શું તમે વોટ્સએપ યુઝ કરો છો? તો આ છે એક સારા સમાચાર, જલદી જાણી લો તમે પણ

તાજેતરમાં આખી દુનિયા કોરોના વાયરસ સંક્રમણ મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે મોટાભાગના દેશોએ પોતાના દેશોમાં લોકડાઉનની ઘોષણા કરી દીધી છે. જેમાં ભારત દેશ પણ સામેલ છે. ત્યારે હવે નોકરી, ધંધા, રોજગાર કરતી વ્યક્તિઓએ ફરજિયાતપણે ઓનલાઈન ઘરે રહીને કામ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે ઘણી વાર મીટીંગ પણ હવે ઓનલાઈન વિડીયો કોલિંગની મદદથી કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. પણ આ ઓનલાઈન વિડીયો કોલિંગમાં પણ કેટલીક મર્યાદાઓ આવી રહી છે જેવી કે, મર્યાદિત સંખ્યામાં જ વ્યક્તિઓ આવી મીટીંગમાં ભાગ લઈ શકે છે.

image source

જેના કારણે વધારે વ્યક્તિઓ એકસાથે ભાગ લઈ ના શકવાના કારણે મોટાભાગે યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવામાં ઘણો સમય લાગે છે. જેના નિવારણ રૂપમાં વોટ્સએપ ટુંક સમયમાં જ એક નવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેની મદદથી વિડીયો કોલિંગનો અનુભવ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. ખરેખરમાં અત્યારે વોટ્સ એપ કંપનીમાં મેસેન્જર રૂમનું પ્રાયોગિક ધોરણે તપાસ ચાલી રહી છે.

આ મેસેન્જર રૂમ વેબ વર્ઝન તરીકે પણ પ્રસ્તુત કરવામાં આવી શકે છે. WABetainfoએ ટ્વીટ કરતા જણાવે છે કે, નજીકના થોડાક સમયમાં વોટ્સ એપ વેબ પર ટૂંક સમયમાં જ મેસેન્જર રૂમનું ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે. વોટ્સ એપ તરફથી આ નવું ફીચર લોન્ચ કર્યા પછી એકસાથે ૫૦ વ્યક્તિઓ ઓનલાઈન વિડીયો કોલિંગનો આનંદ માણી શકશે.

image source

મેસેન્જર રૂમ શું છે.?

મેસેન્જર રૂમ એક એવી જગ્યા છે જેમાં પ્રાઈવેટ સ્પેસ લીંકને શેર કરવાથી વિડીયો કોલિંગ કરી શકો છો. જે વ્યક્તિઓ ફેસબુકનો ઉપયોગ નથી કરી રહ્યા તેવા વ્યક્તિઓ પણ આ મેસેન્જર રૂમમાં જોડાઈ શકશે. ફેસબુક તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, વોટ્સ એપમાં એક શોર્ટકટ ફીચર આપવામાં આવશે. આમ કરવા માટે એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.20.139 પર પ્રાયોગિક ધોરણે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

એવું જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં જ Ios એપ માટે પ્રસ્તુત કરવામાં આવી શકે છે, પણ અત્યારે તેનો શોર્ટકટ વોટ્સએપ વેબ માટે રજુ કરાવવામાં આવી શકે છે. તેમજ આ ફીચર તૈયાર થઈ ગયા પછી કેવું જોવા મળશે અને કેવી રીતે કાર્ય કરશે તે બતાવવા માટે WABetainfo એ પોતાની તરફથી કેટલાક સ્ક્રીન શોટ [પણ શેર કરવામાં આવ્યા છે.

image source

આ રીતે કામ કરશે વોટ્સ એપનું નવું ફીચર.:

Whatsapp વેબ પર આ મેસેન્જર રૂમને શોર્ટકટ કી એટેચ વાળા વિકલ્પ સાથે મળી શકે છે. આ ફીચર રોલઆઉટ થઈ ગયા પછી વોટ્સ એપમાં યુઝર્સને એટેચ વિકલ્પમાં ઈમેજ,કોન્ટેક્ટ જેવા વિકલ્પની સાથે જ એકદમ નીચે મેસેન્જર રૂમનો ઓપ્શન જોવા મળી શકે છે.

તેમજ વોટ્સ એપમાં મેસેન્જર રૂમનો અન્ય એક ઓપ્શન મુખ્ય મેનુમાં પણ આપવામાં આવશે. મેઈન મેનુમાં યુઝર્સને ‘New Group’, ‘’Archeived’, ‘Starred’ જેવા વિકલ્પ ઉપલબ્ધ હોય છે તેની સાથે પણ જોવા મળી જશે.

image source

આપને જણાવીએ કે, જયારે આપ મેસેન્જર રૂમ ક્રિએટ કરશો ત્યારે વોટ્સ એપ આપને મેસેન્જર પર રીડાયરેક્ટ કરવા માટે પૂછી શકે છે. અત્યારે આ ફીચર મેસેન્જર રૂમ ડેવલપમેન્ટ સ્તર પર કામ થઈ રહ્યું છે. તેમજ આ ફીચરની અપડેટ તારીખ વિષે કોઈ જાણકારી મળી શકી નથી. પણ જાણવા મળી રહ્યું છે કે, ટૂંક સમયમાં જ આ નવા ફીચર મેસેન્જર રૂમને Whatsapp webની સાથે જ Ios, એન્ડ્રોઇડ સીસ્ટમ માટે પણ રજુ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ