હેં… જો તમારું વજન વધારે ઘટી કે વધી જાય તો આ દેશમાં બનાવવો પડે છે પાસપોર્ટ, વધુ વિગતો જાણીને ચોંકી ઉઠશો તમે પણ

આપણા દેશમાંથી કોઈ અન્ય દેશમાં જવા પહેલા જે સૌથી મહત્વનો દસ્તાવેજ હોય તે છે પાસપોર્ટ. પાસપોર્ટ પર આંતરરાષ્ટ્રીય યાત્રા કરી રહેલા કોઈપણ નાગરિકની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત થાય છે. પરંતુ એ પણ ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ વિના કોઈપણ દેશમાં પ્રવેશ કરવો એ ગુનાહિત કૃત્ય છે અને તેના માટે જે તે દેશના કાયદા મુજબ સજાની લન જોગવાઈ હોય છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે એકમાત્ર બ્રિટનના મહારાણી જ એવા બ્રિટાલીયન નાગરિક છે જેને પાસપોર્ટની કોઈ જરૂર નથી. તેઓ પાસપોર્ટ વગર પણ દરેક દેશોનો પ્રવાસ કરી શકે છે. જો કે તેની પાસે અમુક ગુપ્ત દસ્તાવેજો હોય છે જે સ્વયં પાસપોર્ટ હોવા બરાબર છે. ત્યારે ચાલો જાણીએ પાસપોર્ટ વિશેની અમુક રોચક વિગતો.

image source

જો તમે એવું વિચારી રહ્યા હોય કે પાસપોર્ટનું ચલણ તો હમણાં છેલ્લા 100 વર્ષથી જ શરૂ થયું છે તો તમારી પાસે અધૂરી માહિતી છે. બીબીસીના એક અહેવાલ મુજબ ફારસના રાજા આર્થરજેક્જીસ પ્રથમે એક અધિકારીને એક પત્ર આપ્યો હતો જેના આધારે તે આખા જુડિયામાં કોઈની રોકટોક વિના યાત્રા કરી શકતો હતો. આનો ઉલ્લેખ નેહેમિયાહના પુસ્તકમાં મળે છે.

image source

પાસપોર્ટ પર ફોટા રાખવાનું ચલણ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શરૂ થયું હતું. તે પહેલાં પાસપોર્ટ પાસપોર્ટ ધારકનો ફોટો નહોતો રાખવામાં આવતો. તેના પાછળ એવું કારણ આપવામાં આવતું કે જર્મનીના એક જાસૂસે નકલી અમેરિકન પાસપોર્ટના આધારે બ્રિટનમાં પ્રવેશ કરી લીધો હતો.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે પહેલાના સમયમાં જે પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવતા તેના પર પોતાની પસંદગીનો ફોટો મુકવાની છૂટ હતી. એટલું જ નહીં પણ પાસપોર્ટ ધારકને પોતાના પાસપોર્ટમાં આખા ઘરનો ફેમિલી ફોટોગ્રાફ રાખવાની પણ છૂટ હતી.

image source

પોલીનેશિયાઇના દેશ ટોન્ગામાં એક સમય એવો પણ હતો જ્યારે ત્યાંના નાગરિક ન હોય તેવા લોકોને પાસપોર્ટ વેંચવામાં આવતો અને તેની કિંમત 20 હજાર ડોલર એટલે કે આજના સમય મુજબ 14 લાખ 94 હજાર હતી. અસલમાં ત્યાંના દિવંગત રાજા તૌફા આહાતુપુ ચતુર્થએ દેશની આવક વધારવા આ પ્રથા ચાલુ કરાવી હતી.

image source

અમેરિકામાં પણ એક નિયમ એવો છે કે જો તમારું વજન બહુ વધી ગયું હોય કે બહુ ઘટી ગયું હોય તો તમારે નવો પાસપોર્ટ બનાવવો પડે છે. એ સિવાય જો તમે તમારા ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય, ચેહરા પર ટેટૂ બનાવડાવ્યું હોય કે ચેહરા પરથી ટેટૂ હટાવ્યું હોય તો પણ તમારે નવો પાસપોર્ટ બનાવવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ