કેમ એન્જિનયર્સ યુવકોને હોય છે ગર્લફ્રેન્ડની જરૂર, જવાબ છે ચોંકાવનારો…

એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સની લાઈફ બહુ જ મુશ્કેલ થઈ ગઈ છે. તમે તો એન્જિનિયર્સ પર બનનારા જોક્સ વિશે સાંભળ્યું જ હશે. સાથે જોયું પણ હશે કે એન્જિનિયર્સની કેવી ફજેતી કરાય છે. રૂપિયા ખચર્યા બાદ પણ તેમને નોકરી મળવી મુશ્કેલ થઈ જાય છે, અને નોકરી મળે છે તો મતલબની નથી મળતી. એન્જિનિયર યુવકો પાસે ગર્લફ્રેન્ડની એટલી તંગી હોય છે અને તેમને ગર્લફ્રેન્ડની જરૂર પણ હોય છે. તમારુ પણ આ બાબત પર ધ્યાન ગયું હશે કે એન્જિનિયર્સને ગર્લફ્રેન્ડની કેટલી જરૂર હોય છે. પણ, આખરે કેમ અન્ય પ્રોફેશન કરતા એન્જિનયર્સને ગર્લફ્રેન્ડની જરૂર વધારે હોય છે. આ મામલે નોટિસ કરાયું કે, તેમની હાલત તો બહુ જ કફોડી છે.હંમેશા કોલેજમાં યુવતીઓ પોતાના બોયફ્રેન્ડને પ્રોજેક્ટ પૂરો કરવામાં મદદ કરે છે અને એન્જિનિયરિંગમાં પ્રોજેક્ટ બહુ જ મુશ્કેલ હોય છે, તે તો તમે જાણતા જ હશો. આવામાં તેમને ગર્લફ્રેન્ડના સાથની બહુ જ જરૂર પડે છે.આ ઉપરાંત દરેક સેમેસ્ટરમાં એક્ઝામ હોવી અને પ્રોજેક્ટ સબમિટ કરવું પણ પહાડ તોડવાથી મુશ્કેલ કામ નથી. આ ટેન્શનમાં આવીને યુવકો સ્યુસાઈડ કરવા સુધી પહોંચી જાય છે.એન્જિનિયર્સ પોતે કહે છે કે, જો ગર્લફ્રેન્ડ હશે, તો યુવકોને ઈમોશનલ સપોર્ટ મળી રહે છે અને તેઓ આવું કોઈ પણ પગલુ ભરવાથી બચી શકે છે.

અન્ય ક્ષેત્રોના યુવકોને ગર્લફ્રેન્ડની સાથે હરવા-ફરવાની બહુ જ તક મળી રહે છે. જ્યારે કે એન્જિનિયર્સનો મોટાભાગનો સમય તો કેમ્પસમાં જ વીતી જાય છે. તેથી જો તેમની ગર્લફ્રેન્ડ હોય તો તે અભ્યાસ અને પ્રોજેક્ટમાં મદદની સાથે તેમની સાથે મસ્તી પણ કરી લેશે, જેથી તેમનું મન ખુશ રહેશે.આપણે એન્જિનયર્સને ગર્લફ્રેન્ડની વાત કરીએ છીએ, પણ તમને બતાવી દઈએ કે, દેશમાં એન્જિનિયર્સ માટે નોકરીઓ બહુ જ ઓછી છે અને જ્યારે યુવકો પાસે નોકરીઓ નથી, તો કોઈ યુવતી તેની ગર્લફ્રેન્ડ કેવી રીતે બનશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી