કમાલના છે WhatsAppના આ 3 ફિચર્સ, જે જાણતાની સાથે જ તમે કુદવા લાગશો ઘરમાં…

સોશ્યલ મીડિયા એક એવું સ્થાન છે જેનાથી લગભગ બહુ ઓછા લોકો જ અળગા રહી શક્યા હશે. ઘણા લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ ફક્ત ટાઇમ પાસ કરવા માટે જ કરતા હોય છે તો ઘણા ખરા લોકો તેનો ઉપયોગ નવું જાણવા માટે પણ કરતા હોય છે.

image socure

શું તમે એક વ્હોટ્સએપ યુઝર છો અને નિયમિત વ્હોટ્સએપ વાપરતા હોવ તો પણ કદાચ તમને વ્હોટ્સએપના બધા ફીચર્સ વિશે માહિતી ન હોય તેવું પણ બને. કારણ કે વ્હોટ્સએપ સમયાંતરે તેના યુઝર્સની સુવિધા માટે અને સારા એક્સપિરિયંસ માટે નવા ફીચર્સ અપડેટ કર્યા કરે છે. વ્હોટ્સએપનો ઉપયોગ હવે દેશ અને દુનિયામાં પ્રોફેશનલ સ્વરૂપે પણ થવા લાગ્યો છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને વ્હોટ્સએપના અમુક એવા ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અંગે જાણીને તમને પણ થશે કે વ્હોટ્સએપના આ ફીચર્સ તો જોરદાર છે.

શેયર કરી શકાય છે લાઈવ લોકેશન

image socure

જો તમે કોઈ અજાણી જગ્યાએ જઈ રહ્યા છો અને ત્યાંના રસ્તાઓ વિશે તમને જાણ નથી તો તમે જે તે જગ્યાએ રહેલા વ્હોટ્સએપ યુઝર્સને તેનું લાઈવ લોકેશન મોકલવા જણાવી શકો છો. આમ કરવાથી તમે કોઈપણ વ્યક્તિને પૂછ્યા વિના કે માર્ગદર્શન મેળવ્યા વિના લોકેશનને ફોલો કરીને જે તે જગ્યાએ પહોંચી શકો છો. આ ફિચર્સની ખાસિયત એ છે કે તેમાં જે તે લાઈવ લોકેશન મોકલનાર વ્યક્તિ એ સ્થાને કેટલા સમય માટે છે તે પણ જણાવી શકે છે. આ ફિચરમાં 15 મિનિટથી લઈને 8 કલાક સુધીનો સમય સેટ કરી શકાય છે. એટલું જ નહીં લાઈવ લોકેશન મોકલનાર જે તે વ્યક્તિ તમને લોકેશન મોકલ્યા બાદ એ પણ જણાવી શકે છે કે તે હાલ ક્યા સ્થાને છે.

સારી ક્વોલિટીનો ફોટો મોકલવો

image socure

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જો આપણે કોઈને વ્હોટ્સએપ દ્વારા કોઈ ફોટા મોકલીએ છીએ ત્યારે સામે પક્ષે એ ફોટાની ક્વોલિટી નબળી મળે છે અને તેની અસલ ગુણવત્તા બગડી જાય છે. જો કે આમ ન થાય તે માટે પણ વ્હોટ્સએપમાં એક જબરદસ્ત ફીચર્સ છે જેના વિશે મોટાભાગના યુઝર્સ નથી જાણતા.

image soucre

જો તમે અન્ય વ્હોટ્સએપ યુઝરને ઓરીજીનલ ક્વોલિટી ધરાવતો ફોટો મોકલવા ઇચ્છતા હોય તો તમારે વ્હોટ્સએપ સેન્ડ ઓપશનમાં જઈને ફોટોને બદલે ડોક્યુમેન્ટ ઓપશનને સિલેક્ટ કરવું અને ત્યાંથી જે ફોટો મોકલવાનો હોય તેને સિલેક્ટ કરીને સેન્ડ કરવાનો રહેશે. આમ કરવાથી સામેની વ્યક્તિને ફોટો ઓરીજીનલ ક્વોલિટીમાં મળશે. જો કે તે ફોટાની સાઈઝ થોડી મોટી હશે પણ તેની ક્વોલિટી નહિ બગડે.