જલ્સા કરોને જેંતીલાલ

વાંચો સકસેસ સ્ટોરી, પતિના મૃત્યુ પછી બિલ્લા નં13થી ઓળખાતી આ મહિલા કુલી વિશે જાણો તમે પણ

પતિની મૃત્યુ પછી લક્ષ્મીને રેલવે અધિકારીઓએ નિયમાનુસાર કુલીની નોકરી આપી જ્યાં લક્ષ્મીની ઓળખ બન્યો બિલ્લા નંબર ૧૩.

હિંમત અને હોસલાની કેટલીક વાતો આપે જોઈ હશે અને સાંભળી પણ હશે પરંતુ ભોપાલની રહેવાવાળી લક્ષ્મીની સ્ટોરી એક એવી સંઘર્ષ ભરેલી દાસ્તાં છે જેને જોઈને દરેક વ્યક્તિ લક્ષ્મીના હોસલાની દાદ આપી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ભોપાલની પહેલી મહિલા કુલી લક્ષ્મીની જેણે પોતાના પરિવારનું પેટ ભરવા અને બાળકોના સુંદર ભવિષ્ય માટે બીજા લોકોનો બોજ ઉઠાવાવાળા કુલીનો વ્યવસાય પસંદ કર્યો. સામાન્ય રીતે એમાં પુરુષોનું વર્ચસ્વ રહે છે.

image source

ખરેખરમાં, લક્ષ્મીના લગ્ન ભોપાલ રેલવે સ્ટેશન પર કામ કરવાવાળા કુલી રાકેશ સાથે થયા હતા. પતિની મૃત્યુ પછી લક્ષ્મીને રેલવે અધિકારીઓએ નિયમાનુસાર કુલીની નોકરી આપી જ્યાં લક્ષ્મીની ઓળખ બની બિલ્લા નંબર ૧૩. આ બિલ્લા નંબર ૧૩ને પહેરીને લક્ષ્મી ભોપાલ રેલવે સ્ટેશન પર રોજ નાઈટ શિફ્ટ કરે છે.

image source

કુલીનું કામ કરવાથી થતી કમાણી થી લક્ષ્મી પોતાના ઘરનો ખર્ચ પણ ચલાવે છે અને બાળકોની શિક્ષાથી લઈને તેઓની તેઓની પરવરીશ પણ કરે છે. જો કે લક્ષ્મીને આ વાતનો રંજ છે કે તેની કમાણી એટલી નથી કે તે પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે. જો કે તેમનું કહેવું છે કે સરકારી શાળામાં પણ સારું શિક્ષણ આજકાલ મળવા લાગ્યું છે તો તેમને આ વાતનો પૂરો ભરોસો છે કે તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે.

image source

આપને જણાવીએ કે લક્ષ્મી રોજ નાઈટ શિફ્ટમાં જ કામ કરે છે અને દિવસમાં ઘરના જરૂરી કામ પુરા કરે છે. લક્ષ્મી લગભગ ૬ કલાક કામ કરે છે. સામાન્ય રીતે લક્ષ્મી સાંજના ૬ વાગ્યાથી પોતાની ડયુટી શરૂ કરે છે પરંતુ ક્યારેક ક્યારેક મોડી રાત સુધી ડયુટી કરવી પડે છે કેમકે રાતના આવતી રાજધાની અને પ્રીમિયમ ટ્રેનોના યાત્રીઓથી ઠીક ઠાક કમાણી થઈ જાય છે.

image source

લક્ષ્મી આગળ જણાવે છે કે બીમાર થવા પર પણ તે કામ કરવા આવે છે, પરંતુ આ વાતનું ધ્યાન રાખે છે કે તે વધારે કામ ના કરે તે જલ્દી ઘરે ચાલી જાય જેથી તબિયત પર વધારે અસર ના પડે કેમકે રોજ પૈસા કમાવવા માટે જરૂરી છે કે સ્વાસ્થ્ય સાથ આપે.

image source

લક્ષ્મીના કહેવા મુજબ સામાન્ય રીતે તે ૩૦૦-૪૦૦ રપિયા સુધી રોજ કમાઈ લે છે પરંતુ કેટલીક વાર એવું થાય છે કે જ્યારે તે ખૂબ મુશ્કેલથી જ ૧૦૦-૨૦૦ સુધી કમાઈ શકતી. ત્યાં મહિલાને કુલીનું કામ કરતાં જોઈને લોકો પ્રભાવિત થાય જ છે પરંતુ એવું નથી કે દરેક વ્યક્તિ લક્ષ્મી પાસે જ સામાન ઉઠાવતા હોય. લક્ષ્મી જણાવે છે કે કેટલીકવાર લોકો તેમની એમ જ મદદ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ના પાડી દે છે. જો કે કેટલીકવાર લોકો તેમનો સામાન ઉઠાવવાની સાથે સાથે ઈનામ તરીકે વધારે નાણાં આપી દે છે જેનાથી લક્ષ્મીને મદદ મળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version