નખમાં દેખાતો વ્હાઇટ અર્ધચંદ્રાકાર ભાગ તમારા સ્વાસ્થ્યને કરે છે અનેક નુકસાન, ખબર છે તમને?

તમારા નખમાં જે વ્હાઇટ અર્ધચંદ્રાકાર જેવો ભાગ તમારા સ્વાસ્થ્ય વિષે ચાડી ખાય છે

આપણા શરીરમાં ઘણા બધા એવા લક્ષણો દેખીતા હોય છે જે તમારું સ્વાસ્થ્ય કેવું છે તે વિષેની ચાડી ખાતા હોય છે. તમારી ઉંડી જતી રહેલી તેજ વગરની આંખ દર્શાવે છે કે તમે ઓછી ઉંઘ લો છો, વધારે ચિંતામાં રહો છો. તો વળી તમારી ફિક્કી ચામડી તમે બિમાર હોવાની ચાડી ખાય છે તેવી જ રીતે તમારા નખ પણ તમારા સ્વાસ્થ્યની ચાડી ખાય છે.

image source

આપણો નખ જ્યાંથી શરુ થાય છે ત્યાં આગળ એક નાનકડો અર્ધચંદ્રાકાર સફેદ ભાગ તમે જોતાં હશો. આંગળીઓ કરતાં તમારા અંગુઠામાં આ ભાગ વધારે સ્પષ્ટ રીતે અને મોટો જોવા મળે છે. આ ભાગને અંગ્રેજીમાં લુનિલા કહે છે. આ નાનકડા સફેદ ભાગનું નિરિક્ષણ કરીને વૈદ્ય ચોક્કસ તમારા સ્વાસ્થ્ય વિષે તમે પણ નહીં જાણતા હેવ તેવી માહીતી આપી દે છે. તો પછી તમે જાતે જ આ માહિતી કેમ નથી જાણી લેતા.

– નબળી તેમજ બીમાર વ્યક્તિના નખમાં આ સફેદ ભાગ ખુબ જ નાનો અને આછો દેખાતો હોય છે. આવી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમજ તેનું શરીર પણ નબળુ હોય છે. સાથે સાથે તેને વારંવાર થાક લાગવાની ફરિયાદ પણ રહે છે, તેમજ પેટની સમસ્યા પણ રહે છે જેમ કે અપચો રહેવો. વળી આવી વ્યક્તિમાં રક્તવિકાર હોવાની પણ શક્યતા રહેલી છે.

image source

– જો તમારી આંગળીઓના નખમાં આ ભાગ ન દેખાતો હોય અને માત્ર અંગૂઠામાં જ દેખાતો હોય તો સમજવું કે તમે બીમાર પડવાના છો અથવા તો કોઈ જૂની બિમારી તમને છે.

– જે લોકોમાં લોહીની ખોટ હોય તેમ જ એનિમિયા હોય તેમની આંગળીઓમાં પણ આ ભાગ નથી દેખાતો હોતો. જો આ ભાગપીળો અથવા ભૂરો દેખાય તો બની શકે કે તમને ડાયાબીટીસ હોય.

– જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેની આંગળીઓના નખ પરનો આ સફેદ ભાગ ધીમે ધીમે આછો થઈ જાય છે. પણ જ્યારે તેની તબિયત સારી થાય ત્યારે ફરી પાછો આ સફેદ ભાગ સ્પષ્ટ અને મોટો થઈ જાય છે.

image source

– એક વાતનું ખાસ ધ્યાન રાખો કે નાના બાળકોમાં આ ભાગ નથી દેખાતો તેઓની ઉંમર વધતાં આ ભાગ સ્પષ્ટ થાય છે.

– આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે નખનો આ સફેદ ભાગ શરીરના અગ્નિ તત્વ વિષે જણાવે છે. જો નખનો આ ભાગ નાનો હોય અથવા દેખાતો ન હોય તો તેને પાચનની તકલીફ હોઈ શકે છે.

image source

– પાચન તંત્રની તકલીફ નબળા મેટાબોલીઝમ તરફ ઇશારો કરે છે. માટે જો તમને પાચનને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે તેનો ઉપાય શોધવો જોઈએ કારણ કે તેનાથી બીજી ઘણી બધી બિમારીઓ થઈ શકે છે.

– જેમના હાથની આંગળીઓમાં નખમાંનો આ નાનકડો સફેદ ભાગ સ્પષ્ટ અને મોટો દેખાય છે, તેટલું જ તેનું સ્વાસ્થ્ય વધારે સારું હોય છે. આવી વ્યક્તિ મજબૂત અને પ્રવૃત્તિશિલ હોય છે. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ