જો આજથી જ ફોલો કરશો આ ટિપ્સ, તો શિયાળામાં સ્કિન રહેશે એકદમ મુલાયમ

શિયાળામાં ત્વચાને ચમકતી અને તાજગીસભર રાખો.

સામાન્ય રીતે શિયાળામાં વધુ પડતી ઠંડી અને સૂકી આબોહવા તેમજ તેજ પવનની અસર ત્વચા પર વધારે માત્રામાં દેખાય છે. શિયાળા દરમિયાન ચામડી ફાટવાની સમસ્યા વધુ જોવા મળે છે. શિયાળા દરમિયાન ચામડીમાં રહેલું મોઈશ્ચર ઓછું થવા લાગે છે. ઉપરાંત ઠંડીને કારણે માણસ બહુ જલદી રોગનો શિકાર બને છે એને કારણે પણ તેની ચામડી પરની કાંતિ ઓછી થાય છે.

image source

ત્વચા નિસ્તેજ અને ફિક્કી લાગવા લાગે છે. ચામડીમાં ડ્રાયનેસ આવી જવાથી ખંજવાળની સમસ્યા પણ ઊભી થાય છે, કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન પણ ત્વચાને જલ્દી લાગુ પડે છે. ઘણીવાર બજારમાં ઉપલબ્ધ હલકી ગુણવત્તાવાળા કોસ્મેટિક પદાર્થ ને કારણે પણ ત્વચા ગંભીર રીતે નુકશાન પામે છે માટે શિયાળા દરમિયાન કેટલાક કુદરતી ઉપાયો દ્વારા ત્વચાની ખાસ જાળવણી કરવી જોઈએ.

શિયાળાની સીઝનમાં પણ લિસ્સી, ચમકતી અને મુલાયમ ત્વચા જાળવી રાખવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો જોઈએ.

image source

શિયાળામાં ત્વચાની સારી સંભાળ માટે એલોવેરા એટલે કુંવારપાઠું ઉત્તમ એલોવેરા ત્વચાને મુલાયમ રાખે છે અને સાથે ઇન્ફેક્શનથી પણ દૂર રાખે છે.એલોવેરા ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે.નાહયા બાદ ત્વચા ઉપર એલોવેરા લગાડવાથી ત્વચા સ્નિગ્ધ અને તાજગીસભર રહે છે ત્વચા પરના ડાઘ પણ એલોવેરા દૂર કરે છે.સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે પણ એલોવેરા રક્ષણ પૂરું પાડે છેચામડીમાં થયેલા ઇન્ફેક્શન ઉપર પણ એલોવેરા જેલ લગાવી શકાય છે.દાઝી જવાથી ચામડીમાં થતી બળતરામાં પણ એલોવેરા રાહત આપે છે.

image source

સૈકાઓથીથી લીમડો પણ ત્વચા માટે ઉપયોગી સાબિત થયો છે.લીમડો એન્ટિસેપ્ટિક ,એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ માનવામાં આવે છે. કેમિકલયુક્ત ફેસવોશને બદલે લીમડામાંથી તૈયાર થયેલું ફેસવોશ વાપરવાથી ત્વચા પર થતી ખીલ અને રેશિસની સમસ્યામાંથી છુટકારો મળે છે. નહાવાના પાણીમાં પણ લીમડો નાખીને ઉપયોગમાં લઇ શકાય છે. લીમડામાંથી તૈયાર થયેલો સાબુ પણ બજારમાં ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરવાથી ત્વચાને ઈન્ફેક્શનથી બચાવી શકાય છે. લીમડાનું તેલ માથામાં ઉત્પન્ન થતો ખોડો દૂર કરે છે એટલું જ નહીં ચામડીના રોગોમાં પણ લીમડાનું તેલ ગુણકારી છે. લીમડો કુદરતી રીતેજ ત્વચાની તાજગી અને સ્વચ્છતા જાળવે છે.

image source

રસોડામાં રોજ વપરાતી હળદર આયુર્વેદિક શાસ્ત્રમાં અતિ ગુણકારી અને ઘણા બધા રોગ સામે રાહત આપનાર ગણાય છે. હળદર શરીરને આંતરિક અને બાહ્ય બંને રીતે અને સ્વસ્થ રાખે છે. ત્વચા પર હળદર નો ફેસ પેક લગાવવાથી ત્વચા પર પડેલા ડાઘા- ધબ્બા દૂર થાય છે. ત્વચાની ચમક વધે છે. ત્વચા સ્વચ્છ પણ થાય છે ઉપરાંત નિયમિતતા હળદરનો ઉપયોગ ત્વચાને યુવાન અને મુલાયમ રાખે છે. હળદર કુદરતી રીતેજ ક્લીંઝર નું કામ કરે છે.

image source

હળદર બ્લડ પ્યોરીફાયર છે. હળદરનું નિયમિત સેવન લોહીને શુદ્ધ કરે છે અને શુદ્ધ લોહી ને કારણે પણ ત્વચા સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. હળદર ખાલી ચામડીને જ નહીં પણ શરીરને પણ નિરોગી રાખે છે. કેટલાક લોકો હળદરને એન્ટી કેન્સર પણ માને છે. કફ ઉધરસ શરદી અને શ્વાસના રોગોમાં હળદર અતિ ઉપયોગી છે. હળદર ચામડી માટે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે.

image source

શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા તેમજ ત્વચાને તાજગી સભર મુલાયમ અને સ્નિગ્ધ રાખવા માટે હર્બલ ચા અતિઉપયોગી પીણું છે. લીલી ચા, તુલસી ,આદુ ,ફુદીનો ,લીંબુ અને મધ થી તૈયાર કરવામાં આવતી હર્બલ ચા ઉત્તમ એન્ટી ઓકસિડન્ટ છે તે શરીરના ટોક્સિન દૂર કરે છે. ત્વચાની સમસ્યા સામે પણ હર્બલ ચા દવાનું કામ કરે છે.

image source

મધ,મલાઈ અને લીંબુનું મિશ્રણ પણ શિયાળામાં ત્વચાનું રક્ષણ કરે છે. તે ત્વચાને આંતરિક રીતે સાફ કરે છે એટલું જ નહીં ત્વચાને પોષણ પૂરું પાડે છે અને ત્વચાની સ્નિગ્ધતા જાળવી રાખે છે.

image source

શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શરીર વધુ પડતી એનર્જીનો ઉપયોગ કરે છે માટે શિયાળા દરમિયાન શરીરને બળવર્ધક પોષણ પૂરું પાડવું જરૂરી છે. પૌષ્ટિક અને સમતોલ આહાર, નિયમિત કસરત શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે તેમજ પ્રજા માટે બાહ્ય રીતે લીધેલી સાર સંભાળ ત્વચાનું પણ ઠંડી સામે રક્ષણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ