જલ્સા કરોને જેંતીલાલ

ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં કામ કરી ચુકેલી સ્ટેફની ગ્રીશમ બની વ્હાઇટ હાઉસની નવી પ્રેસ સેક્રેટરી

સારાહ સેન્ડરના રીપ્લેસમેન્ટમાં ટ્રમ્પે પોતાની ત્રીજી પ્રેસ સચીવ તરીકે પસંદ કરી છે સ્ટેફની ગ્રીશેમને.

ગ્રીશમ એ મૂળે એરિઝોના સ્ટેટની છે, તેણી એક સીંગલ મોમ છે અને એક પ્રખર એડવોકેટ છે. તેણી છેલ્લા અઢી વર્ષથી ટ્રમ્પ સાથે જોડાયેલી છે. તેણી અમેરિકાની ફર્સ્ટ લેડી માટે છેલ્લા અઢી વર્ષથી કામ કરી રહી હતી. ગ્રીશમે ટ્રમ્પના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન માટે 2016માં કામ કર્યું હતું અને તેણીને પ્રેસ સાથે ભીડાતા જરા પણ ડર નથી લાગતો તે પોતાનું કામ સારી રીતે જાણે છે.

ત્રણ વર્ષમાં ટ્રમ્પના આ ત્રીજા પ્રેસ સચીવ છે. આ પહેલાં સારાહ સેન્ડર્સ હતા જે હવે પછી અર્કાન્સાસથી ગવર્નરની ચૂંટણી લડે તેવી સંભાવના છે.

જો તમે અમેરિકન પ્રેસ સેક્રેટરીને ન જાણતા હોવ તો તે વિષે કેટલીક માહિતી

ગ્રીશમ ભલે પ્રેસ સેક્રેટરીની જોબ મટે નવી હોય પણ તેણી વ્હાઇટ હાઉસ માટે જરા પણ નવી નથી. તેણી વર્ષ 2015માં ટ્રમ્પના પ્રેશિડેન્શિયલ કેમ્પેઇનમાં જોડાયી હતી ટ્રમ્પના ચુંટાયા બાદ, તેણીએ તેની ટ્રાન્ઝીશન ટીમમાં સેવા આપી. ત્યાર બાદ તેણી ટ્રમ્પના પહેલા સેક્રેટરી શોન સ્પાઇસર સાથે ડેપ્યુટી તરીકે જોડાઈ.

2017ના માર્ચ મહિનામાં તેણી મિલેનિયા ટ્રમની કમ્યુનિકેશન ડીરેક્ટર તરીકે જોડાઈ. અને ગયા વર્ષે તેણીને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ફોર કમ્યુનિકેશન તરીકે નીમવામાં આવી. તેણી પોતાની પ્રામાણિકતા માટે ઓળખાય છે ટ્રમ્પ સાથે જોડાયા પહેલાં ગ્રીશમ એરિઝોના રાજ્યના પોલિટીકલ સર્કલમાં એક જાણીતું નામ હતી.

તેણી પત્રકારો સાથે સારા સંબંધ ધરાવે છે. અને તેણી પોતાના કામ પ્રત્યે ખુબ જ સમર્પિત છે. તેણી જ્યારે મિલેનિયા ટ્રમ્પ માટે કામ કરી રહી હતી ત્યારે જ્યારે જ્યારે પણ ફર્સ્ટ લેડીને ક્રીટીસાઇઝ કરવામાં આવી ત્યારે ત્યારે તેણીએ નક્કર રીતે મિલેનિયાને પ્રોટેક્ટ કરી છે. મિલેનિયાને ગ્રીશમ સાથે ખુબ જ સારા સંબંધ છે જે મિલેનિયાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ગ્રિશમ પ્રેસ સેક્રેટરી બનવાની છે તેની જાહેરાત કરી સાબિત કરી દીધું.

મિલેનિયા ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે મને આ જાહેરાત કરવામાં ખુબ આનંદ થઈ રહ્યો છે કે ટેફ્ની ગ્રીશમ હવે પછીની પ્રેસ સેક્રેટરી અને કોમ્યુનિકેશન ડીરેક્ટર બનશે. તેણી અમારી સાથે 2015થી છે અને આ જગ્યા માટે હું તેનાથી યોગ્ય બીજી કોઈ વ્યક્તિને કલ્પી નથી શકતી જે આપણા એડમિનિસ્ટ્રેશન અને દેશની સેવા કરશે. હું ઉત્સાહિત છું કે સ્ટેફની વ્હાઇટ હાઉસ માટે કામ કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version