આ બધી જ મોટી બીમારીઓને કોઇ દવાથી નહિં પણ આ જ્યૂસ પીને કરી દો કંટ્રોલમાં, થઇ જશે રાહત

ઘઉંના જ્વાર એટલે કે ઘઉંના નાના છોડ જેની પર લીલા કૂણાં પાન હોય છે. ઘઉંના જ્વારમાં શુધ્ધ લોહી બનાવવાની અદ્દભૂત શક્તિ હોય છે. એટલે જ ઘઉંના જ્વારના રસને લીલું લોહી પણ કહે છે. સ્વાસ્થ્યવર્ધક અને ચિકિતસકીય ગુણોથી ભરપૂર ઘઉંના જ્વારને વ્હિટગ્રાસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફક્ત એક આયુર્વેદિક ઔષધી જ નથી પરંતુ ઉત્તમ આહાર પણ છે.

image source

ઘઉંના જ્વારને આપણે જ્યુસ, પાઉડર અને ટેબ્લેટના રૂપમાં પણ લઈ શકીએ છીએ. પણ દરરોજ તાજુ જ્યુસ પીવાથી વધારે ફાયદા મળે છે. રોજ વ્હિટગ્રાસનો જ્યુસ પીવાથી શરીરમાં સ્ટેમીના અને એનર્જી વધી જાય છે. આ સાથે જ કેન્સર, સુગર, સંધિવા જેવા અનેક રોગોના ઉપચાર કરવા માટે પણ મદદ મળી રહે છે. વ્હિટગ્રાસમાં ૧૭ પ્રકારના અમીનો એસિડ, એન્ઝાઇમ, વિટામિન અને પ્રોટીન હોય છે. જે શરીરની મૃત કોશિકાઓને નવજીવન આપે છે અને શરીરનું પીએચ બેલેન્સ સંતુલિત રાખે છે.

image source

વ્હિટગ્રાસ જ્યુસ પીવાના ફાયદા:

-વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર:

image source

વ્હિટગ્રાસમાં મોટાભાગના બધા વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. વ્હિટગ્રાસમાં વિટામિન એ, બી, સી, ઈ અને કે વિટામિનની સાથે જ બધા પ્રકારના અમીનો એસિડ્સ પણ મળી આવે છે.

-ત્વચાને જવાન રાખે છે.:

image source

પ્રાકૃતિક ન્યુટ્રીશન અને એન્ટિઓક્સિડન્ટથી ભરપુર વ્હિટગ્રાસ આપને જલ્દી ઘરડા થવા દેતું નથી. રોજ વ્હિટગ્રાસનો જ્યુસ પીવાથી સ્કીન હાઇડ્રેટ થઈ જાય છે. તેમજ ચહેરા પરના દાગ, ખીલના ધબ્બા અને કરચલીઓને પણ સાફ કરે છે. આપ વ્હિટગ્રાસના જ્યુસનો સીધો પ્રયોગ ચહેરાના દાગ, ધબ્બાને દૂર કરવા માટે પણ કરી શકો છો.

-વાળને કાળા કરે છે.:

image source

સમય પહેલા સફેદ થતા વાળને કાળા કરવા માટે રોજ વ્હિટગ્રાસનું જ્યુસ પીવાથી લાભદાયક રહે છે. જો વાળમાં રુસીની સમસ્યા હોય તો આપ આ રસથી વાળ ધોઈને ૧૫ મિનિટ પછી શેમ્પૂ કરવાથી રુસી ખતમ થઈ જાય છે.

-હિમોગ્લોબીન વધારો.:

image source

આ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પણ વધારે છે, જેનાથી શરીરમાં નવું લોહી બને છે. તેમજ આ નવું લોહી જુના લોહીને ડિટોક્સ કરે છે. સાથે સાથે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ વધી જાય છે.

ડાયાબિટીઝ કંટ્રોલ કરે છે.:

image source

વ્હિટગ્રાસનો પાઉડર ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક હોય છે. આ કાર્બોહાઇડ્રેટના અવશોષણમાં વાર ઉતપન્ન કરીને બ્લડસુગરના સ્તરને વિનિયમિત કરવામાં મદદ કરે છે. આ રીતે તે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.

-કેન્સરનો ઉપચાર.:

image source

કેન્સરનો ઉપચાર કરવા માટે વ્હિટગ્રાસ જ્યુસ પીવું એ રામબાણ ઈલાજ જેવું કામ કરે છે. વ્હિટગ્રાસમાં રહેલ ક્લોરોફિલ રેડીએશનના હાનિકારક પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે વ્હિટગ્રાસ કેન્સરના દર્દીઓને કિમોથેરપી કે રેડીઓથેરપી દરમિયાન કેન્સરના દર્દીઓને લેવા માટેની સલાહ આપે છે. ઉપરાંત આ જ્યૂસ પીવાથી કેન્સરના દર્દીના શરીરમાં રહેલા કેન્સરના સેલ્સ જલ્દી નાશ પામે છે અને નવા અને સારા સેલ્સને બનવામાં મદદ કરે છે.

-જાડાપણું:

image source

વ્હિટગ્રાસ જ્યુસ આપને ભોજન પચાવવામાં ખૂબ મદદ કરે છે. ભોજન જલ્દી પચી જવાથી આપ જાડાપણાનો શિકાર બનશો નહિ.

-પેટની તકલીફ:

image source

વ્હિટગ્રાસમાં અલ્કલાઇન તત્વ હોય છે જે આપને અલ્સર, ડાયેરિયા અને ગેસ્ટ્રોઇટેસ્ટાઈનલ પ્રોબલ્મથી બચાવે છે. આ બધી બીમારીઓ પેટથી જોડાયેલી છે. અલ્સર ફૂડ પાઇપથી શરૂ થતા તે આપના પેટને નુકસાન પહોંચાડે છે.

-એનિમિયા:

વ્હિટગ્રાસમાં ૭૦% ક્લોરોફિલ હોય છે. જે શરીરમાં લોહીની ઉણપને બેલેન્સ રાખે છે. આનો રસ નિરંતર પીવાથી આપને એનિમિયા જેવી સમસ્યાનો સામનો નહિ કરવો પડે.

-બ્લડપ્રેશર:

image source

વ્હિટગ્રાસ બ્લડ આર્ટરીજની બ્લોકેજને સાફ કરીને બ્લડપ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તેનું સેવન બ્લડ સેલ્સની સંખ્યામાં પણ વધારો કરે છે.

-કબ્જ:

આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં મેગ્નેશિયમની ઉણપ દૂર થાય છે. જેના કારણે આપને આંતરડા અને કબ્જની તકલીફમાં રાહત મળે છે.

-ડેન્ડ્રરફ:

ઘઉંમાં રહેલ મિનરલ્સ અને ક્લોરોફિલ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ રસ પીવાથી જ્યાં વાળ અંદરથી મજબૂત બને છે તો તેને માથાના મૂળમાં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે.

image source

-અર્થરાઈટીસ:

આર્થરાઈટીસના કારણે જે શરીરમાં સોજો પેદા થાય છે તેને ઓછો કરવાની ક્ષમતા વ્હિટગ્રાસના જ્યુસમાં હોય છે. આ સાથે જ આ રસને સોજાવાળી જગ્યા પર બાંધવાથી દુખાવો અને સોજામાં ખૂબ રાહત મળે છે.

-દાંતની તકલીફ:

image source

વ્હિટગ્રાસ મોંથી જોડાયેલી તકલીફોને પણ દૂર કરવામાં મદદ કરે છે. પાયોરિયા, દાંતમાં દુખાવો અને મોંમાંથી આવતી બદબુ જેવી તકલીફમાં વ્હિટગ્રાસનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે.

-આંખોની રોશની વધારે છે.:

જો આપ ચશ્મા પહેરો છો કે જો આપની આંખોની રોશની ઓછી થવા લાગી હોય તો આપે વ્હિટગ્રાસના જ્યૂસને ઓછામાં ઓછો અડધો ગ્લાસ અઠવાડિયામાં બે વાર પીવો જોઈએ. જેથી આપની આંખોની રોશની બની રહે, આ જ્યુસમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોવાથી આપની આઈસાઈટને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

image source

વ્હિટગ્રાસ જ્યુસ બનાવવાની રીત.:

  • -આઠ થી દસ ઘઉંની જ્વારને મૂળથી કાપીને સારી રીતે ધોઈ લો. હવે તેને પીસીને રસ કાઢી લો.
  • -ઘઉંની પત્તિઓને પીસી લીધા પછી તેને ચોખ્ખા કપડામાં લઈને નીચોવી લેવો. આપ જ્યુસ કાઢવાની મશીનનો પણ ઉપયોગ કરી શકો છો.
  • -વ્હિટગ્રાસ જ્યુસ કાઢી લીધા પછી રાખી મૂકવું નહિ. તેને તરત જ પી જવું. એક ખાસ વાતનું ધ્યાન રાખવું. આ જ્યુસને ચાની જેમ સિપ સિપ કરીને પીવું. એકસાથે એક જ ઘૂંટમાં બધું જ્યુસ પીવું નહિ.
  • -જ્યુસ કાઢતી વખતે તેમાં આમળા, લીમડો, ગળો, તુલસી, મધ અને આદુ પણ નાખી શકાય છે. આનો પ્રયોગ કરવાથી જ્યુસ વધુ ગુણકારી બની જાય છે.
  • -આ જ્યુસમાં આપ થોડું પાણી પણ ઉમેરી શકો છો. પણ ધ્યાન રાખવું કે આ જ્યુસમાં મીઠું અને લીંબુ બિલકુલ નાખવા નહીં.
image source

ઘઉંના જ્વારનો રસ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.:

  • -ઘઉંના જ્વારનો રસ કાઢતી વખતે ધ્યાન રાખવું કે જવારનો જડનો સફેદ ભાગ કાપી નાખવો. આ સફેદ ભાગને જ્યુસ બનાવવા માટે લેવો નહિ. લીલા પાનવાળા ભાગનો જ જ્યુસ બનાવીને પીવું હિતાવહ છે. જે જ્વાર આપ રસ માટે લો છો તેને પહેલા ધોઈ લેવા ત્યારબાદ જ રસ કાઢવો. ઉપરાંત રસ માટેના જ્વારની ઊંચાઈ વધુમાં વધુ પાંચ થી છ ઇંચ હોવી જરૂરી છે.
  • -આ રસ પીવાના અડધો કલાક પહેલાં કઈ જ ખાવું નહીં તેમજ આ રસ પીધા પછીના અડધો કલાક પણ કંઇજ ખાવું નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ