તેલ વગરનું અથાણું બનવવાની રીત આજે જ જોઇ લો, ને બનાવી નાખો આ અથાણુ…

ચાલો આજે અથાણું તેલ વગરનું બનાવીએ… તેલ વગરનું???? હા, તમે બરાબર સાંભળ્યું તેલ વગરનું અથાણું…
તેલ વગરના અથાણાને તડકા છાયાનું અથાણું પણ કહે છે.

તેલ વગરનું અથાણું (Without Oil Pickle)

અથાણું બનાવવા માટે જોઈતી સામગ્રી:

  • 750 ગ્રામ કાચી કેરી,
  • 1 વાટકી સુકવેલા ગાજર (ઠોઠીયા) (ઓપશનલ),
  • 1 વાટકી/15-16 સુકી ખારેક,
  • 200-300 ગ્રામ ઘરે બનાવેલ અચાર મસાલા,
  • 500-600 ગ્રામ દળેલી ખાંડ,
  • 1+1 ચમચી હળદર,
  • મીઠું સ્વાદ મુજબ,
  • 500-600 ગ્રામ દળેલી ખાંડ,
  • લાલ મરચું જરૂર લાગે તો…

અથાણું બનાવવાની રીત:

– સૌ પ્રથમ કાચી કેરીની છાલ કાઢી નાના કટકા અને છીણ કરી લેવું.– ખારેકને સૂડી વડે બે ભાગ કરી ઠળિયા કાઢી લેવા અને સાદા પાણીમાં પલાળવી.
– પછી ગાજરને બીજા વાસણમાં સાદા પાણીમાં પલાળી લેવા.
– પછી છીણમાં હળદર અને મીઠું ભેળવી ૧૦ મિનીટ રાખવું
– પછી છીણને હાથમાં લઇ મુઠ્ઠી વાળવી જેથી બધું પાણી નીકળી જાય, અને છીણને કપડા કે પેપર પર સુકવી દેવા.
– પછી કટકાને હળદર મીઠાવાળા કરી ચોળી લેવા અને પેલું છીણવાળું ખાટું પાણી હોય તે પણ કટકામાં ઉમેરી દેવું.– હવે કટકા વારેવારે ફેરવતા રહેવા જેથી બધા કટકા પોચા થઇ જાય.
– અડધી- પોણી કલાક પછી કટકાને કપડા કે પેપર પર અડધી કલાક પાથરી સુકવી દેવા.
– હવે ગાજરને સાદા પાણીમાંથી કાઢી ખાટા પાણીમાં બોળવા, ૧૫ મિનીટ રાખી પછી તેને સુકવી દેવા.
– પછી ખારેકને ખાટા પાણીમાં બોળવી, ૧૫ મિનીટ રાખી પછી તેને સુકવી દેવા.– હવે એક મોટા તપેલામાં કેરીનું છીણ, કટકા, મસાલાના પેકેટ અને ખાંડ મિક્ષ કરી નાખી બરાબર મિક્ષ કરવું.– પછી ગાજર અને ખારેક એક પછી એક સુકાય તેમ ઉમેરતા જવાનું.– સરસ મિક્ષ કરી તપેલાને કપડું બાંધી તડકે મૂકી દેવાનું.
– સાંજે પાછુ લઇ લેવાનું અને બરાબર મિક્ષ કરી લેવાનું.– આમ તડકે- છાંયે ચાસણી ન થાય ત્યાંસુધી રાખવાનું.
– તડકો સારો એવો હોય તો 2 દિવસમાં બની જાય છે…
– સરસ ચાસણી થઇ જાય અને જો અથાણું વધારે લાલ કરવું હોય તો સહેજ લાલ મરચું ઉમેરવું.

– તો તૈયાર છે તેલ વગરનું ગાજર ખારેક કેરીનું અથાણું.

નોંધ:

– ગાજર જો ઉમેરવા હોય તો શિયાળામાં સુકવી લેવા.
– જરૂરી નથી કે ગાજર કે ખારેકને મિક્ષ કરવા, પણ જો ન મિક્ષ કરી તો ખાંડ તે પ્રમાણે થોડીક ઓછી કરવી, અથવા કેરી વધારવી.
– ખાંડની બદલે દળેલી સાકર પણ ઉમેરી શકાય
– ફ્રીજમાં આખું વર્ષ સાચવી શકાય છે.
– અથાણાંનો સંભાર મસાલો કેવી રીતે બનાવવો તે મારી ચેનલ Silver Spoon માં આપેલ છે…

વિડિયો જોવા માટે કરો ક્લિક 

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી