ઓ.ડી.નુ હોય શકે છે. આની સારવાર ટ્રેડિશનલ દવાથી નથી થતી પરંતુ યોગા, અને આયુર્વેદથી આની સારવાર આપણે ચોક્કસ કરી શકીએ છીએ.

આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આયુર્વેદિક ઉપાય :

તજ :

image source

આનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ. તેથી આ બધાના ઘરમાં સરળતાથી મળી રહે છે. આ વાનગીનો સ્વાદ વધારવા માટે ઉપયોગી છે. તેનો સ્વાદ થોડી મીઠો અને તીખો હોય છે. તેમાં વધારે પ્રમાણમાં થાઇમીન, ફૉસ્ફરસ, સોડિયમ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, નિયાસીન, કાર્બોહાઈડ્રેટ અને પોટેશિયમ જેવા ઘણા તત્વો રહેલા હોય છે. તેનાથી વજન ઓછું કરવામાં પણ ઘણું લાભદાયી છે. તેના માટે તમારે રોજે ૧ થી ૨ ચમચી ગરમ પાણીમાં આને ભેળવીને લેવાથી ફાયદો થાય છે.

ફૂદીનો :

image source

આમાં રહેલા તત્વો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું સ્તર નીચે લાવવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. તેની સાથે શરીરમાંથી બહાર નિકળનાર વધારાના વાળ પણ ઓછા કરે છે. તેના માટે તમે ફુદીનાની બનાવેલી ચા પણ પી શકો છો. તેના માટે તમારે ૧ કપમાં ૮ થી ૯ ફુદીનાના પાન લેવા અને ગાળીને પી જવું જોઈએ. આનાથી તમને બીજા પણ ઘણા ફાયદા થઈ શકે છે.

મૂલેઠી :

image source

આના મૂળના પાઉડરમાં ઓવ્યુલેશનની પ્રક્રિયાને વધારવાના ગુણ રહેલા છે. તેની સાથે તે જ ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં પણ ઘટાડો કરવામાં ઉપયોગી છે. તેના માટે તમે એક ચમચી આનો પાઉડર ને એક કપ પાણીમાં નાખીને તમારે તેને ઉકાળીને પીવું જોઈએ તેનાથી તમને જરૂર લાભ થશે.

તુલસી :

આમાં ઘણા આયુર્વેદિક ગુણ રહેલા હોય છે તેમાં એન્ટી એંડ્રોજેનિક ગુણ પણ રહેલા છે. તે આપના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે. તેના માટે તમારે એક તપેલીમાં ૮ થી ૧૦ તુલસીના પાન લઈ તેને તમારે ઉકાળવા જોઈએ તેનાથી બનેલો ઉકાળો તમને ઘણા લાભ થાય છે. આ સિવાય પણ આના ઘણા લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત