સાવધાન! ઠંડીની ઋતુમાં અસ્થમાની સમસ્યાનો રહે છે સૌથી વધુ ભય, બચવા માટે કરો આ ઉપાય

મિત્રો, અસ્થમાની સમસ્યા એ આપણા શરીરને ખૂબ જ પીડા આપનાર છે. આ બીમારી કોઈપણ ઉમરની વ્યક્તિને થઇ શકે છે. તેનાથી પીડિત દર્દીને શ્વસન સાથે સંકળાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, તમે અમુક વિશેષ સાવચેતીઓ રાખો તો તમે તેને સરળતાથી નિયંત્રિત કરી શકો છો.

મોટાભાગે ઠંડી ની ઋતુ દરમિયાન લોકો આ અસ્થમાની સમસ્યાથી વધુ પડતા પીડાય છે. ઠંડીની ઋતુમા ઘણીવાર તાપમાનમા વધ-ઘટ થવાના કારણે પણ લોકોને અસ્થમાના અટેક આવવાની સંભાવના વધી જાય છે. આ અસ્થમાનો અટેક લોકોને અનેકવિધ કારણોસર આવી શકે છે. મુખ્યત્વે પ્રદૂષણ, સિગરેટનો ધુમાડો અને શરદી વગેરેને આ સમસ્યા ઉદ્ભવવા પાછળના જવાબદાર કારણો માનવામા આવે છે અને તેના કારણે જ ઠંડીની ઋતુમા આ સમસ્યા વધી જતી હોય છે.

image source

જો તમે ઠંડીની ઋતુમા અસ્થમાની સમસ્યાનો શિકાર બનવા ના ઈચ્છતા હોવ તો તમારે અમુક વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે. તેનુ કારણ છે કે, ઠંડી અને શુષ્ક હવા અને ઋતુમા થતા બદલાવ એ લોકોને આ બીમારીનો શિકાર બનાવી શકે છે. હેલ્થલાઇનના એક અહેવાલ મુજબ કેટલીક સાવચેતીઓ રાખવાથી આ સમસ્યાને અટકાવવામા મદદ મળી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ સમસ્યા ઉદ્ભવવા પાછળના કારણો અને તેનાથી બચવા માટે રાખવામા આવતી સાવચેતીઓ વિશે માહિતી મેળવીશુ.

અસ્થમા થવા પાછળના જવાબદાર કારણો :

image source

આ સમસ્યા ઉદ્ભવવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે પરંતુ, આજે અમે તમને અમુક મુખ્ય કારણો વિશે જણાવીશુ. જો તમે વધુ પડતુ તમ્બાકુનુ સેવન કરતા હોવ અથવા તમને ધૂળ કે પ્રાણીઓથી કોઈપણ પ્રકારની એલર્જી હોય અથવા તો તમે કોઈ માનસિક તણાવ કે બેક્ટેરીયલ ઇન્ફેકશનની સમસ્યાથી પીડાતા હોવ તો તમે આ બીમારીનો શિકાર બની શકો.

બહાર શક્ય બને ત્યા સુધી ઓછુ નીકળવુ :

જે કોઈપણ વ્યક્તિ અસ્થમાની સમસ્યાથી પીડાતો હોય તેમણે બહાર શક્ય બને ત્યાં સુધી ઓછુ નીકળવુ કારણકે, ઠંડીની ઋતુમા બહારના તાપમાન કરતા ઘરમા તાપમાન ખૂબ જ નીચુ હોય છે જેથી, આ સમસ્યા થવાનો ભય પણ ઓછો રહે છે. જો કોઈ કારણવશ તમારે બહાર જવું પડે તો બહાર જતા પહેલા પોતાના નાક અને મોંઢાને સ્કાર્ફથી સારી રીતે ઢાંકી લો. તેનાથી હવા લાગશે નહીં અને તમારી પરેશાની પણ વધશે નહીં.

ઋતુ પ્રમાણે લાવો ડાયટમા પરિવર્તન :

image source

આ ઠંડીની ઋતુમા તમારા રૂટીન ડાયટમાં પણ થોડા આવશ્યક પરિવર્તન કરો. આ સમય દરમિયાન વધારે પડતા પ્રવાહી પદાર્થોનુ સેવન કરો. તે તમારા ફેફસામાં લાળને પાતળુ રાખી શકે છે અને તમારી આ સમસ્યાને નિયંત્રણમા પણ લાવી શકે છે.

બીમાર લોકોથી રાખો અંતર :

image source

હમેંશા તે લોકોથી થોડુ અંતર રાખવું કે, જે બીમાર છે. તેનાથી તમે કોઇપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચી શકશો અને આ બીમારી પણ તમારાથી દૂર રહેશે તથા તમારુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશ

ઘરની કરો નિયમિત સાફ-સફાઈ :

image source

તમારા ઘરની હમેંશા સંપૂર્ણપણે સાફ-સફાઈ રાખો. ઘરમા ધૂળને જમા થવા દેશો નહિ કારણ કે મોટાભાગની બીમારીઓ ધૂળ અને માટીના રજકણ દ્વારા જ ઉદ્ભવે છે માટે ઘરની નિયમિતપણે સાફ-સફાઈ કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત