નવજાત બાળકને તમે ક્યારથી પાણી આપી શકો? વાંચો અને શેર કરો…

ઘણી વખત નવી માતાઓ મુંઝવણમાં રહે છે કે નવજાત શિશુને પાણી પીવડાવે કે નહીં ? આવો જાણીએ આ વિશે કે નવજાત શિશુને પાણી ક્યારે પીવડાવવું શરૂ કરવું જોઇએ.

બાળકની સારસંભાળ વિશે આપ પોતાનાં સંબંધીઓ અને પાડોશીઓ દ્વારા અપાતા અભિપ્રાયોથી પરેશાન અને કન્ફ્યુઝ હશો. આ અભિપ્રાયો સૌના જુદા-જુદા હોઈ શકે છે. પહેલી વખત માતા બનેલી મહિલાઓ તેનાથી ભ્રમિત થઈ શકે છે. આ બધામાં સૌથી મોટુ કન્ફ્યુઝન એ બાબતનું થાય છે કે નવજાત શિશુને પાણી પીવડાવવું ક્યારથી શરૂ કરી શકાય છે ?

આપને સલાહ મળી હશે કે બાળકને ડિહાઇડ્રેશનથઈ બચાવવા માટે પાણી આપવું જોઇએ, પરંતુ હકીકત એ છે કે ઉનાળાની મોસમમાં પણ આપનું બાળક આપનાં દૂધમાંથી પાણીની ઉણપ દૂર કરી લે છે. આપનાં દૂધમાં 88 ટકા પાણી હોય છે કે જે આપનાં બાળક માટે બરાબર છે, પછી મોસમ ભલે કોઈ પણ હોય.

6 માસ કરતા નાના બાળકને પાણી આપવું તેને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેની સૌથી મોટી અસર બાળકને પાણીનો નશો થવો અને પોષણ ન મળવો થઈ શકે છે.

જ્યારે તેનું પેટ ભરેલું હશે, તો તે માતાનું દૂધ નહીં પીવે, કારણ કે ઉસે ભૂખ તો લાગશે નહીં. ધ્યાન રાખો કે બાળકનું પેટ બહુ નાનુ હોય છે. તે માત્ર આપનાં દૂધથી ભરી જશે. તેથી એ જાણવું જરૂરી છે કે નવજાત બાળકને દૂધ ક્યારે પીવડાવવું જોઇએ ?

આ આર્ટિકલમાં અમે આપને આ જ બાબતો જણાવી રહ્યાં છીએ કે નવજાત શિશુ ક્યારે પાણી પીવું શરૂ કરી શકે છે ? આગળ વાંચો.

નવજાત શિશુ

હાલ સ્તનનું દૂધ પુરતું છે. બાળકનાં જન્મનાં થોડાક દિવસોમાં માતાનાં સ્તનમાંથી કોલોસ્ટ્રમ (ગાઢું દૂધ) નિકળે છે. તે તેને હાઇડ્રેટેડ રાખવા માટે પુરતું છે.

આપ જેટલું દૂધ પીવડાવશો, તેટલું જ દૂધ ઉત્પન્ન થશે. તેનાથી બાળકને પાણી પણ વધુ મળશે.

1 દિવસથી ત્રણ મહિના

બાળકોને જન્મનાં 3 માસ સુધી પાણી નહીં આપવું જોઇએ. વધુ પાણી પીવાથઈ ઓરલ વૉટર ઇંટોક્સિકેશન થઈ શકે છે અને તે બાળકનાં મગજ અને હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પાણીથી બાળકનું પેટ પણ ભી જશે અને તે દૂધ નહીં પીવે.

4થી 6 મહિના

આ સમયે પાણી પીવડાવવું નુકસાનકારક નથી, પણ આ ગાળામાં પણ તેની સલાહ નથી અપાતી. સ્તનનાં દૂધથી તેની પૂર્તિ થઈ જશે. દૂધથી પોષણ પણ મળી જાય છે, ભૂખ અને તરસ પણ મટી જાય છે. છતાં દૂધ પીતા બાળકને ઉનાળાનાં દિવસોમાં થોડુંક પાણી પીવડાવી શકાય છે.

6 મહિના કરતા મોટા

6 મહિના કરતા મોટા બાળકને દિવસમાં ઘણી વાર પાણી પીવડાવવું સારૂં છે. જ્યારે બાળક થોડુંક સૉલિડ ફૂડ લેવાનું શરૂ કરે છે, તો દૂધ અને પાણી સૉલિડ ફૂડ સાથે થોડુંક આપી શકાય છે, પરંતુ 6 મહિના સુધીનાં બાળકને સ્તનપાન કરાવવું યોગ્ય છે.

6 માસથી ઓછી વયનાં બાળકને પાણી પીવડાવવાનાં નુકસાન

જ્યારે આપને જાણ થઈ ગઈ છે કે બાળકને પાણી ક્યારે પીવડાવવું, તો આ વાતોનું ધ્યાન રાખો. બાળકને વધુ પાણી પીવડાવવાથી દૂધ અને બૅબી ફૂડનું પોષણ બરાબર નહીં મળે. જ્યારે બાળકનું ફૂડ બનાવો, તો તેનાં પર લખેલા નિર્દેશો ધ્યાનથી વાંચો. જણાવેલી પાણીની માત્રા જ નાંખો.

પાણીનો નશો

વધુ પાણીની આદતથી વૉટર ઇન્ફેક્શન થઈ શકે છે. શરીરનું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બગડવાથી આવું થાય છે. વધુ પાણીથઈ સોડિયમનું કૉન્સન્ટ્રેશ ઓછું થશે. તેનાથી ઓડેમા અને ફુલાવો થશે. તેથી તેમને 6 માસ પહેલા પાણી આપવું યોગ્ય નથી.

માતાનું દૂધ જ સૌથી શ્રેષ્ઠ !

પ્રયત્ન કરો કે 6 માસ સુધી બાળક માત્ર માતાનું દૂધ જ પીવે. બાળકને સ્તનપાન ઓછું કરાવવાથી ડાયરિયા, ન્યુમોનિયા જેવી પ્રાણઘાતક બીમારીઓ બાળકને થઈ શકે છે.

સૌજન્ય : બોલ્ડ સ્કાય

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે અને મદદગાર થાવ.. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી