તમે અચાનક કોઈ અજાણ્યાના પ્રેમમાં કેવી રીતે પડી જાઓ છો, આ પાછળ છે એક ચોક્કસ કારણ…

હંમેશા એવુ જોવા મળ્યું છે કે, વ્યક્તિ જોવામાં ભલે સુંદર ન દેખાય, તેમાં હજ્જારો ખામી અને ગંદી આદતો હોવા છતાં તેની સાથે ગંભીર સંબંધ અને લગાવ બની રહે છે. જે દૂર થવા છતા પણ પૂરો નથી થતો. ક્યારેક કોઈ અજાણ વ્યક્તિ મળવા પર પ્રેમ અને આકર્ષણ થવા લાગે છે. અજાણ વ્યક્તિ સાથે અજીબ લગાવ બંધાઈ જાય છે. તેને મળ્યા વગર, જોયા વગર કોઈ કામમાં મન નથી લાગતુ. દિવસભર તેની સાથે રહેવાનુ મન થાય છે અને તેની સાથે ખુશી અનુભવાય છે.

પ્રેમ ક્યારેય, કોઈ પણ જગ્યાએ, કોઈની સાથે પણ અચાનક થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ તમામ ક્રિયાઓ અચાનક કેમ શરૂ થાય છે. આ આકર્ષણ અને પ્રેમ પાછળનુ કારણ શું હોય છે. તો ચાલો જોઈએ, પ્રેમ અને આકર્ષણનુ શુ કારણ છે. જેને આપણે કેમિકલ લોચા કહીએ છીએ, તે હકીકતમાં શુ છે…

આપણા શરીરમાં કેટલાક એવા કેમિકલ હોય છે, જે કેટલાક લોકોને જોઈને આપણા શરીરમાં ફેલાવા લાગે છે. જેને કારણે પ્રેમ અને આકર્ષણનો અહેસાસ થવા લાગે છે. આ કેમિકલને ન્યૂરોકેમિકલ કહે છે, જે અન્ય ત્રણ કેમિકલ્સનું સંયોજન બનાવે છે.

આ ત્રણ રસાયણ કેન્યલેથ્યલામિન (phenylethylamine), ન્યૂરોફ્રિને (norepinephrine) અને ડોપામાઈન (dopamine) છે. જેના કારણે શરીરમાં પ્રેમ, આકર્ષણ, વાસના, લગાવ અને ભાવનાત્મક સંબંધ બંધાવા લાગે છે.
માણસોમાં પ્રેમ સંબંધિત દરેક ક્રિયા વ્યવહાર અને વર્તાવ માટે આ ત્રણેય કેમિકલ્સ જવાબદાર હોય છે.

Norepinephrine કે Noradrenaline મસ્તિકમાંથી તેજીથી દિલમાં આવે છે અને દિલને ઉત્તેજિત કરે છે. જેનાથી હથેળીઓમાં પસીનો આવવા લાગે છે. મસ્તિષ્કમાં Norepinephrineના કારણે ખુશીનો અહેસાસ વધી જાય છે અને ભૂખ ઓછી થઈ જાય છે.

Phenylethylamine એક એમિન છે, જે પ્રાકૃતિક રૂપે મસ્તિષઅકમાં હાજર હોય છે. તેને મટર પણ કહેવાય છે. તે ખાવાની વસ્તુઓ જેમ કે, ચોકલેટમાં પણ મળે છે. Norepinephrine અને Dopamine વાહકની જેમ કામ કરે છે. જે પહેલા આકર્ષણ માટે જવાબદાર હોય છે. મટર તેમાં રોમાન્સ અને પ્રેમ સાથે જોડાયેલી ભાવનાઓને વધારવાનુ કામ કરે છે. જ્યારે શરીરમાં Phenylethylamine અને Dopamine એકસાથે, એક જ સમયે વધુ માત્રામાં વહેવા લાગે છે, તો શારીરિક અને ભાવનાત્મક ઉત્તેજના વધવા લાગે છે.

ચોકલેટમાં Phenylethylamine જોવા મળે છે. આ કારણ છે કે, ચોકલેટ ખાધા બાદ ખુશી અને તાજગીનો અહેસાસ થાય છે. બહુ સારુ લાગવા લાગે છે.

Dopamine સેક્સ સંબંધ અને શારીરિક સંતુષ્ટિ બનાવી રાખવામાં સહાયક હોય છે. આ કારણે જ પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ અને ભાવનાત્મક સંબંધ બની રહે છે અને આ કારણે જ મા અને સંતાનો વચ્ચે લાગણીનો વ્યવહાર બની રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી