વર્કિંગ વુમન્સે પ્રેગનન્સી કન્સિવ કરતા પહેલા પતિ સાથે કરવી જોઇએ આ વાતોની ચોખવટ, જાણો કેમ..

આજની આ ફાસ્ટ લાઇફમાં લગ્ન પછી અનેક લોકો એક પ્લાનિંગ સાથે પોતાની લાઇફ એન્જોય કરતા હોય છે. જો કે આ એક ખૂબ જ સારી બાબત કહી શકાય. જો તમે કોઇ પણ વસ્તુનું પ્લાનિંગ નથી કરતા અને લાઇફને એમ જ એન્જોય કરો છો તો તેમાં અનેક પ્રોબ્લેમ્સ પણ થઇ શકે છે. આમ, લાઇફમાં પ્લાનિંગ સાથે જીવવાની આદત પાડી દેવી જોઇએ.

લગ્ન પછી ઘર કેવી રીતે ચલાવવુ, ઘરમાં કઇ-કઇ વસ્તુઓની જરૂરિયાત છે, બાળકોનુ પ્લાનિંગ તેમજ બાળક હોય તો તેમના ભણતરથી લઇને અનેક પ્રકારના પ્લાનિંગ લાઇફમાં કરવા પડે છે. માટે જો તમે કોઇપણ પ્રકારના પ્લાનિંગ વગર નિર્ણય લઇ લો છો તો તેનાથી લાઇફમાં અનેક સમસ્યાઓ થાય છે. તો આજે અમે તમને એક વાત ચોક્કસ જણાવીશું કે, જો તમે લગ્ન પછી પ્રેગનન્સીનુ પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે અનેક બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે.એક રિસર્ચ અનુસાર જો તમે લગ્ન પછી પ્રેગનન્સી બાબતે કોઇ પણ પ્રકારનુ પ્લાનિંગ નથી કરતા તો બેબી આવ્યા પછી કપલ વચ્ચે અનેક પ્રકારના ઝઘડાઓ શરૂ થવા લાગે છે. આ માટે જરૂરી છે કે, લગ્ન પછી પ્રેગનન્સી પ્લાનિંગ કરવુ. તો આજે જાણી લો તમે પણ લગ્ન પછી જ્યારે પણ પ્રેગનન્સી પ્લાન કરો ત્યારે તમારા પતિને તમારે કેવા પ્રશ્નો પૂછવા જોઇએ જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ ના થાય…

– મેડિકલ સાયન્સ અનુસાર બાળકનો જન્મ થાય પછી તેને છ મહિના સુધી માંનુ દૂધ જ પીવડાવુ જોઇએ. માંનું દૂધ સર્વોત્તમ હોય છે. પરંતુ જો આજના સમયની વાત કરીએ તો આજકાલ અનેક વુમન્સ વર્કિંગ હોય છે જેથી કરીને દરેક પેરેન્ટ્સ માટે આ બાબત પોસિબલ નથી હોતી. એવામાં તમારે તમારા બાળકને બહાર મળતા દૂધ પાવડરનો ઉપયોગ કરવો પડે છે. જે અમુક ઘરમાં લોકો તેનો સ્વીકાર નથી કરતા જેથી કરીને પાછળથી કપલ વચ્ચે ઝઘડા થવા લાગે છે. આમ, જો તમે વર્કિગ વુમન છો તો તમારે આ બધી બાબતો પહેલાથી જ તમારા પતિ સાથે કરી લેવી જોઇએ જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ ના થાય.

– બાળકને સંભાળવાની જવાબદારી ફક્ત સ્ત્રીની જ નથી હોતી પરંતુ પુરુષની પણ હોય છે. પુરુષને પણ બાળક સાથે જોડાયેલાં નાના-નાના કામ કરતા આવડવું જોઈએ. આ ઉપરાંત બાળકને સ્કૂલે લઇ જવાથી માંડીને બીજી અનેક જવાબદારી પણ પતિએ ઉઠાવવી જોઇએ.

– જો તમે જોઇન્ટ ફેમિલીમાં રહો છો તો તમારે તમારા માતા-પિતાને પણ અમુકા કામ સોંપવા જોઇએ જેથી કરીને પાછળથી તેમની સાથે કોઇ પ્રોબ્લેમ ના થાય અને તમારા સાસરિપક્ષમાં કોઇને મન દુખ પણ ના થાય.

– તમે તમારા બાળકની કઇ રીતે કાળજી લો છો તે પણ એક મહત્વની વાત છે. જો કે અનેક કપલના મત તેમના બાળકને લઇને અલગ પડતા હોય છે. જો તમે વર્કિંગ વુમન છો તો બાળકની દેખભાળની જવાબદારી કોણ ઉઠાવશે, તમારાપરિવારમાં બીજું કોઈ સદસ્ય છે કે પછી કોઇ ત્રીજાની મદદ લેવી પડશે તે વિશેનુ પ્લાનિંગ કરવુ ખૂબ જ જરૂરી છે.
લેખન સંકલન : નિયતી મોદી
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી