વજન ઘટાડવાથી લઇને પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવામાં અક્સીર છે એલચી, જાણો અને લો આ રીતે ઉપયોગમાં

આપણા બધાના ઘરમા એલચી સરળતાથી મળી રહે છે. તેનો આપણે વાનગીનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરીએ છીએ. તેને આપણે ખીર, પુલાબ અને શિરામાં નાખીએ છીએ તેથી તેનો સુગંધ અને સ્વાદમાં વધારો થાય. તેનાથી વાનગીની સુગંધ એટલી સારી આવે છે કે, તે ઘરના બધા ખૂણામા પહોંચી જાય છે અને તમારી ભૂખ વધારે છે. એક અભ્યાસ પરથી જાણવામાં આવ્યું છે કે આનાથી બીજા પણ ઘણા લાભ થાય છે.

image source

આ એક નાની વસ્તુ આપણને ઘણી રીતે મદદ કરે છે તેનાથી ઘણી સમસ્યા દૂર થાય છે. આનાથી આપણે સરળતાથી વજન ઘટાડી શકીએ અત્યારના વ્યસ્ત જીવનમાં કોઈ પાસે સમય નથી કે તે તેના માટે થોડો સમય કાઢી શકે અને ખોટી ખાણી પીણી અને બેઠાડું જીવનને કારણે આપણે મેદસ્વીતાનો ભોગ બનીએ છીએ.

image source

તેનાથી અનેક સમસ્યા થાય છે અને ઘણી બીમારી થવાનું જોખમ પણ વધે છે. આનાથી પેટની આજુબાજુ રહેલી વધારાની ચરબીને ઓગાળી શકો છો. તે વધારે રહેલું કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત જો આપણે એક જગ્યાએ વધારે બેસી રહીએ છીએ તેનાથી આપના પેટની આજુબાજુ વધારે ચરબી જમા થવા લાગે છે. તેનાથી મેદસ્વીતા આવવા લાગે છે અને તેનાથી આપણા દેખાવને અને આત્મવિશ્વાસને તેનાથી નુકશાન થાય છે.

image source

તેનાથી આપણે સુંદર અને આકર્ષક લાગતાં નથી. તેનાથી આપના આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. લીલી એલચીને આ પેટની આજુબાજુ રહેલી વધારાની ચરબી ઓછી કરી શકે છે તેનાથી આપણે પાતળા અને સુંદર દેખાઈ શકીએ છીએ. આ સિવાય આનાથી આપણે હ્રદયને લગતી અનેક સમસ્યા પણ દૂર કરી શકીએ છીએ તેનાથી હ્રદય રોગનું જોખમ રહેતું નથી.

image source

આપણા આયુર્વેદ પ્રમાણે જોઈએ તો આ નાની અને લીલી એલચી આપના શરીરમાં રહેલ વધારાના અને ઝેરીલા તત્વો શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. આ પદાર્થ શરીરમાં રક્તના પ્રવાહમાં જે અડચણ આવે તેને દૂર કરવામાં અને આપના શરીરમાં ઉરજાનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. આના માટે સૌથી ઉત્તમ વિકલ્પ છે એલચીની ચા.

image source

તમને પેટ સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યા હોય જેમકે, અપચો, ગેસ અને કબજિયાત તો આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આનાથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે. આના લીધે આ લીલી એલચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ વિકારની દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જો પાચનતંત્ર સારુ હોય તો તે વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે.

image source

પેટમાં કબજિયાત અને ગેસની તકલીફ જે લોકોને રહેતી હોય તેવા લોકોને આનાથી ઘણા લાભ થઈ શકે છે. આનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. આનાથી હેડકીની તકલીફ પણ દૂર થઈ શકે છે. તેનાથી આપણે ચિંતા અને તણાવ મુક્ત થઈ શકીએ છીએ. આને રાતે દૂધમાં નકહીને પીવાથી આપણને ઊંઘ સારી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત