વજન ઘટાડવાથી લઇને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે જૈતુનનું તેલ, જાણો તમે પણ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય ખુબ જ આધુનિક બની ગયો છે અને તેના કારણે જ હાલનુ વાતાવરણ પણ પ્રદુષિત બનતુ જાય છે. હાલ, પ્રવર્તમાન સમયમા અનેકવિધ પ્રકારના ઝેરી અને જીવલેણ બેક્ટેરિયા હવામાનમા ઘૂમે છે અને તેના કારણે જ લોકો અનેકવિધ જીવલેણ બીમારીઓથી પીડાય છે અને સ્વાસ્થ્ય કથળે છે. માટે જો તમે આ બીમારીઓ સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો તમારે તમારા ભોજન અંગે ધ્યાન રાખવુ અત્યંત આવશ્યક છે અને પોષણયુક્ત ભોજનનુ સેવન કરવુ પણ અગત્યનું છે.

image source

ફિટનેસના શોખીનો ઘણીવાર અન્ય પ્રકારના કુકિંગ ઓઇલની સરખામણીમા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાની ભલામણ કરતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તેનાથી શરીરને કેવી રીતે લાભ થાય છે? એક જાણીતા ફિટનેસ કોચ યાસ્મીન કરાચીવાલાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. તેમણે લખ્યું હતું કે, “ઓલિવ ઓઇલ એક જાદુઈ અને બહુહેતુક ઘટક છે, જે ત્વચા અને વાળને પોષણ આપવા માટે ખુબ જ લાબ્ભ્દાયી સાબિત થાય છે. 

તેમણે સમજાવ્યુ કે, આ ઓઈલ ઓક્સિડેન્ટથી ભરપૂર છે. આ ઉપરાંત તેમા મોનોસેચ્યુરેટેડ ફેટ્સ પણ સમાવિષ્ટ હોય છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોનુ ‘વિશાળ જળાશય’ ધરાવે છે. આ ઉપરાંત તે વજનને ઘટાડવામા અને ત્વચા તથા વાળ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમણે ઓલિવ ઓઇલની કેટલીક જાતો પણ સમજાવી હતી. તેમના મતે ત્રણ પ્રકારના ઓલિવ ઓઇલ હોય છે.

એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ :

આ ઓઈલ ૧૦૦ ટકા શુદ્ધ હોય છે. તેનો સ્મોકિંગ પોઈન્ટ ખુબ જ નીચો હોય છે એટલે કે જો તેને ઓછી ગરમીમા રાંધવામાં આવે તો તે બળી જાય છે. તે સ્વાદ કે ગંધની કોઈપણ ખામી ધરાવતુ નથી. તેનો સ્વાદ અદ્ભુત હોય છે અને તે સલાડ માટે પણ ખુબ જ સારુ સાબિત થાય છે.

વર્જિન ઓલિવ ઓઇલ :

image source

વર્જિન શબ્દનો અર્થ થાય છે કે ઓલિવને દબાવીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે. તેના માટે બાહ્ય ગરમી કે રસાયણનો ઉપયોગ થતો નથી અને તેથી આ તેલ શુદ્ધ હોય છે. તેમા એસિડનુ પ્રમાણ પણ ખુબ જ ઓછુ હોય છે. યાસ્મીનના જણાવ્યા અનુસાર, આ તેલ તળવા અને રાંધવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

ઓલિવ ઓઇલ :

image source

તે રિફાઇન્ડ ઓલિવ ઓઇલના મિશ્રણમાંથી તૈયાર કરવામા આવે છે. તેને સુધારવા માટે ચારકોલ અને અન્ય રસાયણોનો ઉપયોગ થાય છે. તે ગ્લાયસેરાઇડના બંધારણમાં ફેરફાર કરતા નથી. આ પ્રકારનું તેલ નિયમિત ભોજન બનાવવા માટે ખુબ જ સારું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત