જો તમે શિયાળામાં આ રીતે તમારી ગાડીની લેશો સંભાળ, તો વર્ષો સુધી ગાડી રહેશે એવીને એવી અને ક્યારે નહિં થાય ખરાબ પણ

શિયાળો હવે શરૂ થઈ ગયો છે અને આ સિઝનમાં જો તમારી કારનું ધ્યાન રાખવામાં ન આવે તો ક્યાંક તે દગો દઈ શકે છે. વાસ્તવમા ઠંડી આવતા જ કારમાં કેટલીએ પ્રકારની મુશ્કેલીઓ ઉભી થતી હોય છે, જેમ કે કાર સ્ટાર્ટ ન થવી, ક્યારેક પિકઅપમાં પણ મુશ્કેલી થાય છે, ક્યારેક હોર્ન પણ વાગતો નથી તો ક્યારેક લાઇટ્સ પણ ડીમ થઈ જાય છે. પણ જો તમે આ ઋતુ પ્રમાણે તમારી કારને મેઇન્ટેઇ કરવાની રીત બદલશો તો તમે ઘણી બધી મુશ્કેલીઓથી બચી જશો. આજે અમે તમારા માટે કેટલીક એવી જ ટીપ્સ લઈ આવ્યા છે જેને ફોલો કરવાથી તમે શિયાળામાં પણ તમારી કારને અપટુડેટ રાખી શકશો.

image source

શિયાળાનાની સીઝનમાં કારમાં મુશ્કેલીઓ ઉભી થવી એક સામાન્ય વાત છે પણ તેના લીધે તમારે કેટલીક વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ તમારી ગાડીની કોઈ એવી સમસ્યાથી પરેશાન હોવ તો અમે તમને કેટલીક એવી રીતો જણાવશું જેની મદદથી તમે તમારી ગાડીની સંભાળ સારી રીતે રાખી શકશો. આ રીતો અપનાવીને તમે તમારી કારને વર્ષો સુધી નવી જ રાખી શકશો.

આ રીતે તમારી ગાડીની બેટરીનું રાખો ધ્યાન

શિયાળાની ઋતુમાં કારની બેટરીનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે અને તેના માટે તમારે રોજ એકવાર ગાડીને સ્ટાર્ટ કરી લેવી તેમ કરવાથી તમારી ગાડીની બેટરી ડિસ્ચાર્જ નહીં થાય અને જ્યારે ક્યારેય તમે તમારી કારને સ્ટાર્ટ કરશો ત્યારે તે તરત ચાલુ થઈ જશે. તમને કોઈ સમસ્યા નહીં થાય.

સિક્કા દ્વારા તમારા ટાયરને આ રીતે તપાસો

image source

શિયાળામાં તમારી ગાડીના ટાયર પર ટેમ્પ્રેચરની પણ ખૂબ અસર પડે છે. તેનાથી બચવા માટે તમારે એક સિક્કાથી કારના ટાયરની તપાસ કરી શકો છો. આ સિઝનમાં ટાયરમાં બે પોઇન્ટ ઓછી હવા તમારે ભરાવવી જોઈએ. જો ટાયર ખૂબ ઘસાઈ ગયા હોય તો તેને બદલાવી લેવામાં જ તમારી ભલાઈ છે.

આ રીતે તમારી કારના પેઇન્ટને રાખો સુરક્ષિત

image source

આ સિઝનમાં ભેજના કારણે તમારા કારનું પેઇન્ટ બગડી જઈ શકે છે. માટે કારને હંમેશા કવરથી ઢાંકી રાખો. આ ઉપરાંત તમે કારની બોડી પર પોલીમર વેક્સ પણ લગાવી શકો છો.

પેટ્રોલની ટાંકીને ફુલ રાખો

ઉનાળાની સિઝન કરતાં શિયાળામાં તમારી ફ્યુઅલ ટેંકને ફુલ રાખવી તેનાથી તમારી ગાડી ક્યારેય વચે બંધ નહીં થાય. કારણ કે ફ્યુઅલ પંપમાં ઠંડીના કારણે પાણી જમા થઈ જાય છે.

કારની નિયમિત સર્વિસ ખૂબ જ જરૂરી છે

image source

કોઈ પણ ઋતુ હોય જો તમે તમારી કારની સર્વિસ સમયસર કરાવતા હોવ તો તમે ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકો છો. ઠંડીમાં હંમેશા જ્યારે ઓફિસ માટે નીકળો ત્યારે કાર સ્ટાર્ટ ન થાય તો તમને ઘણો ગુસ્સો આવે છે. આ મુશ્કેલી તે લોકોને વધારે થાય છે જેઓ પોતાની કારને નિયમિત સર્વિસ ન કરાવતા હોય. જો તમે શિયાળામાં પણ લોન્ગ ડ્રાઇવને એન્જોય કરવા માગતા હોવ તો તમારી કારની સર્વિસ સમયસર કરાવી લો.

બેટરીનું ખાસ ધ્યાન રાખો

image source

લાઇટ્સ અને હોર્નનું બરાબર ચાલવું પણ શિયાળામાં ખુબ જરૂરી છે. ઠંડી શરૂ થતાં જ તમારી કારની બેટરીને તમારે ચોક્કસ ચેક કરાવી લેવી. જો બેટરી ત્રણ વર્ષથી વધારે જૂની હોય તો તેને બદલાવી લેવી. ક્યારેક ક્યારેક મુસાફરી કરતી વખતે કારની લાઇટ્સ ડીમ થઈ જાય કે પછી હોર્ન વાગતો બંધ થઈ જાય અથવા અવાજ ધીમો થઈ જાય તો તેનો અર્થ એ છે કે તમારી કારની બેટરી ખરાબ થવા લાગી છે. તેને તમે જાતે જ ચેક કરી શકો છો. બેટરીના ટર્મિનલ પર સફેદ-પીળા પાઉડર જેવું કંઈક જમા થઈ ગયું હોય તો ગરમ પાણી અને કોઈ હાર્ડ બ્રશથી તમારે તેને સાફ કરી લેવું.

ટાયરની સંભાળ લેવી પણ તેટલી જ જરૂરી

image source

આમ તો તમારે બારે મહિના તમારા વાહનના ટાયરની સંભાળ લેવી જોઈએ. પણ શિયાળામાં તેનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. ઠંડીમાં જો ટાયરમાં હવાનું પ્રેશર ઓછું હોય તો ગાડી સ્પીલ થવાનો ભય રહે છે. શિયાળામાં રસ્તાઓ પર રહેલા ભેજના કારણે આવું થતું હોય છે. માટે લાંબા અંતરની મુસાફરી પહેલાં તમારે તમારા ટાયર્સ ચેક કરાવી લેવા જોઈએ. જો ટાયર ક્યાંકથી ક્રેક થઈ ગયા હોય અથવા તો ઘસાઈ ગયા હોય તો તમારે તેને બદલાવી લેવા જોઈએ.

ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પણ ચેક કરી લેવી

image source

શિયાળામાં બાર સ્પાર્ક પ્લગના કારણે પણ કાર સ્ટાર્ટ નથી થતી હોતી. માટે ઠંડીમાં કારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જેમ કે સ્પાર્ક પ્લગ, લાઇટિંગ અને વાયરિંગ પણ ચેક કરાવ લેવી. સ્પાર્ક પ્લગની મદદથી લાંબા સમય સુધી કારનુ એજીન ચાલુ રહે છે. શિયાળામાં કારની લાઇટ્સનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે, માટે જો તમને લાગે કે કારની હેડલાઇટ્સ કે ફોગ લાઇટ્સ બરાબર કામ નથી કરતી તો તેનું વાયરીંગ ચેક કરાવી લેવું.

કુલંટ ચેક કરતા રહો

કારના કુલંટને એંટીફ્રિદ કહે છે. શિયાળાની સિઝનમાં કૂલંટનું યોગ્ય રીતે કામ કરવુ જરૂરી છે. ઠંડીમાં તમારું એન્જીન ફ્રીઝ થતાં બચી જાય છે. કુલંટનુ કામ માત્ર એ નથી કે તે એંજીનને ઠંડુ કરે છે પણ એંજીનને નોર્મલ તાપમાન પર પણ રાખે છે. માટે કોઈ પણ સિઝનમાં કુલંટનું યોગ્ય રીતે કામ કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ