કોરોના સામેની લડાઈના હીરો એવા સફાઈ કર્મચારી પર લોકો દ્વારા પુષ્પવર્ષા કરીને કર્યો આભાર વ્યક્ત

કોરોના સામેની લડાઈના હીરો એવા સફાઈ કર્મચારી પર લોકો દ્વારા પુષ્પવર્ષા કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો

સમગ્ર દેશમાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી સાત દિવસ સંપૂર્ણ શિષ્તથી પુર્ણ થઈ ગયા છે. હવે બીજું અઠવાડિયું શરું થયું છે. આવા સંજોગોમાં લોકો ઘરે રહીને કોરોના વાયરસ સામે લડી રહ્યા છે તો બીજી બાજુ કેટલાક એવા હીરોઝ છે જેમના ફરજ બજાવ્યા સિવાય આ જંગમાં લડી જ ન શકાય અને તે હીરોઝ છે, પેરામેડિકલ સ્ટાફ એટલે કે ડોક્ટર્સ, નર્સો તેમેજ તેમની સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓ અને બીજાછે સફાઈ કર્મચારીઓ કે જેઓ આપણી આસપાસના વિસ્તારોને ચોખ્ખા રાખી રહ્યા છે અને આપણને વાયરસથી બચાવી રહ્યા છે.

image source

સોશિયલ મિડિયા પર અવારનવાર આપણા આ યોદ્ધાઓની વિવિધ રીતે સરાહના કરવામાં આવી રહી છે અને તેમનો આભાર પણ માનવામાં આવી રહ્યો છે, કેટલાક લોકો પોતાના કોલોનીના ડોક્ટર્સનો તાળીઓ વગાડીને આભાર માની રહ્યા છે તો કેટલાક કંઈક બીજી રીતે પોતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આવું જ તાજેતરમાં પંજાબના નાભામાં બન્યું છે.

image source

અહીંની એક કોલોનીમાં એક સફાઈ કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યો છે એટલે કે ઘરે ઘરેથી કચરો લઈ રહ્યો છે, ત્યારે લોકોએ તેનો આભાર વ્યક્ત કરવા તેના માટે માત્ર તાળીઓ જ ન વગાડી પણ તેના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, માત્ર તેટલું જ નહીં પણ તેને રૂપિયાની નોટોનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. હાલ આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ વિડિયો પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. મુખ્ય મંત્રીએ આ વિડિયો ટ્વીટ કરીને લોકોના ખૂબ વખાણ કર્યા હતા. અને તેમણે લોકોને આહવાન કર્યું હતું કે અન્ય લોકો પણ તેમાં જોડાય અને આપણા યોદ્ધાઓને આજ રીતે પ્રોત્સાહિત કરે.

તમને જણાવી દઈએ કે સમગ્ર દુનિયામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 8 લાખ ઉપર જતી રહી છે અને મૃતકોની સંખ્યા 43000કરતાં પણ વધી ગઈ છે. ઇટાલી, અમેરિકા, બ્રીટેન, સ્પેન તેમજ ઇરાનની સ્થિતિ અત્યંત ગંભીર છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પોઝીટીવ કેસનો આંકડો 1637 સુધી પહોંચી ગયો છે અને 38 લોકોના મૃત્યુ થયા છે. જો કે 133 લોકોને સાજા કરીને રજા પણ આપી દેવામાં આવી છે. કોરોના સામેની લડત માત્ર કોઈ એક જૂથની નથી પણ સમગ્ર માનવજાતીની છે જેને બધાએ મળીને જ જીતવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ