જલ્સા કરોને જેંતીલાલ

જાણો શું છે મંત્રની શક્તિ, તેના દિવ્ય તરંગોથી થાય છે ચમત્કારી અસર, જાણો તમે પણ

મંત્રોના દિવ્ય તરંગોથી થાય છે ચમત્કારી અસર, જાણો શું છે મંત્રની શક્તિ

image source

મંત્રમાં શબ્દોનો એક ખાસ ક્રમ હોય છે જે ઉચ્ચારિત થાય ત્યારે એક ખાસ પ્રકારનું સ્પંદન થાય છે. આ સ્પંદન વ્યક્તિને પ્રભાવિત કરે છે. ખાસ કરીને કાનમાં પડતા કેટલાક શબ્દો ખાસ પ્રકારની તરંગો ઉત્પન્ન કરે છે. તેમાંથી ખાસ પ્રકારની તરંગોને આપણે સાંભળી શકીએ છીએ જ્યારે વધારે ઓછી આવૃતિવાળી તરંગોને આપણે સાંભળી શકતા નથી.

image source

વ્યક્તિની સાંભળવાની ક્ષમતા 20થી 20 હજાર કંપન પ્રતિ સેકન્ડની હોય છે. તેનો અર્થ એ નથી કે અન્ય તરંગ પ્રભાવી નથી. જે સાંભળી શકાતું નથી તે તરંગો પણ સાંભળી શકવા વ્યક્તિ સક્ષમ હોય છે.

જેમકે કેટલાક પ્રાણી અને માછલીઓ ભૂકંપની તરંગોની પહેલાથી જ સમજી શકે છે. તેમના વ્યવહારમાં આવતા પરીવર્તનથી જાણી શકાય છે કે ભૂકંપ આવવાનો છે.

image source

મંત્રોની તરંગ પણ સૂક્ષ્મ હોય છે. મંત્રોચ્ચાર કરવાથી તે વ્યક્તિની ચારે તરફ ફેલાઈ જાય છે. હવે આ વાત વ્યક્તિ પર આધાર રાખે છે કે તે પોતાની જાતને મંત્રને ગ્રહણ કરવા યોગ્ય બનાવી શકે છે કે નહીં. કારણ કે મંત્રના ધ્વનિ તરંગો ઉપરાંત વ્યક્તિની શ્રદ્ધા પણ અસર કરતી હોય છે. સ્થૂળ ધ્વનિ તરંગો ઉપરાંત એવી તરંગો પણ ઉત્પન્ન થાય છે જેને આપણા કાન ગ્રહણ કરી શકતા નથી.

image source

ભાવ તેમજ અર્થ સમજ્યા વિના મંત્ર જાપ કરવાથી લાભ થતો નથી. મંત્રનું ઉચ્ચારણ યોગ્ય શબ્દો સાથે મને મનના ભાવ સાથે કરવું જરૂરી છે. ભાવ તેમજ અર્થ વિના તેનો પાઠ કરવો નિરર્થક છે. તેનો પ્રભાવ પણ પડતો નથી.

મોટાભાગના લોકો મંત્ર જાપ કરે છે પરંતુ તેનો અર્થ સમજતા નથી અથવા તો તેઓ તેનું ઉચ્ચારણ બરાબર કરતાં નથી. જેના કારણે મંત્રજાપનું ફળ પણ તેમને મળતું નથી. આમ થવાથી લોકોનો વિશ્વાસ મંત્ર પરથી ઊઠી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મંત્રમાં અપાર શક્તિ હોય છે.

image source

મંત્ર સાધના જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેનો પ્રભાવ જાતકના જીવન પર તુરંત પડે છે. મંત્રમાં ચમત્કારી શક્તિ હોય છે જેનો લાભ લેવા માટે તેનો સાચો અર્થ જાણી લેવો અને સમર્થ ગુરુથી દીક્ષા સહિત મંત્રની જાણકારી મેળવવી જરુરી છે.

image source

મંત્રોનો લાભ લેવા માટે અન્ય એક બાબત જરૂરી છે જે છે એક ગુરુ. સારા ગુરુ વિના મંત્રોનું ઉચ્ચારણ, લય તેમજ જાપ-વિધિ વિશે જાણવું મુશ્કેલ છે. ગુરુ દ્વારા જણાવેલા મંત્રોનો યોગ્ય રીતે નિયમપૂર્વક તેમજ શ્રદ્ધાથી જાપ કરવામાં આવે તો તેનાથી લાભ અચૂક થાય છે.

image source

મંત્ર જેમ અલગ અલગ હોય છે તેમ તેની સાધના કરવાની રીતે પણ અલગ અલગ હોય છે. અલગ અલગ મંત્રથી મળતા ફળ પણ અલગ હોય છે. મંત્ર ચૈતન્ય તેમજ દિવ્ય ઉર્જાથી યુક્ત હોય છે પરંતુ તમામ મંત્રોમાં સૌથી વધુ પ્રભાવી મંત્ર ગુરુ પાસેથી પ્રાપ્ત થયા હોય તે ગણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version