મિત્રો, આજે આ લેખમા આપણે વધારે પડતા વજન અને તેના કારણે રોજીંદા જીવનમા થતી અમુક સમસ્યાઓ વિશે ચર્ચા કરીશુ. અહી આજે આ લેખમા આપણે એક યુવતીના અનુભવ વિશે વાત કરીશુ. આ યુવતી તેના કોલેજકાળ દરમિયાન એકદમ પાતળા હતા અને તેમનુ શરીર પણ એકદમ સપ્રમાણ હતુ.

તેમની કોલેજ પૂર્ણ થયા પછી તેમના લગ્ન થયા અને એક બાળક થયા પછી તેમનુ શરીર એકાએક ખૂબ જ વધવા લાગ્યુ. બીજી પ્રસૂતિ પછી તો તેમનુ વજન એટલી હદ સુધી વધી ગયુ કે, તેમનુ શરીર સાવ બેડોળ બની ગયુ. પેટ, કમર અને છાતીનો ભાગ ખુબ જ વધારે પ્રમાણમા વધી ગયો. વજનને નિયંત્રણમા લાવવા માટે અવારનવાર પ્રયત્નો કર્યા પછી પણ તેમને કોઈ વિશેષ પરિણામ મળ્યુ નહિ.

ત્યારબાદ તેમણે સ્થૂળતાને દૂર કરવા માટે એક પ્રયોગ હાથ ધર્યો, જેના વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશુ. આ યુવતીના મત મુજબ જો તમે થોડા દૃઢનિશ્ચય અને પ્રયત્ન સાથે કોઈંપણ ઉપચાર અજમાવો તો તમે તમારી ઈચ્છા મુજબ તમારા વજનને નિયંત્રણમા લાવી શકશો.

આજે આ લેખમા અમે તમને જે ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ તે વધારે નહી પરંતુ, એક થી દોઢ કિલો વજન ખુબ જ સરળતાથી અને ઓછા સમયમા ઘટાડી શકો. જો તમે એકસાથે વજન ઘટાડવાનો પ્રયાસ કરો છો તો તમારે અનેકવિધ શારીરિક સમસ્યાઓ અને આડઅસરોનો સામનો કરવો પડશે માટે ધીમે-ધીમે વજન ઘટાડવા માટેનો આ ઉપાય સર્વશ્રેષ્ઠ છે.

આપણે ઘણીવાર જોઈતા હોઈએ છીએ કે, ઘણા લોકો વજન વધવાનું વરદાન લઈને આવ્યા હોય છે એટલે કે, એમનુ વજન અન્ય લોકોની સાપેક્ષે ખુબ જ વધુ ઝડપથી વધી જતુ હોય છે. આની પાછળ અનેકવિધ કારણ જવાબદાર હોય શકે છે જેમકે, વારસાગત, ધીમી ચયાપચયની ક્રિયા, માનસિક તણાવ વગેરે હોય શકે છે.
જે કોઈપણ વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તેમણે આ માટેનો કાર્યક્રમ સવારે ઊઠવાથી જ ચાલુ કરવો જોઈએ. જેમ કે, શૌચક્રિયા પતાવી ત્યારબાદ એક થી બે ગ્લાસ જેટલુ તાજુ પાણી પીવુ. જો તમે ઈચ્છો તો તેમા અડધુ લીંબુ નીચોવી એકાદ ચમચી મધ નાખીને પણ તેનુ સેવન કરી શકો છો.

આ સિવાય જો વહેલી સવારે ચા પીવાની આદત હોય તો મલાઈ કાઢેલા ખૂબ જ પાતળા દૂધની ઓછી ખાંડવાળી અડધો કપ ચા પણ પી શકો છો અને તેની સાથે એક ખાખરો ખાઈ શકો છો. વહેલી સવારે બે-ત્રણ કિલોમીટર ચાલવાનુ રાખો. પરસેવો વળે એ રીતે ચાલવુ. આ સિવાય દોરડા કૂદવા, યોગાસન વગેરે કસરતો ઉંમર અને શારીરિક સ્થિતિનો વિચાર કરીને આશરે ૨૦ મિનિટથી શરૂ કરીને ૩૦-૪૦ મિનિટ સુધી કરવી.

આ સિવાય બપોરના સમયે ભોજનમા પાતળી દાળ, માખણ વગરની પાતળી છાશ, બાફેલુ નમક વગરની સબ્જી, કાચુ કચુંબર વગેરે ખાવુ. આ સિવાય બપોરે જમ્યા પછી ક્યારેય પણ ઊંઘવુ નહીં કારણકે, આયુર્વેદમા બપોરની ઊંઘને વજન વધારનારી કહેવામા આવે છે. વિશેષ ધ્યાન એ રાખવુ કે, વજન ઘટાડવા ઈચ્છતી વ્યક્તિઓએ બપોરે ઊંઘવાની સખત મનાઈ છે. ફક્ત ગરમીની ઋતુમા તમે બપોરે થોડો આરામ કરી શકો પણ ઊંઘવાનુ તો નહીં જ.

આ સિવાય રાત્રિ ભોજનમા કોરી રોટલી કે ભાખરી તથા તેલ અને નમક વગરનાં શાકભાજી લઈ શકો છો, જો તમે નિરંતર થોડા દિવસ માટે આ આયોજનને અનુસરો છો તો તમને અવશ્યપણે લાભ મળશે. તો તમે પણ એકવાર આ ઉપાય અજમાવો અને પછી જુઓ ચમત્કાર.