ઘઉંના જવારા : વિટામીન, પ્રોટીન અને બીજા અનેક પોષકતત્વોનો ભંડાર છે આ જરૂર ઉપયોગમાં લેવું જ જોઈએ…

પૃથ્વી પર અત્યાર સુધીમાં જાણમાં આવેલાં ૧૦૨ જેટલાં ખનીજતત્ત્વો, ૧૯ પ્રકારનાં એમિનો એસિડ તથા વિટામિન અ-ઇ-ઈ-ઉ-ઊ અને ઊં પણ તેમાં ભરપૂર પ્રમાણમાં છે. તેમાં પ્રોટીન પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે અને રેસાતત્ત્વો (ફાઈબર) પણ મળે છે. ટેલિવિઝન પર આવતી વિવિધ સુપર ફૂડ્સની લાંબીલચ્ચ જાહેરખબરોમાં એટલા બધા દાવાઓ હોય છે અને તેની પ્રોડક્ટસની સંખ્યા, તેનું પ્રેઝન્ટેશન એટલાં હોય છે કે અસલી કુદરતી સુપરફૂડ્સને પણ ક્યારેક આપણે અવગણીએ છીએ.


ઘઉંના જવારા એક આવું જ સુપર ફૂડ છે. પૃથ્વી પર અત્યાર સુધીમાં જાણમાં આવેલાં ૧૦૨ જેટલાં ખનીજતત્ત્વો, ૧૯ પ્રકારનાં એમિનો એસિડ તથા વિટામિન અ-ઇ-ઈ-ઉ-ઊ અને ઊં પણ તેમાં ભરપૂર પ્રમાણમાં છે. તેમાં પ્રોટીન પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે અને રેસાતત્ત્વો (ફાઈબર) પણ મળે છે. આપણા આયુર્વેદ ગ્રંથોમાં ઘઉંના જવારાનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે. સવાર-સાંજ એક-એક ચમચી જવારા પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્ત્વો મળી રહે છે. માન્યામાં ન આવતું હોય તો વાંચો ‘ગ્રીન ગોલ્ડ’ એટલે કે ‘લીલા સોના’ તરીકે ઓળખાતા જવારાના વૈજ્ઞાનિક દૃષ્ટિએ સાબિત થયેલા ફાયદાઓની આ યાદી.


* જવારાનો પાઉડર શરીર માટે અપ્રતિમ એનર્જિનો સ્રોત બની રહે છે, તેનાં સેવનથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

* જવારા એ અન્ય કોઈ પણ શાકભાજી કે ફળફળાદિ કરતાં બહેતર છે, કારણ કે માનવશરીરને જરૂરિયાત હોય તેવાં એકસો કરતાં વધુ પોષકતત્ત્વો તેમાંથી મળી રહે છે. જો ઓર્ગેનિક પદ્ધતિથી તેનું ઉત્પાદન થાય તો તેમાં પૃથ્વી પરનાં ૧૦૨ મિનરલ્સમાંથી ૯૨ જેટલાં મિનરલ્સ આવી જાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમથી માંડીને આયર્ન, ઝિન્ક, પોટેશિયમ, ફોસ્ફરસ જેવાં અનેક તત્ત્વો તેમાં આવી જાય છે.

* જવારાના સેવનથી શરીરની કોઈ પણ પ્રકારની નબળાઈ દૂર થાય છે.

* જવારાનો પાઉડર નિયમિત લેવામાં આવે તો તેમાં એવા તત્ત્વો છે કે જેનાથી રક્તકણોની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે, હિમોગ્લોબિનની ટકાવારી વધે છે.

* કોઈ અકસ્માત વગેેરેને કારણે શરીર ઈજાગ્રસ્ત થયું હોય તો જ્વારાનો પાઉડર તેમાં ઉત્તમ કામ આપે છે. તેના સેવનથી શરીરમાં ઘા ઝડપભેર રુઝાય છે.


* જવારાનો પાઉડર નિયમિત લેવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા એકદમ ધીમી થઈ જાય છે. ખાસ કરીને નાની ઉંમરે થતી સફેદ વાળની સમસ્યામાં એ ઉત્તમ કામ આપે છે.

* જવારાના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કાબૂમાં રાખી શકાય છે.

* ઘઉંના જવારામાં એવાં તત્ત્વો છે જેના કારણે આખા શરીરના કચરાની સફાઈ થઈ જાય છે. શરીરનાં ઝેરી તત્ત્વોને એ શરીરની બહાર કાઢી નાખે છે.

* ત્વચા અને કરચલી જેવી બાબતોમાં પણ જ્વારાનો પાઉડર ઉત્કૃષ્ટ સાબિત થઈ શકે છે. ત્વચા પર એ નવી રોનક લઈ આવે છે અને કરચલીઓ દૂર કરે છે.

* ખીલ જેવી સમસ્યા કે અન્ય ચર્મરોગનું મૂળ કારણ શરીરની અંદરનો બગાડ હોય છે. જવારાનો પાઉડર સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે અને તેનો કાયમી ઈલાજ કરે છે.

* જવારાના રસ કરતાં પણ તેનો પાઉડર-ટેબ્લેટ વગેરે ઉત્તમ ગણાય છે, કારણ કે રસ કાઢ્યા પછી તત્ક્ષણ તેનું સેવન કરવું પડે છે. બહારગામ જવાનું થાય, ઊઠવામાં વહેલું-મોડું થાય તો રસ નિયમિત લઈ શકાતો નથી. જવારાના પાઉડરમાં જવારાના રસના લગભગ ૯૬ ટકા ગુણો અકબંધ રહે છે. તેથી પાઉડર-ટેબ્લેટ એક સુગમ, સરળ અને રસ કરતાં સસ્તો વિકલ્પ છે.

* વૈજ્ઞાનિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે નુકસાનકારક બેક્ટેરિયા પર જ્વારા દ્વારા કાબૂ મેળવી શકાય છે.

* જવારામાં રહેલું ક્લોરોફિલ શરીર માટે ચમત્કારિક કાર્ય કરે છે. તેના કારણે લિવરને ખાસ્સો ફાયદો થાય છે.

* જવારામાં રહેલું મેગ્નેશિયમ શરીર માટે અદ્ભુત કાર્ય કરે છે. તેનાથી જૂની કબજિયાતની સમસ્યાથી પણ કાયમી રાહત મેળવી શકાય છે.

* નિયમિત જ્વારાનો પાઉડર લેવાથી દાંતનો સડો પણ દૂર થાય છે. પેઢાની મજબૂતી વધે છે.

* વૈજ્ઞાનિક પરીક્ષણોમાં એ પણ પુરવાર થયું છે કે જવારાનો રસ નિયમિત લેવામાં આવે તો શરીરમાંથી આવતી દુર્ગંધ (બૉડી ઑડર) પણ દૂર થાય છે.


* જવારાના પાઉડરમાં રહેલા એમિનો એસિડ્સના ઊંચા પ્રમાણને કારણે શરીરમાં કોષોનું નવનિર્માણ બહુ ઝડપથી વધે છે. એન્ઝાઈમ્સને લીધે યૌવન પણ જળવાયેલું રહે છે, અકાળે વૃદ્ધત્વ અટકે છે.

* વિદેશી-એલોપથી દવાઓનાં કારણે શરીરમાં જે ઝેર એકઠું થયું હોય છે તેને જ્વારામાં રહેલું લિક્વિડ ક્લોરોફિલ દૂર કરે છે. ક્લોરોફિલને લીધે જવારા તમને ડાયાબિટીસ કાબૂમાં રાખવામાં પણ મદદ કરે છે.

* એક્ઝિમા કે સોરાઈસિસ જેવા ચામડીનાં દર્દોમાં પણ જ્વારા બહુ મદદરૂપ નીવડે છે. જવારાના નિયમિત ઉપયોગ થકી સોરાઈસિસને પૂર્ણત: કાબૂમાં રાખી શકાય છે. વાસ્તવમાં રક્તવિકારને કારણે થતા કોઈ પણ રોગમાં તેનો ઉપયોગ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

* ધૂમ્રપાન કે ઝેરીલા વાયુને લીધે ફેફસાંમાં જે ચાંદાં પડી ગયાં હોય કે કાર્બન મોનોકસાઈડને લીધે ફેફસાંને જે નુકસાન થયું હોય તેને ઠીક કરવામાં જ્વારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. ધૂમ્રપાન છોડ્યા પછી પણ લાંબા ગાળા સુધી તેની અસર ફેફસાં પર રહે છે. જવારા આવા કિસ્સામાં ખાસ્સા ઉપયોગી છે.


* જવારાના પાઉડરના અનેક ઉપયોગ છે. ગળું ખરાબ હોય તો પાઉડરમાંથી જ્વારાનો જ્યુસ બનાવી તેના કોગળા કરી શકાય. મોંની દુર્ગંધ દૂર કરવા તેના પાઉડરને થોડો ચાવવો અને પછી થૂંકી કાઢવો. આ ઉપાય અકસીર સાબિત થાય છે.

* કૅન્સર જેવી ગંભીર બીમારી સામે પણ જવારાનો પાઉડર જબરદસ્ત રક્ષણ આપે છે. શરીરની ગાંઠ ઓગાળવાની તેનામાં પૂરેપૂરી ક્ષમતા છે. પ્રથમ કે બીજા સ્ટેજના કૅન્સર સામે તો એ અકસીર ગણાય છે.

* જવારા એક ઉત્તમ ઔષધ છે. તેના નિયમિત સેવનથી ઊંઘ બહુ સારી આવે છે. આખા શરીરને પુન:જીવન આપવાની તેની શક્તિને લીધે શરીરમાં એક નવી જ ચેતનાનો સંચાર થાય છે.

* શરીરમાં કોઈ પ્રકારની ખંજવાળ હોય તો એ જ્વારાથી દૂર થઈ શકે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો આવા ચર્મરોગ થવાની નોબત જ આવતી નથી.

* સેક્સ લાઈફ માટે, તંદુરસ્ત સેક્સ લાઈફ માટે જવારા આશીર્વાદરૂપ છે. તેનાથી ફર્ટિલિટીમાં વધારે થતો હોવાનું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છે.

* હાર્ટની બીમારીમાં પણ જવારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. જ્વારામાં રહેલું જઘઉ નામનું તત્ત્વ રેડિયેશનથી પણ શરીરનું રક્ષણ કરે છે.

* જવારાથી શરીરનો રક્તપ્રવાહ યોગ્ય રીતે થતો રહે છે. તેમાં રહેલું ક્લોરોફિલ આ પ્રક્રિયા બહુ સરળ અને કાર્યક્ષમ બનાવે છે.

* જાણીતા ન્યુટ્રિશનિસ્ટ ડૉ. બર્નાર્ડ જેન્સને સાબિત કર્યું છે કે જ્વારા પચાવવામાં શરીરને માત્ર થોડી ક્ષણોનો સમય લાગે છે અને તે પચાવવા શરીરને બહુ ઓછો શ્રમ પડે છે.

* બધા ગ્રીન પ્લાન્ટની માફક જવારામાં પણ ભરપૂર ઑક્સિજન છે, સ્વાભાવિક રીતે જ તે મગજના કોષોને ચેતનવંતા રાખવામાં મદદરૂપ નિવડે છે.

* જવારામાં શરીરનું ઝેર દૂર કરવાનાં જે તત્ત્વો છે તેવા પૃથ્વી પરની બીજી એકપણ વનસ્પતિમાં નથી. ગાજરના રસને શરીરનું ઝેર દૂર કરવા માટે ઉત્તમ મનાય છે. પણ ડૉ. એન્ન વિગ્યોરનાં સંશોધનમાં તારણ નીકળ્યું છે કે જવારામાં ગાજર, કોબી વગેરે કરતાં ચાલીસ ગણા વધુ પ્રમાણમાં આવાં તત્ત્વો મળી રહે છે.


* એક ચમચી જવારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં ૫૦૦ ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને ‘સંપૂર્ણ આહાર’ ગણવામાં આવે છે.

* ઘઉંના જવારામાં વિટામિન-સી સંતરાં કરતાં બમણું છે અને વિટામિન-એ ગાજર કરતાં ડબલ માત્રામાં છે. વિટામિન બી-૧૨ માત્ર બે જ શાકાહારી વસ્તુમાંથી મળે છે – જેમાંથી એક છે – ઘઉંના જવારા.


* જવારાના રસ વચ્ચે અને પાઉડર વચ્ચે ઘણો તફાવત છે. રસ ગાળવામાં આવે ત્યારે તેમાંથી રેસા (ફાઈબર) અને અન્ય અનેક તત્ત્વો દૂર થઈ જાય છે. ઘઉંના જવારા જો ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં ન આવ્યાં હોય તો તેમાં અનેક જંતુનાશકો અને ધાતુઓ ભળી જાય છે. રસ કાઢ્યા પછી તાત્કાલિક તેનું સેવન કરી લેવું પડે છે. પાઉડર તો કોઈ જ પ્રિઝર્વેટિવ વગર એક વર્ષ રહે છે.

* ઘઉંના જવારા સ્ત્રીની પ્રજનનશક્તિમાં ભરપૂર વધારો કરે છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે એ ઉત્તમ છે અને પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે તે પ્રકૃતિના આશીર્વાદ છે. સ્ત્રીની અનેક પ્રકારની સમસ્યાઓનો તે એક રામબાણ ઈલાજ છે.

* આયુર્વેદ જેને ‘કાયાકલ્પ’ કહે છે – તે પ્રક્રિયા માટે જ્વારા અકસીર છે, એ આખા શરીરને નવજીવન બક્ષે છે. હાથ-પગ કે શરીર તૂટતું હોય તો જ્વારા તેમાં પણ ઉપયોગી છે.

લેખક : કિન્નર આચાર્ય

જો આપ સૌ ને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જન હિતાર્થ આગળ વધારજો !!