આ મહિલાને આંખમાં ટેટૂ કરાવવુ પડ્યુ ભારે, અને થઇ ગઇ આંધળી,તસવીરો જોઇને તમને પણ છૂટી જશે ધ્રુજારી

જોજો તમે પણ આવી ભૂલ ક્યારેય ન કરતાં – આંખમાં ટેટુ કરાવ્યા બાદ મહિલા થઈ ગઈ આંધળી

પોલેન્ડમાં રહેતી 25 વર્ષીય એલેકઝાન્ડ્રા સેડોસ્કાએ પોતાના જીવનનું એક જોખમી ડીસઝન લીધું હતું. તેણીને ટેટુનો ખૂબ શોખ છે અને તેણીએ આ વખતે પોતાની સ્કીન પર નહીં પણ પોતાની આંખની કીકીમાં ટેટુ કરાવવાનું નક્કી કર્યું હતું. પણ તેના આ એક નિર્ણયે તેના જીવનને બરબાદ કરી મૂક્યું.

image source

તેણીને ટેટૂ કરાવતી વખતે આંખની કીકીમાં તીણો દુઃખાવો શરૂ થઈ ગયો હતો, જે વિષે ટેટૂ આર્ટીસ્ટે તેને જણાવ્યું હતું કે તે નોર્મલ છે અને પેઈન કીલર લેવાથી તે દુઃખાવો દૂર થઈ જશે. જો કે આંખની કીકી પર ટેટૂ કરાવીને એલેકઝાન્ડ્રાએ એક મોટી ભૂલ કરી દીધી હતી. કારણ કે આવું કરાવવાથી તેણીએ પોતાની જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. તેણીને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી કે આંખની કીકી પર ટેટૂ કરાવવાથી તે પોતાની દ્રષ્ટિ ગુમાવી શકે છે અને તેની અસર તેની બીજી આંખને પણ થઈ શકે છે.

image source

એલેક્ઝાન્ડ્રા પોતાના અનુભવ વિષે જણાવે છે, ‘બદનસીબે, હવે ડોક્ટર્સ મને મારી દ્રષ્ટિ સુધરશે તેવી કોઈ જ આશા નથી બંધાવતા. આંખને એટલુ ઉન્ડુ નુકસાન થઈ ગયું છે કે તે વધી પણ ગયું છે. મને ભય છે કે હું કદાચ સદંતર આંધળી ન બની જઉં.’

image source

જો કે તેણીએ પોતાના આત્મવિશ્વાસને બાંધી રાખ્યો છે અને તેણીએ જણાવ્યું હતું કે હું આ બાબતથી જરા પણ નિરાશ નહીં થાઉં અને ક્યાંય કોઈ અંધારી કોટડીમાં પુરાઈ નહીં રહું. આ બાબતે તપાસ હાથ ધરવામા આવી હતી અને જાણવા મળ્યું હતું કે જે ટેટુ આર્ટીસ્ટે આ પ્રક્રિયા કરી હતી તેનું નામ પીયોટ્ર એ છે , અને તેણે એલેકઝાન્ડ્રાના આંખનું ટેટૂ કરતી વખતે ઘણી બધી ગંભીર ભુલો કરી છે, તેણે ત્વચા પર વપરાતી ઇંકનો ઉપયોગ આંખ માટે કર્યો હતો, અને આ ઇંક ક્યારેય વ્યક્તિની આંખના સંપર્કમાં ન આવવી જોઈએ. તેવા સ્પષ્ટ સૂચનો પણ હોય છે.

image source

એલેક્ઝાન્ડ્રાનો વકીલ જણાવે છે કે તે બાબતના સ્પષ્ટ પુરાવા છે કે ટેટૂ આર્ટીસ્ટને આ અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા વિષેની કોઈ જ જાણકારી નહોતી. અને તેમ છતાં તેણે તે કરવાનું જોખમ કર્યું હતું અને પરિણામે આ દુર્ઘટના ઘટી હતી.

આ ટેટૂ આર્ટીસ્ટ હજુ પણ તેના સલોનમાં કામ કરી રહ્યો છે તે મોટે ભાગે કાન વિંધવાનું કામ કરે છે અને હવે તેને ત્રણ વર્ષની સજા થશે. જો કે તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે પણ હવે તેની વિરુદ્ધ કેસ શરૂ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ