વાઇટ આઇલાઇનર – તમે તમારી મેકઅપ કીટમાં સામેલ કરી કે નહિ આ પ્રોડક્ટ…

આ રીતે કરો વાઇટ આઇલાઇનર, સફેદ રંગ ચહેરા પર લગાડશે ચાર ચાંદ

આજના આ સમયમાં બ્યૂટી ઇન્ડસ્ટ્રીમાં દિન-પ્રતિદિન ટ્રેન્ડ બદલાતો રહેતો હોય છે. જો કે આજકાલની જનરેશન અનેક ઘણા પૈસા પણ પાર્લરમાં ખર્ચીને પોતાના લુકને બધા કરતા અલગ કરીને સ્માર્ટનેસ દેખાડવાનું કામ કરતી હોય છે. આમ, એક સમયે ગ્લોસી મેકઅપનો ટ્રેન્ડ હતો ત્યારબાદ ન્યુડ મેકઅપનો ટ્રેન્ડ આવ્યો, જ્યારે હવે ઇલ્યુમિનેટિંગ મેકઅપના ટ્રેન્ડે માઝામૂકી છે. એવી જ રીતે એક સમયે માત્ર જાડું કે પાતળું આઇલાઇનર લગાડવા પર ભાર જમૂકવામાં આવતો હતો. ત્યારબાદ છેલ્લા થોડા સમયથી સ્મોકી આઇઝની બોલબાલા વધીગઈ હતી, જ્યારે જો અત્યારના આ સમયની વાત કરીએ તો હાલમાં વાઇટ આઇલાઇનરનો ટ્રેન્ડ ખૂબ જ છે. આમ, જો તમે પણ વાઇટ આઇલાઇનર ટ્રાય કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.

  • વ્હાઈટ આઇલાઇનરને તમે કેટ આઇ કે ડબલ લાઇનર લુક પણ આપી શકો છો.
  • કેટ આઇના ટ્રેન્ડથી પરિચિત મોટા ભાગની મહિલાઓ આ કામ માટે બ્લેક આઇલાઇનરનો ઉપયોગ કરે છે, પરંતુ તમે ઇચ્છો તો બ્લેક સ્થાને વ્હાઈટ આઇલાઇનર પણ વાપરી શકો છો. લાઇનરનો આ સફેદ રંગ તરત જતમારા ચહેરા પર ચાર ચાંદ લગાડી દેશે અને શિયાળાની ઠંડીમાં કે ઉનાળાની ગરમીમાં એને તાજગી આપશે.
  • જો તમે વ્હાઈટ આઇલાઇનર વાપરવા તૈયાર ન હોવ તો લાઇનરને સ્થાને તમે વાઇટ આઇશેડો સાથે પણ ચહેરાનું મેકઓવર કરી શકો છો. આમ,કોઈ પણ એક શાઇની વાઇટ આઇશેડો લોઅને એને તમારી આંખ પર સરસ રીતે બ્લેન્ડ કરી દો. સફેદ રંગ માત્રથી ચહેરાની શોભા બદલાઈ જશે. આ સાથે આંખની પાંપણનું વોલ્યુમ વધારવા મસ્કરા અથવા ફોલ્સ આઇલેશિસનો ઉપયોગ પણ કરી શકાય.
  • જેઓ બહુ પ્રયોગાત્મક બનવા તૈયાર ન હોયતેઓ માત્ર આંખની અંદરના કોર્નર પર (ટિઅર ડ્રોપ પર) થોડો વાઇટ આઇશેડો લગાડીસામાન્ય બ્લેક આઇલાઇનરનો ઉપયોગ કરે તો પણ ચહેરો દીપી ઊઠશે.
  • તમને ગમે તો એની સાથે આંખની પાંપણને વધુ ભરાવદાર દેખાડવા મસ્કરાનો ઉપયોગ પણ કરી શકો છો. એની સાથે માત્રઇલ્યુમિનેટિંગ ફાઉન્ડેશન અને બોલ્ડ ઓરેન્જ કલરની મેટ લિપસ્ટિક લગાડી દેવામાં આવે તો આખો લુક અત્યંત ક્લાસી અને ગ્લેમરસ બની જાય છે.
  • રાતના સમયની પાર્ટી માટે તમે સાદા વ્હાઈટ લાઇનરના સ્થાને મેટાલિક વાઇટ અથવા સિલ્વર આઇલાઇનરનો ઉપયોગ પણ કરી શકો છો.
  • જો તમારામાં હજી થોડા વધુ પ્રયોગાત્મક બનવાની તૈયારી હોય તો આ જ લુકને વધુ ડ્રામેટિક બનાવવા ડબલલાઇનરનો ઉપયોગ પણ કરી શકાય છે. વળી એ માટે વધુ ખાસ કંઈ કરવાની જરૂર પણ નથી.માત્ર સામાન્ય બ્લેક આઇલાઇનરથી કેટ આઇ બનાવ્યા બાદ એની ઉપર એક પાતળી વાઇટઆઇલાઇનરની રેખા જ બનાવવાની છે. કિટી પાર્ટીમાં કે પછી સ્કૂલ-ફ્રેન્ડ્સનાગેટ-ટુગેધરમાં આ લુક તરત જ બધાનું ધ્યાન તમારી તરફ ખેંચશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી