બીજા દેશોમાં નમસ્તે કહેવાની સ્ટાઈલ જાણીને તમે ચોંકી જશો, વાંચો અને જાણો…

ભારત એવો દેશ છે, જ્યાંની સંસ્કૃતિ અને સભ્યતા આખી દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે ભલે ભારતીય લોકો પશ્ચિમી પહેરવેશ અને રહેણીસહેણીને અપનાવવા લાગ્યા છે, પરંતુ ભારતની સ્ટાઈલ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. જેમ કે, એક સભ્યતાની વાત કરીએ તો, આપણે ભારતીયો જ્યારે પણ કોઈને મળીએ છીએ, ત્યારે તેમને નમસ્તે કરીએ છીએ. આપણો નમસ્તે કરવાનો અંદાજ એકદમ અલગ હોય છે, પંરતુ તમને બતાવી દઈએ કે, બીજા દેશોમાં નમસ્તે કરવાનો અંદાજ પણ કંઈ ઓછો નથી.

જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને મળે છે, તો તેઓ એકબીજાને નમસ્તે કહે છે, જ્યારે કે વિદેશમાં તેઓ એકબીજાને હલ્લો કહે છે. શિષ્ટાચાર જ સૌથી પહેલી ઓળખ હોય છે. જે રીતે દુનિયાની દરેક દેશમાં રહેણીસહેણી, રીતિરિવાજની અલગ અલગ રીત હોય છે, તે રીતે જ કોઈને વેલકમ કરવાની રીત પણ અલગ અલગ હોય છે. આજે અમે તમને કેટલાક દેશોની નમસ્તે કરવાની સ્ટાઈલ કેવી છે તે બતાવીશું.

તિબ્બત

ભારતના લોકો ઘર આવતા મહેમાનોનું સ્વાગત હાથ જોડીને કરે છે અને નમસ્તે બોલે છે. તો બીજી તરફ તિબ્બતના લોકો મહેમાનોને મળવા પર જીભ બહાર કાઢીનું તેમનું અભિવાદન કરે છે.

ન્યૂઝીલેન્ડજો તમે ન્યૂઝીલેન્ડ ફરવા જવા માંગો છો, તો ત્યાંની નમસ્તે કરવાની સ્ટાઈલ જરૂરી શીખી લેજો. ત્યાંની ખાસ પરંપરા છે કે, હોન્ગીની સાથે બે લોકો એકબીજાને મળે છે. એટલે કે તેઓ એકબીજાનું નાક રગડે છે. તેમજ તેઓ એકબીજાના માથાને માથુ પણ ટચ કરાવે છે. આવું કરવા પાછળ તેમનુ માનવુ છે કે તેઓ એકબીજાના શ્વાસ લાંબા સુધી ચાલે તેવી દુઆઓ કરે છે.

જાપાનજાપાનના લોકો જ્યારે એકબીજાને મળે છે ત્યારે સામસામે ઝૂકીને અભિવાદન કરે છે. આ રીતની અલગ અલગ ઓળખ છે. જો સંબંધી કે કોઈ મિત્રને મળી રહ્યા છે, તો જાપાનીઓ તેને સાઈકિરેઈ કહે છે. અથવા જો કોઈ બિઝનેસ ડીલ માટે મળી રહ્યા છે, તો તેઓ તેને કિરેઈ કહીને સંબોધન કરે છે.

ફિલીપાઈન્સ

ફિલીપાઈન્સના લોકો પોતાના મહેમાનોનુ સ્વાગત બહુ જ દિલચસ્પ રીતે કરે છે. અહીં ઊંમરમાં નાના લોકો પોતાની મોટી ઉંમરના લોકોનો હાથ પોતાના માથા પર રગડે છે. તેના માટે મોટાઓ પણ નાનાઓને પ્રેમથી અભિવાદન કરે છે. તેઓ તેમને માનો પો કહીને આર્શીવાદ આપે છે.

આ ઉપરાંત મલેશિયાના લોકો હળવેકથી હાથ મેળવે છે અને બાદમાં હથેળીઓથી પોતાના દિલ પર હાથ રાખે છે. ગ્રીકમાં પુરુષો દ્વારા એકબીજાના ખભા પર હાથ મૂકીને તેમને અભિનંદન કહેવામા આવે છે. તો બીજી તરફ, બેલ્જિયમમા એકબીજાના ગાલ પર કિસ કરીને તેમને ગ્રીટ કરવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી