વાંચો આ રસપ્રદ માહિતી કેમ કોઈ યુવકને નથી આપવામાં આવતી રિસેપ્શનિસ્ટની જોબ…

તમે અત્યાર સુધી જે પણ ઓફિસમાં કામ કર્યુ હશે, તે દરેક જગ્યાએ રિસેપ્શન પર એક સુંદર યુવતી જ જોઈ હશે. જે ઓફિસમાં દાખલ થતા જ તેની પ્રેમભરી સ્માઈલ સાથે ગુડ મોર્નિંગ કહે છે. માત્ર તમારી જ ઓફિસ નહિ, પરંતુ તમે જે પણ ઓફિસ, બેંક, હોટલ વગેરેમાં ગયા હશો, ત્યાં બધે જ રિસેપ્શન પર હંમેશા સુંદર યુવતીઓને જોઈ હશે. અને અજાણી જગ્યા પર પણ જ્યારે રિસેપ્શન પર યુવતી દેખાય છે, તો લોકોને સારુ અનુભવાય છે અને તેઓ તેને કંઈ પૂછવાની હિંમત કરી શકે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે રિસેપ્શન પર બધે જગ્યા પર યુવતીઓ જ કેમ હોય છે, યુવકો કેમ નહિ. તો આજે અમે તેનું કારણ તમને બતાવીએ.મોટાભાગના બિઝનેસમેનનું માનવું છે કે, યુવકોની તુલનામાં યુવતીઓ બિઝનેસ વધુ સારી રીતે વધારે છે, જો રિસેપ્શનિસ્ટ સ્માઈલ આપીને જવાબ આપી દે તો ક્લાયન્ટ પણ ક્યારેય વાત કરવાનો ઈન્કાર નથી કરતા.તમે પણ આવું અનુભવ્યુ હશે કે, યુવકો કરતા યુવતીઓ કામને વધુ સારી રીતે સમજ છે, જ્યારે તમે યુવતીઓને સવાલ પૂછો છો, તો તે બહુ જ સારી રીતે અને વિસ્તારથી બતાવે છે, પરંતુ યુવકો તમને શોર્ટકટમાં સમજાવશે. યુવતીઓમાં પેશન્સ લેવલ વધુ હોય છે અને તે યુવકોને કરતા વધુ ગંભીર હોય છે. તે પોતાના કામ પ્રતિ વધુ સમર્પિત રહે છે, જ્યારે યુવકોનું મન ચંચળ રહે છે.યુવતીઓમાં એ પણ ગુણ રહે છે કે, તે પોતાનું કામ સારી રીતે કરે છે. યુવકોની જેમ વાતો નથી બનાવતી. જ્યારે યુવતી કોઈ ક્લાયન્ટ સાથે વાત કરે છે, તો સામી વ્યક્તિ ગુસ્સામાં હોય તો પણ તેનો ગુસ્સો શાંત થઈ જાય. અને રિસેપ્શન પર જો કોઈ યુવક હોય અને તે ક્લાયન્ટ અકડની સાથે જવાબ આપે તો બિઝનેસ ગયો સમજો.રિસેપ્શનિસ્ટ યુવતી રાખવાનો ફાયદો એ છે કે, તે ખુરશી પર બેસેલી રહે તો ઓફિસનો માહોલ પણ સારો રહે છે. જરૂરી નથી કે, યુવતી હોય કે નહિ. પણ તેના ખુરશી પર બેસીને રહેવાથી વિઝીટર્સની લાઈન પણ લાંબી રહે છે.મોટાભાગની ઓફિસમાં યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. કેટલીક ઓફિસોમાં તો એટલા માટે યુવતીઓ રાખે છે કે, સુંદર યુવતી બધાને એટ્રેક્ટ કરી લે છે. તો બીજી તરફ, અનેકવાર એવું થાય છે કે, બોસ ઓફિસમાં ન હોય તો, યુવતીઓ કામની સ્થિતિ સારી રીતે સંભાળી લે છે. જ્યારે કે યુવકોમા તે મેચ્યોરિટી નથી હોતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી