શિયાળાની ઠંડીમાં આ જગ્યાઓ પર ફરવાની આવે છે જોરદાર મજા, બનાવો તમે પણ આજે જ પ્લાન…

ઉત્તર પ્રદેશમાં ઠંડીની ઋતુમાં ફરવા લાયક જગ્યાઓ

સામાન્ય રીતે ઉનાળાની પ્રખર ગરમીથી બચવા માટે લોકો ઉનાળાની ઋતુમાં હિલસ્ટેશન પર ફરવા જવાનો આગ્રહ રાખે છે.જ્યારે ઠંડી માં ફરવા જવાને બદલે લોકો ઘરે બેસવાનું વધુ પસંદ કરે છે

પણ અમે તમને ઉત્તર પ્રદેશના કેટલાક એવા સ્થળની મુલાકાત કરાવીએ છીએ જ્યાં ઠંડીની ઋતુમાં પણ એટલે કે શિયાળામાં પણ ફરવા જઈ શકાય છે અને આ ભૌગોલિક દ્રષ્ટિએ પણ એવા સ્થળો છે જ્યાં પહોંચીને ભારતીય સંસ્કૃતિની પરખ થાય છે એટલું જ નહીં મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

image source

ઉત્તર પ્રદેશમાં વહેતી ભારતની બે પવિત્ર નદી ગંગા અને યમુના ની સંસ્કૃતિથી તો સૌ કોઇ પરિચિત છીએ જ પણ બીજા પણ એવા કેટલાક સ્થળો છે જ્યાં હિન્દુ મુસલમાન ઉપરાંત બૌદ્ધ ધર્મના અનુયાયીઓની પણ વિશેષ અવરજવર છે.

ઝાંસી

ઉત્તર પ્રદેશના એવા સ્થળમાં ઝાંસી મહત્વનું સ્થાન ધરાવે છે. ઝાંસી નું ઐતિહાસિક મહત્વ તો આપણે સૌ જાણીએ જ છીએ. “ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી” પંક્તિથી ભારતનું પ્રત્યેક ઘર પરિચિત છે.

image source

ઝાંસી ને સ્વતંત્ર રાખવા અંગ્રેજો સામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અભૂતપૂર્વ લડત આપી હતી. લક્ષ્મીબાઈ ની હિંમતે ઝાંસી ને ઇતિહાસમાં અમરત્વ પ્રદાન કર્યું છે.

અહીંના પહાડો ઉપર સ્થિત ઝાંસીનો કિલ્લો જોવા લાયક સ્થળ છે. જે રાણી લક્ષ્મીબાઈ નું નિવાસસ્થાન હતું , હાલ તેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

image source

ઝાંસી નજીક આવેલું ચીર ગામ ત્યાંના પ્રાચીન તળાવો અને મંદિરો માટે પ્રખ્યાત છે. તેનું નકશીકામ, ઐતિહાસિક મહત્વ ઉપરાંત ભૌગોલિક પરિસ્થિતિ મનને પ્રસન્ન કરે છે.

ઝાંસીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન ઝાંસી મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. આ દિવસો દરમિયાન ઝાંસીની મુલાકાત કરવાથી મહોત્સવનો લાભ પણ લઈ શકાય છે.

કુશીનગર

image source

બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે કુશીનગર તીર્થ સ્થળ ગણાય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુશીનગર ની મુલાકાતે આવે છે. અહીં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ મંદિર પ્રસિદ્ધ છે.

ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. કુશીનગર માં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સમી મૂર્તિ સોનાના સિક્કા તત્કાલીન સમાજ ની મોર અહીં મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે.

image source

જેનાથી કુશીનગર ની પ્રાચીન સંસ્કૃતિ નો પરિચય થાય છે. કુશીનગરની નજીકમાં રામભર સ્પૂત નું ભવ્ય સ્મારક આવેલું છે જ્યાં ભગવાન બુદ્ધે તેમનો દેહ છોડયો હતો.

ગોરખનાથ મંદિર

image source

મકરસંક્રાંતિના અવસર પર યુપીમાં આવેલા ગોરખનાથ મંદિરની યાત્રાનું વિશેષ મહત્વ છે.ગોરખપુર માં આવેલા ગોરખનાથ મંદિરમાં ઉત્તરાયણના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.

ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિર નાથ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે. મંદિરમાં સદીઓથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. ગોરખનાથ નું મંદિર અખંડતા , ઐક્ય અને અધ્યાત્મિક જ્ઞાન નું પ્રતીક છે.

ફતેપુર સીકરી ની દરગાહ

image source

આપણા થી 35 કિલોમીટર દૂર આવેલું ફતેપુર સીકરી બુલંદ દરવાજા માટે પ્રખ્યાત છે.દરવાજા ની ઊંચાઈ તેમજ તેની ઉપર થયેલું શિલ્પકામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.ફતેપુર સીકરી બુલંદ દરવાજો એશિયાનો સૌથી મોટો દરવાજો છે.

મોગલ બાદશાહ અકબરે ફતેપુર સીકરી ના કિલ્લાની સ્થાપના કરી હતી. અહીં મોગલ સંત સલીમ ચિશ્તીની દરગાહ આવેલી છે. સલીમ ચિસ્તી નો મકબરો સફેદ આરસમાંથી બનાવવામાં આવ્યો છે.

image source

તેની પાછળની બાજુ વિશાળ મસ્જિદ છે જ્યાં લગભગ એક લાખ લોકો એકસાથે નમાઝ અદા કરી શકે છે. ફતેપુર સીકરી પણ મોગલ સલ્તનતના ઇતિહાસનું મહત્વનું સાક્ષી રહ્યું છે.

સારનાથ

image source

ઉત્તર પ્રદેશમાં આવેલું સારનાથ ઐતિહાસિક દ્રષ્ટિએ બૌદ્ધ ધર્મનું મહત્વનું સ્થળ છે. ભારતમાં થયેલા બુદ્ધ ધર્મના ફેલાવવાના ઇતિહાસના સાક્ષી છે.

સારનાથમાં આવેલા બુદ્ધ સ્તૂપ, પ્રાચીન સ્થળ, સંગ્રહાલય અને સુંદર નક્શીકામ ધરાવતા મંદિરો પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે.

image source

બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સારનાથની યાત્રાએ આવે છે. સારનાથમાં આવેલા ચોખંડી સ્તૂપ, અશોક સ્તંભ, થાય મંદિર તેમજ તિબતી મંદિર ખાસ જોવાલાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ