શા માટે મોટો ભાઈ અથવા બહેન નાના ભાઈ અથવા બહેન કરતા વધુ હોશિયાર હોય છે? જાણો તેનું કારણ

કોઈ પણ ભાઈ-બહેનો વચ્ચેના સંબંધો હંમેશા મીઠાશ ભર્યા હોય છે તેમાં ક્યારેક ક્યારેક ઝગડાઓ થતા હોય છે જે એક સામાન્ય વાત છે. હંમેશા ભાઈ-બહેન લડતા-ઝગડતા અને એકબીજા સાથે મસ્તી કરતા હોય છે. તેઓ ક્યારે હસતા હસતા ઝઘડી પડે એનો કોઈ ભરોસો કરી શકાતો નથી.

પરંતુ, જ્યારે માતાપિતા કોઈ એક ભાઈ-બહેનને પ્રેમ કરે અને બીજાને ન કરે ત્યારે ખરેખર ઝગડા શરૂ થઈ જાય છે. પણ, મોટાભાગના કેસમાં, મોટો ભાઈ અથવા બહેન નાના કરતા હોશિયાર જ જોવા મળે છે.

આવું શા માટે થાય છે?

તેઓ માતાપિતા પાસેથી વધુ માનસિક ઉત્તેજના પ્રાપ્ત કરે છે:

Image result for They receive more mental stimulation from the parents:મોટાભાગે એવું માનવામાં આવે છે કે પ્રથમ જન્મેલા બાળકોને માતાપિતા વધારે પ્રેમ કરે છે. અને તે જ કારણે તેઓ  સમજદાર વધારે હોય છે અને માનસિક સ્થિતી પણ સારી હોય છે.

પ્રથમ જન્મેલા બાળકને માતાપિતા વધુ પ્રેમ કરે છે:

Image result for First-borns receive more emotional support from the parents:સામાન્ય રીતે, ઘરમાં પહેલા બાળકના જન્મ સાથે પરિવારના દરેક સભ્યોની નવી આશાઓ જોડાઈ જાય છે અને તે જ કારણે પરિવારમાં પ્રથમ જન્મેલાં બાળકને ખુબ જ લાગણી અને લાડ સાથે ઉછેર કરવામાં આવે છે.

તેમની સાથે માતાપિતાની મહત્ત્વાકાંક્ષાઓ જોડાયેલી હોય છે:

મોટાભાગના કિસ્સાઓમાં મોટો ભાઈ નાના ભાઈ કરતા વધારે સફળ હોય છે કારણ કે માતાપિતા તેમની અપૂર્ણ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાની જવાબદારી મોટાભાઈ ઉપર જ નાખે છે. આથી તેઓ વધારાની કાળજી સાથે તેમનો ઉછેર કરે છે જે તેમની હોશિયારી વધારવામાં મદદરૂપ થાય છે.

પ્રથમ જન્મેલા બાળકો નવી વસ્તુઓને ઝડપી સમજે છે:

 મોટા ભાઈ અથવા બહેને પરિવાર સાથે વધારે સમય વિતાવ્યો હોય છે અને તેઓ ઘરની આર્થિક પરિસ્થિતિને પણ ખુબ જ સારી રીતે સમજી શકે છે. આને કારણે તેમનામાં પરિવાર પ્રત્યેની જવાબદારી વધારે હોય છે. આજ કારણે તે કોઈ પણ વસ્તુ સરળતાથી સમજી શકે છે.

પ્રથમ જન્મેલા બાળક માટે કુટુંબ મહત્વનું છે:

Image result for Reasons Why The Eldest Siblings Are Most Intelligentપ્રથમ જન્મેલ બાળક માટે પરિવાર ખુબ જ મહત્વનુ હોય છે તેમજ તે નાના ભાઈ બહેન માટે સ્વભાવે દયાળુ પણ હોય છે. તેઓ શરૂઆતથી બીજા માટે જતું કરવાની ભાવના હોય છે અને મોટા ભાઈ-બહેનને પરિવાર પ્રત્યેની લાગણી વધારે હોય છે.

મોટા ભાઈબહેનો સલાહ અને શિખામણોથી ભરપુર હોય છે.:

મોટા ભાઈ-બહેનો જીવનના દરેક પગલામાં એટલે કે નોકરી, લગ્ન, બાળક અને એવા બીજા ઘણા બધામાં આગળ હોય છે અને તે જ કારણે તેઓ નાના ભાઈ બહેનો ને દરેક પગલે સલાહ આપતા રહેતા હોય છે.

Image result for Reasons Why The Eldest Siblings Are Most Intelligentપ્રથમ જન્મેલા બાળકોનો આઇક્યુ નાના ભાઈ બહેનો કરતા વધું હોય છે અને આ હકીકત વૈજ્ઞાનિકો દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવી છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી