એક વાર વાંચી લો મહિલાઓ માટેની આ સેફ્ટી ટિપ્સ, જે તમને આવશે અચુક કામમાં..

છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જોતાં, એવું તો કહી શકાય નહીં કે આપણા દેશમાં મહિલાઓ સંપૂર્ણપણે સલામત છે.

ભારત વિવિધ પ્રકારના રિવાજો અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રાચીન કાળથી ભારતની એક પરંપરા છે કે મહિલાઓને સમાજમાં વિશેષ માન અને સન્માન આપવામાં આવે છે. અહીં મહિલાઓની સુરક્ષા અને આદર માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવી લક્ષ્મીજીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમને માં શક્તિનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. આજના સમયમાં સ્ત્રીઓ રાજકારણ, બેંક, શાળા, રમતગમત, પોલીસ, સંરક્ષણ ક્ષેત્ર હોય, પોતાનો વ્યવસાય હોય કે આકાશમાં પાંખો ફેલાવીને ઉડવાની ઇચ્છા હોય તે દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે મળીને ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે.

image source

જો કે સ્ત્રીઓની સલામતી એ પોતાનામાં જ એક ખૂબ મોટો વિષય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જોતાં, એવું તો કહી શકાય નહીં કે આપણા દેશમાં મહિલાઓ સંપૂર્ણપણે સલામત છે. સ્ત્રીઓ પોતાની જાતને અસલામત અનુભવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને એકલા બહાર જવાનું હોય છે. આ આપણા માટે ખરેખર શરમજનક વાત છે કે, આપણા દેશમાં મહિલાઓ ભયથી જીવે છે. સ્ત્રી સભ્યોની સલામતી એ દરેક પરિવાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાની સુરક્ષાની જાતે જ કાળજી લેવી પડશે. ચાલો અમે તમને મહિલાઓની સુરક્ષા માટેની કેટલીક સલામતી ટીપ્સ વિશે જણાવીએ.

1. ઘરે જરૂરી માહિતીની જાણકારી આપો:-

image source

જ્યારે પણ તમે ઓફિસના કામ માટે અથવા શાળા કે કોલેજ શિક્ષણ માટે બહાર જાવ છો, ત્યારે તમારા માતાપિતા અથવા ભાઈ-બહેનને તમારા ઘરે જરૂરથી જાણ કરો. જો તમે કોઈ સમસ્યા માં હશો તો તેઓ તમને મદદ કરી શકશે અને તેઓની પાસે તમારા વિશે માહિતી પણ હશે.

2. ઘરનો નંબર કોલ હિસ્ટ્રીની સૂચિમાં ટોચ પર જ રાખો:-

image source

બહાર નીકળતી વખતે, હંમેશાં ધ્યાનમાં રાખો કે તમારા મોબાઇલની કોલ હિસ્ટ્રીની સૂચિમાં, તમારા પરિવારના સભ્યોનો ફોન નંબર ટોચ પર હોય જેથી તમને જરૂર પડે તો તરત જ તમે તેમને કોલ કરી શકો.

3. ગાડી નંબર SMS કરો:-

image source

રાત્રે એકલા મુસાફરી કરતી વખતે વ્યક્તિએ ખૂબ જ કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં, કોઈપણ વાહનમાં બેસતાં પહેલા સાવચેત રહો. એકલા બસમાં મુસાફરી કરશો નહીં. જો તમે કેબ અથવા ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યાં છો, તો તેનો નંબર નોંધી લો અને તમારા ખાસ મિત્રો અથવા પરિવારને તે નંબર એસએમએસ કરી દો. આમ કરવાથી તમારું કુટુંબ પરેશાન નહીં રહે અને તમારી માહિતી પણ તેમના સુધી પહોંચતી રહેશે.

4. વોટ્સએપ દ્વારા લોકેશન ટ્રેક કરો :-

મોડી રાત્રે મુસાફરી કરતી વખતે, તમે વોટ્સએપની નવી સુવિધા દ્વારા લાઇવ સ્થાનને ટ્રેક કરતા રહો. આ સાથે, તમારા પરિવારને પણ કહેતા રહો કે તેઓ પણ તમારા લાઇવ સ્થાનને ટ્રેક કરતા રહે. આ વોટ્સએપનું સૌથી શ્રેષ્ઠ સલામતીનું ફીચર છે.

5. મરચાંની ભૂકી અથવા પેપર સ્પ્રે સાથે રાખો:-

image source

હંમેશા તમારા હેન્ડબેગમાં મરચાંની ભૂકી અથવા પેપર સ્પ્રે રાખો. જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને દબાણ કરી જબરદસ્તી કરવાનો પ્રયાસ કરે છે, તો તરત જ તેની આંખોમાં આ સ્પ્રેનો છંટકાવ કરો. આનાથી તમને ત્યાંથી છટકવામાં કે ભાગવામાં મદદ મળશે અને તમે લોકોને મદદ માટે બુમ પાડી બોલાવી પણ શકશો.

6. કાંટા ચમચી (ફોર્ગ) અથવા અણીદાર વસ્તુ(પોઇન્ટેડ ચીઝ) સાથે રાખો:-

જેવું તમને લાગે છે કે તમારી સાથે કંઇક ખોટું થઈ રહ્યું છે, તે જ સમયે, તમે કાંટો, છરી અથવા પોઇન્ટેડ હેર પિન જેવી તીક્ષ્ણ વસ્તુથી સામા વ્યક્તિને ઘા કરીને ત્યાંથી ભાગી શકો છો.

7. ગુપ્ત અંગ (પ્રાઇવેટ પાર્ટ) પર હુમલો કરો:-

image source

જેવું કોઈ તમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે અથવા તમને કોઈ વસ્તુ માટે દબાણ કરે છે, તો તરત જ તક જોઈને, તેના ગુપ્ત ભાગ પર જોરથી હુમલો કરો જેથી તે પીડાથી બૂમ પાડી ઉઠશે. ગુપ્ત ભાગ પર પ્રહાર કરવાથી, પુરુષોની શારીરિક શક્તિ થોડા સમય માટે ઓછી થાય છે અને તેઓને ખૂબ પીડાનો અનુભવ થાય છે. તે જ સમયે તમે ત્યાંથી ભાગી શકો છો.

8. પોતાની જાત પર વિશ્વાસ રાખો:-

image source

જો રાત્રે એકલા ચાલતા સમયે જો કોઈ તમારો પીછો કરતું હોય, તો બિલકુલ ગભરાશો નહીં, પરંતુ પાછળ જોયા વિના ઝડપી સીધા ચાલતા જાઓ. રસ્તામાં કોઈને મદદ માંગવાનો પ્રયત્ન કરતા રહો. તેમને તમારી સમસ્યા કહો. જો તમને શેરીમાં કે રસ્તામાં કોઈ દુકાન દેખાય છે, તો પછી તમે ત્યાં હાજર દુકાનદારને પણ તમે તમારી સમસ્યા જણાવી શકો છો. જો ત્યાં કોઈ દુકાન નથી, તો પછી તમે એટીએમ પર પણ જઈ શકો છો. એક તો ત્યાં ગાર્ડ હાજર હોય છે અને બીજો ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા હોય છે. આ સિવાય મોટેથી બૂમો પાડવી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

9. ગેજેટ્સનો ઉપયોગ કરો:-

કી ચેઇનના રૂપમાં વ્યક્તિગત એલાર્મ ઉપલબ્ધ હોય છે, જેની સાથે તમને યુએસબી કેબલ અને ફ્રી ચાર્જર પણ આપવામાં આવે છે. આ સાથે એક ઓડિઓ લીડ પણ હાજર હોય છે. જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમે આ અલાર્મ ચેઇનના ટ્રિગરને ખેંચી શકો છો, જેનાથી ખૂબ જોરથી અવાજ આવશે અને હુમલાખોરને ડરાવી દેશે. આ પછી તમે મદદ માટે બૂમ પાડી શકો છો.

10. જીપીએસ (GPS) ટ્રેકર:-

image source

લોકેટ જેવો લાગતો જીપીએસ ટ્રેકરથી પણ, તમે તમારી જાતે ખુદની મદદ કરી શકો છો. આ માટે તમારે તમારા મોબાઇલ ફોનની જરૂર રહેશે નહીં. આ જીપીએસ ટ્રેકર બિલકુલ લોકેટ જેવું લાગે છે. તેમાં ચેન પણ આપવામાં આવે છે. તેનાથી કોઈને ખબર પણ નહીં પડે કે તમે લોકેટ પહેર્યું છે કે GPS ટ્રેકર પહેર્યું છે. તેનો ઉપયોગ કરવા માટે, તમારે જીએસએમ સિમ કાર્ડનો ઉપયોગ કરવો પડશે અને મોબાઇલમાં AIBEILE એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરવી પડશે. આ પછી, બોક્સ પર આપેલ લોગઈન અને પાસવર્ડ એન્ટર કરો અને ઇમર્જન્સી નંબર સેટ કરો જેથી તમને તાત્કાલિક સહાય મળી શકે અને તમારા સ્થાનને ટ્રેક કરી શકાય.

11. એલઈડી (LED) ટોર્ચ:-

આ કોઈ સામાન્ય ટોર્ચ નથી પરંતુ તેમાં એક બટન હોય છે જેને દબાવવામાં આવે ત્યારે તે હુમલો કરનારને જોરદાર આંચકો આપે છે. આ ઉપરાંત, ઉચ્ચ વોલ્ટેજ કરંટ પણ લાગે છે. તમે જોખમ સમયે તેનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ