પીત જેવા અનેક દોષોને દૂર કરવા તમારે કેવુ પીવુ જોઇએ પીણું, જાણો તમે પણ

આયુર્વેદ પ્રમાણે તમારા માટે કયું પીણું છે સ્વાસ્થ્યપ્રદ છે તે જાણો.

જાણો તમારા દોષ પ્રમાણે તમારે કયું પીણું પીવું જોઈએ

સૌ પ્રથમ તો તમારા શરીર પ્રમાણે યોગ્ય દોષની પસંદગી કરો

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે આયુર્વેદ એ આપણા શરીર માટે ઉત્તમોત્તમ ઔષધીય વિજ્ઞાન છે. આયુર્વેદનો ઉપયોગ છેલ્લા 3000 વર્ષથી થઈ રહ્યો છે અને હવે તે માત્ર ભારત પુરતો જ મર્યાદીત નથી રહ્યો પણ વિશ્વના ખૂણે ખૂણે પ્રચલિત થયો છે.

image source

આયુર્વેદ એ કોઈ જટીલ દાક્તરી વિજ્ઞાન નથી અને તે શરીરને અત્યંત લાભપ્રદ પણ છે, અને માટે જ કેટલાક લોકો એલોપથીની જગ્યાએ આયુર્વેદીક ઉપચારો જ અપનાવાનો આગ્રહ રાખે છે.

આયુર્વેદ બે વસ્તુઓ પર આધારીત છે – તમારી જીવનશૈલીમાં ફેરફાર અને કુદરતી સારવાર. બીજી બાબત તમારા માટે એ જાણવી જરૂરી છે કે આયુર્વેદ એ માત્ર દવાઓ પુરતું જ સિમિત નથી તેમા તમારા ખોરાક પર પણ ધ્યાન આપવામાં આવે છે.

image source

આજે અમે તમને જણાવીશું કે તમારા શરીરના સ્વભાવ પ્રમાણે તમારે કેવા પીણા પીવા જોઈએ. તમારા શરીરના દોષને કયું પીણું અનુકુળ આવે છે.

સૌ પ્રથમ તો ત્રણ પ્રકારના દોષો વિષે જાણો.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, મનુષ્યના શરીરમાં ત્રણ પ્રકારના તત્ત્વો રહેલા હોય છે જેને દોષ કહેવાય છે. આ ત્રણ દોષ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે જરૂરી છે કારણ કે તેમના વચ્ચેના સંતુલનથી જ તમે સ્વસ્થ રહી શકો છો.

image source

તમારા શરીરમાં ત્રણ પ્રકારના દોષ હોય છે – વાત, પિત્ત અને કફ. આયુર્વેદમાં જ્યારે ક્યારેય પણ કોઈ વ્યક્તિની સારવાર કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ તો તેનો દોષ નક્કી કરવામાં આવે છે.

દોષ એક પ્રકારનો સ્વાસ્થ્યનો પ્રકાર છે જેના આધારે આયુર્વેદ દ્વારા તમારા ખોરાક એટલે કે ડાયેટ, તમારો વ્યાયામ તેમજ તમારી ઔષધીઓ નક્કી કરવામાં આવે છે.

જાણો તમારા દોષ અને પીણા વચ્ચે શું સંબંધ છે

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે પૃથ્વી પરના કોઈ પણ જીવ માટે પાણી એ અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે.

પાણીની પુરતી જરૂરીયાત તમારા સારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. પણ જો તમે પાણી સીવાય પણ બીજા કોઈ પીણા પીતા હોવ તો તમારે તેની પસંદગી તમારા દોષ પ્રમાણે કરવી જોઈએ.

જે રીતે ત્રણ પ્રકારના દોષ હોય છે તેવી જ રીતે તેને અનુરૂપ ત્રણ પ્રકારના પીણા પણ હોય છે

વાત દોષ

image source

વાત દોષ બે તત્ત્વોનો બનેલો છે અવકાશ અને હવા, તેનો અર્થ થાય કે તે બીજા દોષો કરતાં શુષ્ક છે. જે લોકો આ પ્રકારના દોષ ધાવતા હોય તેમણે બીજાઓ કરતાં વધારે પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ.

તમે તમારા શરીર માટે જરૂરી પ્રવાહીને પાણીની સાથે સાથે બીજા ફળો, શાકભાજી તેમજ અન્ય પીણા સાથે બેલેન્સ કરી શકો છો. જે લોકો આ પ્રકારના દોષમા આવતા હોય તેઓનું બંધારણ પાતળુ હોય છે અને તેઓ પ્રમાણમાં વધારે ઉત્સુક અને કલ્પનાશીલ હોય છે.

image source

વાત દોષ ધરાવતી વ્યક્તિએ કેવા પીણા પીવા જોઈએ

તેમણે હર્બલ ટી, ફ્રૂટ, ફ્રૂટ જ્યૂસ તેમજ શાકભાજીનો જ્યૂસ પીવો જોઈએ તેમજ સીડ મિલ્ક પીવું જોઈએ.

વાત દોષ ધરાવતી વ્યક્તિએ કેવા પીણા અવગણવા જોઈએ

image source

આવા લોકોએ કાળી ચા, ગ્રીન ટી, કાર્બોનેટેડ ડ્રીંક્સ, કોફી તેમજ અન્ય કેફિનેટેડ પીણા ટાળવા જોઈએ.

પીત દોષ

આ દોષ આગ સાથે સંબંધ ધરાવે છે જે એન્ડોર્સિન, મેટોબોલિક અને ડાઇજેસ્ટીવ સિસ્ટમ પર અંકુશ રાખે છે. પિત્ત દોષને મધ્યમ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.

image source

પિત્તને તમે મીઠા તેમજ કડવા અને એસ્ટ્રેજન્ટ સ્વાદ દ્વારા બેલેન્સ કરી શકો છો.

જે તમને ફળો તેમજ શાકભાજીમાંથી મળે છે. જે લોકો આ પ્રકારનો દોષ ધરાવતા હોય તેમને ખુબ ઠંડી લાગે છે, તેઓ મધ્યમ બંધારણ ધરાવે છે અને તેમની ત્વચા પર સરળતાથી ખીલ થતાં હોય છે.

પિત્ત દોષ ધરાવતી વ્યક્તિએ કેવા પીણા પીવા

image source

આ પ્રકારનો દોષ ધરાવતી વ્યક્તિએ નાળિયેર તેલ, લીલા શાકભાજીના રસ, તેમજ કેરી, બોર, જામફળ જેવા મીઠા ફળના રસ પીવા જોઈએ આ ઉપરાંત તેઓ જાસૂદ, લવન્ડર, ગુલાબ તેમજ જાસમીનનું સેવન પણ કરી શકે છે.

પિત્ત દોષ ધરાવતી વ્યક્તિએ કેવા પીણા અવગણવા જોઈએ

આ દોષ ધરાવતી વ્યક્તિએ બીયર, વાઇન તેમજ બીજા એસિડિક પિણાઓ કે જેનાથી શરીરમાં પિત્ત વધે તેવા પિણા અવગણવા જોઈએ.

કફ દોષ

image source

કફ એ જળ અને પૃથ્વી તત્વ ધરાવે છે. માટે જ આ પ્રકારનો દોષ ધરાવતી વ્યક્તિને ઓછા પાણીની જરૂર પડે છે. કફ દોષ ધરાવતી વ્યક્તિ પ્રમાણમાં ઠંડી એટલે કે શાંત હોય છે, નમ્ર અને ક્ષમાશીલ હોય છે.

કફ દોષ ધરાવતી વ્યક્તિએ કેવા પીણા પીવા જોઈએ

આ પ્રકારનો દોષ ધરાવતી વ્યક્તિએ ગરમ, બ્લેક કે ગ્રીન ટી, શાકભાજીના રસ, મેથી, આદુ, તજ, ઇલાઇચી વિગેરેમાંથી બનતી ચા પીવી જોઈએ.

image source

તેમણે ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દોષ ધરાવતી વ્યક્તિઓ ઓછા પ્રમાણમાં કેફિનેટેડ પીણું પણ લઈ શકે છે.

કફ દોષ ધરાવતી વ્યક્તિએ શું ન પીવું જોઈએ

image source

આ દોષ ધરાવતી વ્યક્તિએ દૂધની બનાવટની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, સાથે સાથે તેમણે સીડ્સ મિલ્ક પણ ન પીવું જોઈએ અને વધારે પડતું ગળ્યુ પીણું પણ ન પીવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ