એક કરતા વધારે ફોનમાં WhatsApp યુઝ કરવુ છે? તો વાંચી લો આ સિક્રેટ ટ્રિક

WhatsApp માં મળશે મલ્ટી ડિવાઇસ સપોર્ટની ફેસિલિટી, હવે એકથી વધારે ફોનમાં ચાલશે WhatsApp !!

WhatsApp તેના પ્લેટફોર્મમાં એક પછી એક ફેરફાર કરતું રહેતું હોય છે. તેના કારણે વ્હોટ્સએપ્પ વાપરનારા ઘણા બધા યુઝર્સ તેનાથી આકર્ષાતા હોય છે.

વ્હોટ્સએપ્પ એ પાછળ થોડાક દિવસોમાં તેના ફીચર્સ માં ઘણા બધા ફેરફાર કર્યા છે. તેમાંથી જ એક ફિંગરપ્રિન્ટ લોક ફીચરને કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યું છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

image source

હવે કંપની તેમના યુઝર્સને મલ્ટી ડિવાઇસ પ્લેટફોર્મ આપવા જઈ રહી છે. તે સિવાય હાલમાં જ વ્હોટ્સએપ્પએ તેના IOS યુઝર્સ માટે ગ્રુપ સ્ટીકર નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું હતું.

વ્હોટ્સએપ્પમાં મળશે મલ્ટી ડિવાઇસ સપોર્ટ!

image source

અત્યાર સુધી તમને વ્હોટ્સએપ્પ ચલાવવામાં ફક્ત એક જ ડિવાઇસ નો સપોર્ટ મળતો હતો એટલે કે તમે એક થી વધારે સ્માર્ટફોન કે ડિવાઇસમાં વ્હોટ્સએપ્પ નહોતા ચલાવી શકતા.

જો કે વ્હોટ્સએપ્પ ની માળાથી બીજા ડિવાઇસમાં વ્હોટ્સએપ્પ ચલાવવું શક્ય હતું. પરંતુ, હવે તમે તમારા વ્હોટ્સએપ્પને એક થી વધુ ડિવાઇસમાં પણ ચલાવી શકશો.

image source

WABetainfo ની એક રિપોર્ટ પ્રમાણે કંપની તેના આ નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે અને થોડા સમયમાં તેને લોન્ચ પણ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર Whatsapp Beta વર્જન ૨.૯.૧૨૦.૨૦ માં મલ્ટી ડિવાઇસ સપોર્ટ ઉપલબ્ધ હશે.

રિપોર્ટના પ્રમાણે આ નવા ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને એક રજિસ્ટ્રેશન કે વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે. તે કોડને બીજા ડિવાઇસમાં નાખ્યા બાદ તમે તમારા વ્હોટ્સએપ્પને એક થી વધારે ડિવાઇસમાં વાપરી શકશો.

image source

એક જ વારમાં ડિવાઇસમાં ચાલશે વ્હોટ્સએપ્પ!!

આ ફીચરમાં જો આપ જાતે પણ પોતાના વ્હોટ્સએપ્પ એકાઉન્ટને એક થી વધારે વાર લોગીન કરવાનો પ્રયત્ન કરશો તો પણ તમારે વેરિફિકેશન કોડ તો નાખવો જ પડશે.

image source

તેમ કર્યા બાદ જ તમારું વ્હોટ્સએપ્પ બીજા કોઈ ડિવાઇસમાં ચાલુ થઇ શકશે. જો કે એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચરનો ઉપયોગ એક વારમાં એક જ ડિવાઇસમાં કરવામાં આવશે.

તેનો મતલબ એ થયો કે તમે તમારા વ્હોટ્સએપ્પને બીજા ડિવાઇસમાં લોગ ઈન તો કરી શકશો પણ એક વાર માં એક જ ડિવાઇસમાં વ્હોટ્સએપ્પ ચલાવી શકશો મતલબ કે બીજા ડિવાઇસમાં લોગ ઈન કરતા પહેલા તમારે પહેલા ડિવાઇસમાં થી લોગ આઉટ કરવું પડશે અને એ પછી જ આપ બીજા ડિવાઇસમાં વ્હોટ્સએપ્પ વાપરી શકશો.

image source

જો કે આ ફીચરના આવ્યા બાદ પણ તમારી ચેટ એન્ડ – ટુ – એન્ડ એન્ક્રિપ્ટેડ જ રહેશે. પરંતુ, આ ફીચર ક્યારે લોન્ચ થશે તેના વિષ કોઈ સત્તાવાર ઘોષણા થઇ નથી.

તમને એ પણ જણાવી દઈએ કે ફેસબુકમાં એવું થી હોતું. ફેસબુક એકાંઉટ ખોલવા માટે તમે એક વારમાં એક કરતા વધારે ડિવાઇસમાં તમારું ફેસબુક એકાઉન્ટ વાપરી શકો છો

image source

તેના કારણે વારે ઘડીયે ફેસબુક એકાઉન્ટની હેક થવાની ખબર આવતી રહેતી હોય છે. વ્હોટ્સએપ્પ માં આ સમસ્યાથી બચવા માટે સિક્યોરિટીને વધારે મજબૂત કરવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ