કમર અને પેટની ચરબીને ચપટીમાં કહેશે બાય બાય, જાણો આ ઘરેલુ ઉપચારો…

કમર અને પેટ ઉપરની જમા થયેલી ચરબી ઓગાળીને વજન ઘટાડવા માટેના જાદુઈ ઉપાય જાણી લો…

image source

આજની દોડધામવાળી લાઇફમાં લોકો પાસે પોતાની સંભાળ રાખવા માટેનો પૂરતો સમય નથી ફાળવી શકતાં. સવારે પોતાના દૈનિક કામ કરીને ઘરના તમામ કામકાજ આટોપીને ઓફિસ જવું, પછી પાછા ઘરે આવી જવું અને રસોઈ બનાવવા લાગવું. આખી પ્રક્રિયા લોકો માટે આ એક નિયમિત બની ગઈ છે. ટૂંક સમયમાં ઝડપથી ખોરાક બનાવવા માટે લોકો જંક ફૂડ ખાઈ લઈને આખો દિવસ બહાર કાઢી નાખે છે અને જીવનમાં આ પ્રકારનો ખોરાક વધારે પ્રમાણમાં જવાથી ધીમેધીમે તે આપણા શરીર માટે જોખમી સાબિત થતો જાય છે.

image source

ઉપરાંત, મેદસ્વીપણાનું સૌથી મોટું કારણ પણ આજ છે, કે તેમની કમર અને પેટ ઉપર ચરબીનું પ્રમાણ એટલું વધતું જાય છે કે તેમને પહેલાં જેવું સામાન્ય બનાવવું ખૂબ મુશ્કેલ પડતું હોય છે. શરીરમાં સ્થૂળતા વધવાથી અનેક રોગો થાય છે. જો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો આજે અમે તમને આ પ્રકારના મેદસ્વીપણાથી બચવા માટેના કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. જે અપનાવવાથી તમે તમારી જાત સાથે જાદુ થયો હોય એવું અનુભવશો…

તણાવ મુક્ત રહો

image source

સૌ પ્રથમ, તમે તમારી જાત સાથે એક વાયદો કરો. જીવનમાં ગમે તેટલું મુશ્કેલ સમય આવે, પરિસ્થિતિ વધુને વધુ કપરી કેમ ન બની જાય પરંતુ તણાવને તમારાથી વધુ નજીક નહીં આવવા દો. એ વાતમાં કોઈ શંકા નથી કે જો તમારા જીવનમાં માનસિક તણાવ વધતો રહેશે તો તે શરીર ઉપર અસર કરશે અને પરિણામે મેદસ્વીતામાં વધારો કરે છે, સાથે સાથે અનેક રોગોને આમંત્રણ આપે છે, તેથી તણાવને કહી દો, બાય બાય…

લીલાં શાકભાજીઓથી કરી લો દોસ્તી…

image source

મોટાભાગના લોકો વ્યસ્ત હોવાને કારણે સમયની અછતમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરીને રસોઈ બનાવવાને બદલે ઝડપી રાંધી શકાય તેવા શાકભાજી ખાઈ લેવાનું પસંદ કરે છે. વધુમાં તેઓ સ્વાદ માટે વધારે તેલ – મસાલાનો ઉપયોગ કરે છે, જ્યારે લીલા શાકભાજી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોવા ઉપરાંત તે પોષક તત્વોથી ભરપુર હોય છે. જે સ્થૂળતાના શત્રુ બનીને આપણા શરીરને સુડોળ રાખવામાં મદદરૂપ બને છે.

ખાંડને બોલો દૂર રહે તમારાથી…

image source

લોકો ખાંડ નાખેલી મીઠી વસ્તુઓ, વિવિધ મીઠાઈઓ, ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી મીઠી ચીજો ખાવા માટે પોતાનું સંયમ તોડી નાખે છે અને ખૂબ બધું ખાઈ જાય છે, પરંતુ લોકો આ મીઠી ચીજોને પચાવવા માટે જેટલી મહેનત કરવી જોઇએ તેનાથી અડધી મહેનત પણ કરતા નથી, જેથી અમુક માત્રામાં મીઠાઇઓની શર્કરા પચ્યા વિના સીધી લોહીમાં ભળી જાય છે. જે આગળ જતાં ડાયાબિટીસનું કારણ બને છે, અને શરીરમાં ચરબીના રૂપમાં વધારાની કેલરી સંગ્રહિત થાય છે જે મોટાભાગે સ્થૂળતાનું પણ કારણ બને છે. મેદસ્વીતાને દૂર રાખવા અને સ્વસ્થ રહેવા જેમ બને તેમ ઓછું સ્વીટ ખાવાનું રાખો.

દરરોજ ગ્રીન ટી પીવો…

image source

ગ્રીન ટી થોડી સ્વાદે કડવી કે તૂરા સ્વાદની હોય છે, પરંતુ તે ઉત્તમ ગુણધર્મોથી સમૃદ્ધ છે, ગ્રીન ટીમાં એવા તત્વો છે જે શરીરની અંદરના તમામ ઝેરને બહાર કાઢી લઈ શકે છે, ગ્રીન ટીમાંથી મળતા કેટેચીન નામનું સંયોજન ચયાપચયને મજબૂત બનાવીને પાચન ક્રિયાને સરળ રાખવાનું કામ કરે છે. નિષ્ણાતો માને છે કે ગ્રીન ટી કોઈપણ ચરબી ઘટાડનારા ઘટક કરતા ૧૬ ગણું વધારે કામ કરે છે.

વધુ પાણી પીવો

image source

મેદસ્વીપણાને ઘટાડવા માટે પાણીને સૌથી ઉપયોગી માનવામાં આવે છે, વધુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો ચોક્કસ બહાર આવે છે અને જે તમને અનેક રોગોથી પણ બચાવે છે, જે સ્થૂળતાને દૂર કરે છે. સામાન્ય વ્યક્તિએ દિવસમાં ૧૨થી ૧૫ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી પરસેવો વળવાની તકલીફ દૂર થાય છે અને શરીરમાંથી પરસેવાની દૂર્ગંધ અને પેસાબની બળતરાની તકલીફ પણ ઓછી થાય છે. જેને કારણે થાક અને કંટાળો ઘટે છે અને તાજગી અનુભવાય છે. શરીર સ્ફ્રૂર્તિલું રહેશે તો વજન પણ નિયંત્રિત રહેશે.

હંમેશા ખુશ રહો

image source

સુખી જીવન માટે હસવું મહત્વપૂર્ણ છે, જો તમે તમારા સ્વભાવમાં હાસ્યનો સમાવેશ કરો છો, તો તેના કારણે શરીરમાં હેપી હોર્મોન્સ રીલિઝ થાય છે જે મેદસ્વીપણાને દૂર કરે છે. દિવસ દરમિયાન તમે જેટલું કરી શકો એટલું હસો. આનંદિત રહેવાથી પણ શરીરને એક ખાસ પ્રકારની ઊર્જા મળે છે જેના કારણે તમને કામ કરવાનો થાક નહીં લાગે અને બેઠાડુ જીવનમાંથી મુક્તિ મળશે.

નાસ્તામાં દલિયા ખાવાનું શરૂ કરો

image source

સવારના નાસ્તામાં કે પછી સાંજે ચા પીને કંઈ ખાવાની ઇચ્છા થાય ત્યારે ઓટમીલમાંથી બનેલ નાસ્તો કરવો જોઈએ. દલિયા એ એક એવો આહાર છે જેમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર મળે છે. જે પેટ અને પાચન માટે અમૃત તરીકે કામ કરે છે, જે મેદસ્વીતાને ઝડપથી ઘટાડે છે, તેથી હવે તમારા નાસ્તામાં ઓટના લોટનો સમાવેશ જરૂર કરો. એવું લોકો માનતા હોય છે કે દલિયા કે ઓટમીલ સ્વાદિષ્ટ નથી હોતા પરંતુ એવું નથી હોતું. તેને તમે ઉપમા કે બટાકા પૈવાની જેમ વઘારીને પણ વાપરી શકો છો. લાપસીની જેમ મીષ્ઠાન બનાવીને પણ ખાઈ શકો છો.

પપૈયું ખાવાની આદત રાખો

image source

તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા રોગોની એક માત્ર દવા પપૈયાનું સેવન કરાથી જ રાહત મળી જતી હોય છે. પેટ અને કમરની ચરબી ઘટાડવા માટે પપૈયા સૌથી અસરકારક ફળ છે, તે પાચન તંત્રને સરળ બનાવીને યકૃતને સ્વસ્થ રાખે છે, તેથી તમારા આહારમાં પપૈયાનો સમાવેશ નિયમિત રીતે કરો. પપૈયાને કાચું પણ ખાઈ શકાય છે. તેની વિવિધ વાનગી બનાવી શકાય છે. પાકું પપૈયું ચીરી કરીને ભોજનમાં લઈ શકાય. જેમને શુગરની તકલીફ ન હોય તેઓ ખાંડ કે મધ નાખીને પણ ઉપયોગ કરી શકે છે. જેમને ગેસ કે કબજિયાત હોય એમણે પાકું પપૈયું જરૂર ખાવું જોઈએ.

ભોજન બરાબર ચાવીને ખાવું જોઈએ

image source

તમે કહેશો કે આ તો નાના બાળકને આપવાની સલાહ છે. મોટાં લોકો તો તેમનો ખોરાક ચાવીને જ ખાતા હોય ને! ના, એવું નથી પણ હોતું. લોકો પોતાના કામકાજની ઉતાવળમાં તેમનો ખોરાક બરાબર ચાવતાં નથી પરિણામે અપચો અને ગેસની તકલીફ થતી હોય છે. ચાવેલા ખોરાક મોંમાંથી ઉત્સેચકો મુક્ત કરે છે જે ખોરાકને સરળતાથી પચે છે, અને જ્યારે ખોરાક યોગ્ય રીતે પચાય છે, ત્યારે પેટની ચરબી ઓછી થાય છે.

સૂવાના ૪ કલાક પહેલાં ડિનર કરો

image source

રાત્રિભોજનનો સમય મોડી રાત સુધી ન રાખવો જોઈએ. તમારા સ્વાસ્થ માટે આ બાબત ખૂબ જ મહત્વની રહે છે જ્યારે રાત્રિભોજન કર્યા પછી ઓછામાં ઓછા ૪ કલાકનું અંતર રાખવું જોઈએ. આ સમય દરમિયાન તમે થોડું વોકિંગ પણ કરી શકો છો, જે સ્થૂળતા ઘટાડવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ