શું તમે પણ છો ડાયાબીટીસના શિકાર? તો જરા પણ ના લો ટેન્શન, માત્ર ફોલો કરો આ ટિપ્સ, અને ખાઓ ગળ્યું

મિત્રો, વધુ પડતુ ખાંડનુ સેવન કરવાથી ફક્ત ડાયાબિટીસની બીમારી જ નહી પરંતુ, અન્ય અનેકવિધ ગંભીર બિમારીઓ થઈ શકે છે. ખાંડનુ સેવન કરીને બીમારીઓનો શિકાર બનવા કરતા પ્રાકૃતિક મીઠાશ ધરાવતી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ જેથી, તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેવુ જોઈએ.

image source

નમક અને સુગર પણ આપણા પાચનનો એક ખુબ જ અભિન્ન ભાગ છે અને જો આપણા ભોજનમા ગળ્યી વસ્તુઓ ના હોય તો આપણું ભોજન અધુરુ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણા ઘરમા વાપરવામા આવતી રિફાઈન્ડ ખાંડ એ પણ સ્વાસ્થ્ય માટે સારી ના હોવાનુ માનવામા આવે છે.

આ ખાંડનો વધારે પડતા ઉપયોગ કરવાથી ડાયાબિટીસ, હૃદય સાથે સંકળાયેલ બીમારીઓ, કેન્સર જેવી અનેકવિધ ગંભીર બિમારીઓ અને દાંતમા સડો થાય છે. આ જ કારણ છે કે, આ દિવસોમા બજારામા આર્ટિફિશિયલ સ્વીટનર્સની ભરમાર થઈ ગઈ છે. ખાંડ અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ બંને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

image source

આર્ટિફિશિયલ સ્વીટનર્સ પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક નથી. આની પણ અમુક આડઅસરો થાય છે જેમકે, વજન વધવુ, બ્રેઈન ટ્યુમરની સમસ્યા, બ્લેડર કેન્સર વગેરે. સ્વસ્થ રહેવા માટે ગળ્યી વસ્તુ ખાવાની મુકવાની નથી પરંતુ, તમારે આવી અમુક વસ્તુઓ વિશે ધ્યાન રાખવુ અત્યંત આવશ્યક છે.

ગોળ :

image source

આ વસ્તુનો ઉપયોગ એ પાચન, અસ્થમા, શરદી અને ઉધરસની સમસ્યાના નિદાન માટે ખુબ જ લાભકારી માનવામા આવે છે. આ ઉપરાંત આ વસ્તુમા મિનરલ્સ અને વિટામિન્સની સાથે લોહતત્વ, કેલ્શિયમ અને ઝિંક સમાવિષ્ટ હોય છે. આ સિવાય તે ઈમ્યુનિટી વધારવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. માટે ડાયાબીટીસની સમસ્યાથી પીડાતા લોકોએ ખાંડની જગ્યાએ ગોળનુ સેવન કરવો જોઈએ.

મધ :

image source

આ વસ્તુને સુપરફૂડની કેટેગરીમા મુકવામા આવે છે. વિટામિન બી-૬, ઝિંક, આયર્ન, પોટેશિયમ, એટીઓક્સિડેંટ્સ જેવા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તે તમારા પાચનતંત્રને મજબૂત કરવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે અને તમારી ઈમ્યુનિટી વધારે છે. એક ચમચી મધમા ૬૪ કેલરી સમાવિષ્ટ હોય છે, જેથી વજન ઘટાડવા માટે તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ખજૂર :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ સમાવિષ્ટ હોય છે, જે ખાવામા ખૂબ જ વધારે પડતુ સ્વાદિષ્ટ હોય છે. આ વસ્તુનુ નિયમિત સેવન તમારા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવા માટે સહાયરૂપ સાબિત થાય છે. માટે જો તમે ઈચ્છો તો સુગરની જગ્યાએ ખજૂરનુ સેવન કરી શકો છો.

નાળિયેર :

image source

જો તમે કોકોનટ વોટર, કોકોનટ મિલ્ક અને કોકોનટ ઓઈલ આ દરેક વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે પરંતુ, ક્યારેય કોકોનટ સુગર વિશે સાંભળ્યુ છે? આ કોકોનટ સુગર એ મિનરલ્સથી ભરપૂર હોય છે. નાળિયેરના રસમાથી કોકોનટ સુગર તૈયાર કરવામા આવે છે. આ સિવાય કોકોનટ સુગર પણ બજારમા સરળતાથી મળી જાય છે.

સ્ટીવિયા :

image source

આ એક પ્રાકૃતિક સ્વીનટર છે. સ્ટીવિયા ખાંડ એ સ્ટીવિયા રેર્બાડિયાના નામના છોડના પાંદડામાં મળે છે.આજથી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષિણ અમેરિકાના લોકો સ્ટીવિયાના છોડના પાંદડાને ગળામણ માટે ઉપયોગ કરતા હતા. આ વસ્તુમા ઝીરો કાર્બોહાઈડ્રેટ અને ઝીરો કેલરીઝ સમાવિષ્ટ હોય છે અને આર્ટિફિશિયલ સ્વીટનરની જેમ સ્ટીવિયાથી પણ કોઈપણ પ્રકારની આડઅસર નથી થતી. તો આ હતી અમુક એવી વસ્તુઓ કે, જેને તમે ખાંડની જગ્યાએ વાપરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત