અત્યાર સુધી ફક્ત હોટલમાં અને પ્રસંગમાં જ ખાધું હશે વાઈટ ગ્રેવીનું શાક હવે જાતે જ બનાવો ગ્રેવી…

કોઈ પણ શાક બનાવવા માટે તમને એકમાત્ર રેડ ગ્રેવી બનાવતા આવડતી હોય છે. બહાર રેસ્ટોરન્ટ્સમાં જમવા પણ જાઓ તો પણ રેડ ગ્રેવી કે ગ્રીન ગ્રેવીમાં જ શાક બનાવતા હોય છે. પરંતુ તમે એક પ્રકારના શાક ખાઈને કંટાળ્યા છો, તો આજે ટ્રાય કરો વ્હાઈટ ગ્રેવીમાં બનાવેલ શાક. આ ગ્રેવી તમારા શાકને કંઈક અલગ સ્વાદ આપશે.

વ્હાઈટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી:

1-2 મોટા ચમચા તેલ,
½ ઈંચ દાલચીનીનો ટુકડો,
2 લવિંગ,
2 ઈલાયચી,
½ નાની ચમચી આદુ પેસ્ટ,
2 લીલા મરચા,
સ્વાદ અનુસાર મીઠું,
½ કપ કાજુની પેસ્ટ,
½ કપ દહી,
¼ નાની ચમચી કાળી મિરચી પાવડર,

બનાવવાની વિધી:

• પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખે ગરમ કરો. તેલ ગરમ થવા પર તેમાં ઉપર બતાવેલા તમામ મસાલા નાખી દો. સાથે જ આદુની પેસ્ટ, બારીક કાપેલા લીલા મરચા પણ ઉમેરીને ગેસ પર સાંતળી લો.
• મસાલા સાંતળી લીધા બાદ તેમાં કાજુની પેસ્ટ નાખી દો અને મધ્યમ ગેસ પર પેસ્ટને સતત હલાવતા 3-4 મિનીટ સુધી સાંતળો
• કાજુની પેસ્ટ સાંતળી લીધા બાદ તેમાં દહી મિક્સ કરો અને મસાલાને ઉકળવા દો.
• આ બાદ તેમાં ½ કપ પાણી એડ કરો. ગ્રેવીને સતત હલાવતા રહો, જેથી તે વધુ ઉકળી ન જાય.
• ગ્રેવીમાં હવે કાળા મરચાના પાવડર અને મીઠું ઉમેરો. હવે થોડું પાણી મિક્સ કરીને ગ્રેવે 2 મિનીટ સુધી ધીમા આંચ પર પકાવો. બની ગઈ તમારી ગ્રેવી.
• આ ગ્રેવી કોઈ પણ શાકમાં મિક્સ કરીને બનાવી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ટેસ્ટી ગ્રેવીની રેસીપી દરેક રસોઈની રાણી સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી