આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું એક ફેમસ વસાણું “સાલમ પાક “.એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે

સાલમ પાક 

આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું એક ફેમસ વસાણું “સાલમ પાક “.આ વસાણું ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આનો ટેસ્ટ બીજા વસાના કરતાં અલગ અને તીખો હોય છે સાથે આજે આપણે એને એકદમ સરળ રીતે ઘરે તૈયાર કરીશું જેથી તમારે સાલમ પાક હવે બજાર માંથી લાવવો ના પડે.

સામગ્રી :

1) ૫૦૦મિલિ – ફૂલ ફેટનું દૂધ,
2) ૧૦૦ ગ્રામ – મોળો માવો,
3) ૧૦૦ ગ્રામ – ખાંડ,
4) ૭ ગ્રામ – સાલમ પાવડર,
5) ૮૦ ગ્રામ – કાજુ,બદામ,મગજતરી ના બી ,પીસ્તા (બધું સરખા ભાગે),
6) ૪ મોટી ચમચી – ઘી,
7) ચાંદી નો વરખ (સજાવટ માટે),

સાલમ પાવડર બનાવવાની સામગ્રી :

1) સૂંઠ,
2) ગંઠોડા,
3) કાળા મરી,
4) સફેદ મરી,
5) વાંસ કપૂર,
6) લીંડી પીપર,
7) ઈલાઈચી,
8) જાયફળ,
9) કેસર,
10) જાવંત્રી,
11) સફેદ મુસળી,
12) કાળી મુસળી (બધું મિક્ષ કરી દળી અને ચાળી લો).

રીત :

.1) દૂધને ગાળીને એક વાસણ માં ઉકળવા મુકો.

2) તેમાં સાલમ પાવડર ઉમેરો (ગાંધી ના ત્યાં આ પાવડર મળી જશે.

3) બીજી કડાઈ માં થોડું ઘી ગરમ કરવા મૂકી જે ડ્રાય ફ્રૂટ લીધું છે એને ક્રશ કરી આમાં સહેજ શેકી લો.

4) ૨ મિનીટ શેકી તેને દૂધમાં ઉમેરી દો.

5) હવે જે સાલમ નો મસાલો તૈયાર કર્યો છે તેને પણ થોડું ઘી મૂકી શેકી લો ,ધીમા ગેસે શેકવું.

6) મસાલો સરસ શેકાય એટલે તેને પણ તરત ગરમ દૂધમાં ઉમેરી દો ,બધું સરસ મિક્ષ કરી લો અને મધ્યમ ગેસ પર તેને ઉકળવા દો.

7) જે ખાંડ લીધી છે તે ઉમેર્રી દો.

8) જેમાં મસાલો શેક્યો એમાં જ હવે માવો કોરો શેકી લઈએ આમાં ઘી મૂકવાની જરૂર નથી.

9) માવાને ઘી છૂટું પડે ત્યાં સૂધી શેકી લો.

10) માવો પણ ઉકળતા દૂધમાં એડ કરી દો.

11) સતત હલાવતા રહો જેથી તે ચોટે નહી.

12) ધીરે ધીરે ઘટ્ટ થતું જશે અને કલર પણ ડાર્ક થતો જશે.

13) થોડો ઓરેન્જ કલર એડ કરો (ઓપ્શનલ છે ).

14) આ રીતે થોડું લચકા જેવું થાય એટલે ગેસ બંધ કરી દો,લગભગ ૪૦-૪૫ મિનીટ થશે.

15) ઘી લગાવેલા મોલ્ડ માં એને લઈ લો અને અડધો કલાક ઠરવા દો.

16) હવે એ થોડું નવશેકું થઈ જાય એટલે તેના પર વરખ લગાવી દો (ગરમ માં ના લગાવવું નહી તો નહી ચોટે )

17) ૭-૮ કલાક સેટ થવા દેવું પછી એને કટ કરીશું.

18) હવે આપણો સાલમ પાક સર્વિંગ માટે તૈયાર છે

નોંધ – માવો ઘરનો ઉપયોગ કરશો તો રિઝલ્ટ સરસ મળશે અને વરખ ના બદલે ડ્રાય ફ્રૂટ એડ કરી શકાય.

સૌજન્ય : શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી