રાશિના આધારે જાણો કયો છે તમારો luckiest નંબર

રાશિના આધારે જાણો કયો છે તમારો luckiest નંબર

ગ્રહોની બદલતી ચાલ હોય કે સૂર્યની સ્થિતિ આપણે હંમેશા એ વાત જાણવા આતુર રહીએ છીએ કે તેનાથી આપણા જીવનમાં શું પ્રભાવ પડશે. આજે તમને અહીં જાણવા મળશે કે તમારી રાશિના આધારે તમારા માટે કયો નંબર લકી છે અને કયો નંબર તમને પ્રભાવિત કરી શકે છે.

મેષ

image source

આ રાશિનો સ્વામી મંગળ છે જેના કારણે આ રાશિના લોકો ઊર્જાથી ભરપૂર, સાહસી અને રોમાંચ પસંદ કરનારા હોય છે. આ જાતકો નવું નવું જાણવા ઉત્સુક પણ હોય છે. આ રાશિના જાતકો માટે લકી નંબર 6, 18, 41, 77, 83 છે. આ અંક તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે અને સમસ્યાઓમાંથી બહાર આવવા મદદ કરી શકે છે.

વૃષભ

 

image source

આ જાતકો રોમાંટિક, લોજિકલ અને કઠિન પરિસ્થિતઓમાંથી ધીરજ રાખી બહાર આવવાની વૃત્તિ ધરાવે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકો માટે શુભ અંક 5, 35,50, 57 અને 82 છે.

મિથુન

image source

આ રાશિના જાતકોને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. તેમને આધ્યાત્મિક પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. તેમના માટે 1,10, 18, 35 અને 86 અંક લાભકારી છે.

કર્ક

image source

આ રાશિના જાતકોની છઠ્ઠી ઈંદ્રીય સક્રિય હોય છે. તે કોઈપણ ઘટનાનું પુર્વાનુમાન ઝડપથી કરી શકે છે. તેઓ કલ્પનાશીલ વ્યક્તિ હોય છે. આ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકો માટે લકી નંબર 1, 21, 24, 58 અને 66 છે.

સિંહ

image source

આ રાશિનો સ્વામી પણ સૂર્ય છે તેના કારણે તે ઉદાર, ઈમાનદાર અને ઉત્સાહી હોય છે. તેઓ જે વસ્તુ વિશે સકારાત્મકતાથી વિચારે છે તે તેમને મળી જાય છે. તેમના માટે લકી નંબર 6, 24, 39, 59 અને 83 હોય છે.

કન્યા

image source

આ રાશિના લોકો પોતાના સંરક્ષકની ભૂમિકામાં હોય છે. તેમની અંદર અન્યની મદદ કરવાની ભાવના પ્રબળ હોય છે. તેઓ સહજ અને સારો વ્યવહાર કરવાનો ગુણ ધરાવે છે. આ રાશિના લોકો માટે 16, 29, 79, 80 અને 90 શુભ અંક છે.

તુલા

image source

આ રાશિના લોકોની સમાજમાં ઓળખ સારી હોય છે. લોકો તેના ચાર્મ અને સુંદરતાથી પ્રભાવિત રહે છે. શુક્ર આ રાશિનો સ્વામી છે. આ રાશિના જાતકો માટે 7, 20, 55, 77 અને 86 અંક લાભકારી છે.

વૃશ્ચિક

image source

આ રાશિના લોકો રહસ્યમયી હોય છે. તેમને સ્વતંત્ર રહેવું ગમે છે. આ રાશિના જાતકો માટે 27, 29, 45, 53 અને 89 અંક શુભ છે.

ધન

image source

આ લોકો સાહસી, આશાવાદી પરંતુ થોડા બેદરકાર હોય છે. આ લોકો માટે 6, 16, 23, 60 અને 81 અંક શુભ છે.

મકર

image source

મકર રાશિના લોકો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોગ્ય રસ્તો પસંદ કરે છે. તેઓ સહાયક અને વિશ્વાસપાત્ર હોય છે. જો કે તેઓ સ્વભાવના જીદ્દી હોય છે. આ લોકો માટે 3, 21, 66, 83 અને 84 અંક શુભ છે.

કુંભ

image source

કુંભ રાશિના લોકો સહનશીલ, શાંત અને મિત્રતા કેળવતો સ્વભાવ ધરાવે છે. જો કે જરૂર પડે ત્યારે તે આક્રમક પણ થઈ જાય છે. આ રાશિના જાતકો માટે 17, 40, 46, 61 અને 76 અંક શુભ છે.

મીન

image source

આ લોકો સતર્ક અને આશાવાદી હોય છે. તેમના માટે શુભ અંક 8, 10, 27, 56 અને 69 અંક શુભ સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ