સફળતા મેળવવા માટે ડીગ્રીની જરૂરત નથી હોતી..

“ગ્રેજ્યુએશન પુરું કરવું જરૂરી છે” આ વાક્ય આપણે આપણા જીવનમાં કેટલીએ વાર કેટલાએ લોકો દ્વારા સાંભળ્યું જ હશે. આપણે એક એવા વિચાર સાથે મોટા થઈએ છીએ કે ડીગ્રી વગર સફળતાની સીડીઓ ક્યારેય ચડી શકાતી નથી. જ્યારે વાસ્તવમાં તેવું કશું જ નથી. સફળતા મેળવવા માટે તમારે કોઈ જ નિયમને ફોલો કરવાના નથી હોતા કે નથી તો તમારે કોઈ બીબામાં તમારી જાતને ઢાળવાની હોય છે. ઘણી સારી ડીગ્રી હોવા છતાં પણ તમારી કેરિયર સામાન્ય હોઈ શકે છે અને તમે કોલેજ છોડીને પણ તમારા સ્વપ્નની દુનિયામાં સાચે જ જીવતા હોય તેવું પણ બને.

આપણી આજની આ સ્ટોરીમાં આપણે આંઠ એવા ભારતીય એન્ટરપ્રેન્યોર્સની વાત કરીશું જેમણે કોલેજની કોઈ જ ઔપચારિક ડીગ્રી મેળવી નથી છતાં પણ આજે તે લોકો આવનારી પેઢીઓ માટે દૃષ્ટાંતરૂપ બન્યા છે.

1. રમેશ બાબુ

રમેશબાબુનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના પિતા એક હજામ હતા. જ્યારે રમેશ સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેમની માતા કુટુંબ ચલાવવા માટે ઘરે-ઘરે જઈ કામ કરવા લાગી. પણ તેમ છતાં કુટુંબનો ખર્ચો નહોતો પુરો પડતો. પોતાના કુટુંબના ઉછેર માટે રમેશ નાની ઉંમરમાં કામ કરવા લાગ્યા.

1993માં તેમણે પોતાના બચાવેલા પૈસામાંથી એક સેકેન્ડ હેન્ડ મારુતી વેન ખરીદી. પોતાના હજામતના ધંધાની સાથેસાથે તેમણે વધારાની આવક માટે ગાડી ભાડે આપવાનું નક્કી કર્યું. 2004 સુધીમાં તેમની પાસે છ ગાડીઓ થઈ ગઈ. તેમને ખ્યાલ આવ્યો કે આ બિઝનેસને આગળ વધારવા માટે તેમણે હજું પણ વધારે કંઈક કરવું પડશે. ત્યારે તેમણે જોખમ લઈ 40 લાખ રૂપિયાની લક્ઝરી કાર ખીદી. તેમનું આ જોખમ તેમના માટે સફળ રહ્યું કારણ કે તેમના હરીફો પાસે આટલી મોંઘી ગાડી નહોતી.

આજે રમેશની પાસે રોલ્સ રોયસ, મર્સિડીઝ, બીએમડબલ્યૂ, ઓડી મળીને લગભગ 300 કારોનો કાફલો છે. તેમણે એ સાબિત કર્યું છે કે દ્રષ્ટિકોણ અને ધગસ વધારે મહત્ત્વની છે નહીં કે કોઈ સામાન્ય ડીગ્રી લઈને અભિમાન કરવું.

2. કૈલાશ કાટકર

કૈલાશ, પુણેની ઝુપડપટ્ટીમાં મોટા થયા, ત્યાં તેમના પિતા એક કારખાનામાં મજૂરીનું કામ કરતા હતા. અભ્યાસમાં મન ન લાગવાના કારણે અને કુટુંબનો ખર્ચો ઉઠડાવવામાં મદદ કરવાના ઉદ્દેશથી કૈલાશે દસમા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો. તેમણે પોતાનું ટેક્નિકલ નોલેજ વધારવા માટે રેડિયો અને કેલ્ક્યુલેટર સુધારવાનું કામ શીખ્યું.

ત્યાર બાદ તેમણે 1990માં કેલક્યુલેટર સુધારવાની પોતાની જ એક દુકાન ખોલી લીધી. સમય બદલવાલા લાગ્યો અને તેમણે હવે પ્રિન્ટર્સ અને કંપ્યૂટર્સ રિપેયર કરવાનું શરૂ કરીદીધું. પોતાના નાના ભાઈની સાથે મળી સોફ્ટવેયર રિપેરીંગનું કામ પણ શરૂ કરી દીધું. જેને આપણે એન્ટી વાયરસ પ્રોગ્રામ્સ ડેવલપ કરવાનું કામ પણ કહીએ છીએ. અને આ રીતે “ક્વિક હીલ” અસ્તિત્ત્વમાં આવ્યું. આજે વિશ્વ સ્તરે પ્રસિદ્ધ બ્રાન્ડ ક્વિક હીલ પાસે 1700 કર્મચારીઓ છે અને તે સમગ્ર વિશ્વમાં 170 લાખ કસ્ટમર્સ ધરાવે છે.

3. શહેનાઝ હુસૈન

તેમનો જન્મ એક રૂઢીવાદી કુટુંબમાં થયો હતો. જ્યાં પરંપરાના નામે તેમના લગ્ન માત્ર 15 વર્ષની ઉંમરમાં જ કરી દેવામાં આવ્યા. 16 વર્ષની ઉંમરમાં તેણી માતા બની ગયા. તેમનું જીવન ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના પર તેમનો કોઈ જ અંકુશ નહોતો. તે સમયે શહેનાઝે પોતાની જન્મજાત લાયકાત, સૌંદર્ય પ્રસાધનના પોતાના શોખને ડેવલપ કરવાનું શરૂં કર્યું.

તેમના જીવનમાં મોટો વણાંક ત્યારે આવ્યો જ્યારે તે પોતાના પતિ સાથે તહેરાન ગઈ. ત્યાં તેમણે આયુર્વેદના ક્લાસ જોઈન કર્યા જ્યાં માણસના શરીર પર રસાયણની નુકસાનકારક અસર અને વૈકલ્પિક સૌંદર્ય પ્રસાધનો વિષે જણાવવામાં આવ્યું.

1977માં તેમણે ભારતમાં પહેલું બ્યુટી સલુન ખોલ્યું. તેમણે આ ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી દીધો અને એક હર્બલ કોસ્મેટિક યુગની શરૂઆત કરી. તેમની પ્રોડક્ટ્સ ન્યૂ યોર્કના બ્લૂમિન્ગ ડેલ્સ, લંડનના હેર્રોડ્સ અને સેલ્ફરીદગેસ, જાપાનના સેઇબુ, પેરિસના લાફાયેત અને મિલાનના રીનએક્સેન્ટના સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ છે.

2002માં તેમની કંપનીએ 100 મિલિયન ડોલરનો આંકડો આંબી લીધો. આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે તેમને નહીં જાણતું હોય.

4. પલ્લવ નધાની

“ફ્યૂઝનચાર્ટ્સ”ના આઇડિયાનનો જન્મ 2001માં થયો. આ માત્ર 16 વર્ષના પલ્લવે કરીને બતાવ્યું, જેમની પાસે માઇક્રોસોફ્ટ એક્સેલ ચાર્ટિંગની લાયકાત હતી. તેમણે પોતાના હાઇસ્કૂલના અસાઇનમેન્ટ્સમાં આ પ્રોગ્રામનો ઉપયોગહ કર્યો હતો, પણ તેમને લાગ્યું કે આ સોફ્ટવેયરમાં સુધારાની ઘણી શક્યતાઓ છે. તે આગળ વધ્યા અને પોતાનું એક સોફ્ટવેયર ડિઝાઈન કર્યું અને લોકપ્રિયતા મેળવી.

પોતાની પ્રોડક્ટને વિશ્વ સ્તર પર ડેટા વિઝ્યુલાઇઝેશન સોફ્ટવેયરના સ્વરૂપમાં સ્થાપિત કરવાના કારણે 2009માં પલ્લવને NASSCOM EMERGE-50 લીડર્સની યાદીમાં શામેલ કરવામાં આવ્યા. 2010માં ફ્યૂઝન ચાર્ટને તે 15 કંપનીઓમાંથી એક માનવામાં આવે છે જેમાં ભવિષ્યમાં ઇન્ફોસિસ બનવાની પુરતી શક્યતાઓ સમાયેલી છે.

ફ્યૂઝન ચાર્ટના ગ્રાહક સમગ્ર વિશ્વના 118 દેશમાં ફેલાયેલા છે. આ કંપની 2010માં વિશ્વ ફલક પર ત્યારે ચમકવા લાગી જ્યારે યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ફેડર એડમિનિસ્ટ્રેશન માટે ડિજિટલ ડેશબોર્ડના ડિઝાઈન માટે ફ્યૂઝન ચાર્ટ્સ કંપનીની પસંદગી કરી. ફ્યૂઝન ચાર્ટ્સ પહેલું ભારતીય સ્ટાર્ટઅપ હતું જેણે ઓબામા એડમિનિસ્ટ્રેશનનું ધ્યાન ખેંચ્યું હતું.

5. અઝહર ઇકબાલ

ઇન્ટર નેટ પર ઉપલબ્ધ અવ્યવસ્થિત સૂચનાઓથી નિરાશ થઈ અઝરે આઈઆઈટી કરતા પોતાના મિત્ર અનુનય પાંડેય અને દીપિત પુરકાયસ્ત સાથે મળીને 23 માર્ચ 2013માં એક ફેસબુક પેજ “ન્યૂઝ ઇન શોર્ટ્સ” બનાવ્યું.

તેમણે પોતના ફેસબુક પેજ “ન્યૂઝ ઇન શોર્ટ્સ”માં ન્યૂઝ આઇટમની સમરી સાથે મૂળ વાર્તાઓની લીંક પણ શેયર કરી જેનાથી વાંચકોમાં રસ જાગે. આજે તેમની એપ ઇનશોર્ટ્સ માત્ર 60 શબ્દોમાં આખા દીવસના સમાચાર આપે છે જેને રોજ 3 મિલિયન લોકો સબ્સ્ક્રાઇબ કરી રહ્યા છે.

2015માં ઇ શોર્ટ્સે ફંડિંગ રાઉન્ડમાં 24 મિલિયન ડોલર ફન્ડ ઉભું કર્યું, બન્ને ટાઇગર ગ્લોબલના નેતૃત્વમાં. ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન અને બિન્ની બંસલ પણ તેમના ઇનવેસ્ટર છે.

6. રીતેશ અગ્રવાલ

આ કોલેજ ડ્રોપઆઉટ છોકરો જેટલો રોચક છે તેટલો જ રોચક તેનો આઇડિયા છે. રિતેશનો જન્મ ઓડિશાના કટકમાં થયો હતો. તેમને નવી-નવી જગ્યાઓમાં ફરી તે જગ્યાના દરેક પાસા જાણવા ખુબ જ ગમે છે. એક વાર તેઓ જ્યારે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે વ્યાજબી ભાવે સારી સુવિધા વાળા રૂમ મળવા એક સમસ્યા છે.

17 વર્ષની ઉંમરમાં ઓરવેલ ટ્રાવેલ્સની શરૂઆત કરી જે પાછળથી છૂટ્ટી પડી ઓયો રૂમ્સમાં બદલાઈ ગઈ. ઓયો રૂમ્સમાં વ્યાજબી બજેટમાં હોટેલ્સમાં ઓરડા મળી જતા હતા. 2013માં ટાટા ફર્સ્ટ ડોટ એવોર્ડમાં ટોપ 50 ઇન્ટરપ્રેન્યોરમાંથી એક નામ તેમનું પણ હતું. 2013માં જ વર્લ્ડ બિઝનેસ ઇનસાઇડરમાં 8 યુવાન સ્ટાર્ટઅપ ફાઉન્ડરમાં એક નામ રિતેશનું પણ હતું. તે 17 વર્ષની ઉંમરમાં સૌથી નાના સીઈઓ છે.

7. કલ્પના સરોજ

કલ્પનાના લગ્ન 12 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. તે મુંબઈની ઝુપડપટ્ટીમાં પોતાના પતિ સાથે રહેતી હતી. જ્યારે પણ તે ક્યારેય પોતાના સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસ કરતી કે તે સાસરિયા વાળા તેને પરેશાન કરી મુકતા. જ્યારે તેમના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કલ્પનાનો બચાવ કર્યો.

કલ્પના પોતાના પતિનું ઘર છોડી પોતાના માતા-પિતાની સાથે રહેવા લાગી. ગાંમના લોકોના મેણાથી કંટાળી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 16 વર્ષની ઉંમરમાં તે મુંબઈ પોતાના કાકા પાસે આવી ગઈ. કુટુંબને ચલાવવા માટે કલ્પનાએ ગાર્મેન્ટ ફેક્ટ્રીમાં કામ કર્યું. દલિત વર્ગના લોકોને સરકાર લોન આપી રહી હતી, તેનો જ ઉપયોગ કરી કલ્પનાએ ટેલરિંગનો બિઝનેસ શરૂ કર્યો અને પછી એક ફર્નીચર સ્ટોર ખોલ્યો.

તેમણે કેએસ ફિલ્મ પ્રોડક્શન શરૂ કર્યું અને તેમના દ્વારા પ્રોડ્યૂસ્ડ થયેલી પહેલી ફિલ્મ ઇંગ્લિશ, તેલગુ અને હિન્દી ભાષામાં ડબ કરવામાં આવી. તેમણે સફળ રિયલ એસ્ટેટ બિઝનેસ ઉભો કર્યો અને તે પોતાના કોન્ટેક્ટ્સ અને એન્ટરપ્રેન્યોર સ્કિલ માટે જાણીતી છે. તે કમાની ટ્યૂબની બોર્ડ મેમ્બર પણ છે. તેમણે નુકસાનમાં ચાલી રહેલી કેટલીએ કંપનીઓને પુનઃ જીવંત બનાવી દીધી છે. આજે તેમની વ્યક્તિગત વર્થ 112 મિલિયન ડોલર છે.

8. અંકિત ઓબેરોય

 

અંકિત “કંઈક શીખવા માટે કોલેજ જવાની જરૂર નથી, ઇન્ટરનેટ તમને વધારે સારી રીતે શીખવી શકે છે.”ના મોટો પર વિશ્વાસ કરે છે. સમયનો વેસ્ટેજ માની તેમણે મહારાજા અગ્રસેન કોલેજનો અભ્યાસ ફર્સ્ટ સેમેસ્ટરમાં જ છોડી દીધો હતો.

ત્યાર બાદ જાતે જ કોડીંગમાં કૌશલ્ય મેળવ્યું. અંકિતે પતાનું ઇન્ટરનેટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તે પોતાને એક પ્રોગ્રામર, ઓનલાઇન માર્કેટર, વેબમાસ્ટર અને ગ્રોથ હેકર માને છે. તેમનું હાલનું વેન્ચર AdPushup વેબ પબ્લિશર્સ માટે એક ટેસ્ટિંગ ટૂલર છે. ઇન્ટરનેટ પ્રત્યે તેમની લગનના કારણે તામ્રંડા વેબ7 સોલ્યૂશંસના ફાઉન્ડર બન્યા. તે ઇન્નોબઝ્ઝમાં પણ ડાયરેક્ટરનું પદ સંભાળી ચુક્યા છે.

અહીં અમે એવી સફળ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે જે કોલેજ ડ્રોપઆઉટ છે. પણ અમારો એવો કોઈ જ ઉદ્દેશ નથી કે તમે તે જ રસ્તે ચાલો. પણ આ માત્ર તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે તમારા સપનાને સાકાર કરવા માગતા હોવ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી