વેલેન્ટાઇન ડે તમારી રાશિ માટે સારો રહેશે કે ખરાબ જાણી લો એક ક્લિકે

વેલેન્ટાઈન ડે પર કઈ રાશિના જાતકો પર છવાશે પ્રેમ તો કોની થશે તકરાર જાણો અહીં

image source

વસંત ઋતુનો આરંભ થઈ ચુક્યો છે અને તેમાં પણ વેલેન્ટાઈન વીક શરુ થઈ ચુક્યું છે. વેલેન્ટાઈન ડેની ઉજવણી ખાસ રીતે કરવા દરેક યુગલએ તૈયારી કરી લીધી હશે. આ દિવસ એવો હોય છે જે દરેક કપલના જીવનમાં પ્રેમ ભરી દે છે. આ દિવસની અસર લવ લાઈફ પર પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે આ વર્ષે વેલેન્ટાઈન ડે પર બાર રાશિઓના જાતકો પર કેવી અસર કરશે.

image source

કઈ રાશિના જાતકોનો વેલેન્ટાઇન ડે પ્રેમથી છલકાશે તો કઈ રાશિના જાતકોની થશે અન્ય સાથે તકરાર.

મેષ

પ્રેમ સંબંધમાં તમારે ધૈર્ય અને સહનશીલતા સાથે પરિસ્થિતિઓમાં ઉકેલો શોધવાની જરૂર છે. કેટલીકવાર એવું થાય કે તમે વિચારો કંઈક અને થશે કંઈક બીજું જ. ભાગ્યના આ ઉતાર-ચઢાવ સાથે વેલેન્ટાઈન ડે તમારા માટે એક સુખદ અનુભવ રહેશે. તમને વડીલો તરફથી આશીર્વાદ અને સહાય પણ મળશે.

વૃષભ

આ દિવસ સાથી સાથે ફરવા અને શોપિંગ કરવાનું પ્લાન કરવા માટે ઉત્તમ છે. પોતાની લવ લાઈફમાં જેટલું ધ્યાન આપશો તેટલા વધારે સફળ અને સુખી થશો. સંયમ સાથે આગળ વધશો તો જીવનમાં શાંતિ મળશે.

મિથુન

પ્રેમ-સંબંધોની વાતમાં લાભ થશે. પ્રિયજન સાથે વાતચીત મધુર રહેશે. શુભ સમાચાર મળશે. પાર્ટનરને શોપિંગ કરાવી શકો છો. સંબંધો મજબૂત થશે. નકારાત્મક વિચારથી દૂર રહો.

કર્ક

પ્રેમ સંબંધોમાં વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવો. પ્રેમનો સુખદ અનુભવ થશે. પરંતુ સ્થિતિ સામાન્ય જ રહેશે. મહિલા પાત્ર આગળ આવી સમસ્યાનું સમાધાન લાવશે ત્યારબાદ શાંતિ જણાશે.

સિંહ

લવ લાઈફમાં સતત પ્રયત્નશીલ રહેવું પડશે. તમારા માટે સ્થિતિ ધીરજના ફળ મીઠા જેવી રહેશે. જો કે પાર્ટનર સાથે પ્રેમભર્યો સમય પસાર કરી શકશો. ધાર્મિક કાર્યમાં સામેલ થશો.

કન્યા

પ્રેમ સંબંધ રોમાંટિક રહેશે. સપ્તાહના આ દિવસો શુભ અને સુખદ રહેશે. પાર્ટનર સાથે વૈચારિક મતભેદ ન થાય તેનું ધ્યાન રાખો. ટકરાવથી બચી જશો તો વેલેન્ટાઈન ડે સારો જશે.

તુલા

પ્રેમ સંબંધ માટે સારો સમય, તમે તમારા વ્યક્તિત્વથી અન્યને આકર્ષિ શકો છો. સપ્તાહના દરેક દિવસો વેલેન્ટાઈન ડે જેવા જ સુખદ જણાશે.

વૃશ્ચિક

પ્રેમ સંબંધ માટે અનુકૂળ સમય છે. સાથી સાથે હરવા ફરવાનું નક્કી કરી શકો છો. પ્રેમ સંબંધમાં સુખી અને ખુશીથી સમય પસાર થશે.

ધન

ઉતાવળમાં નિર્ણય ન કરવો. ધીરજ અને પ્રેમથી કામ લેવું. જેટલો સંયમ રાખશો તેટલું સારું લવ લાઈફ માટે રહેશે.

મકર

પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ. વેલેન્ટાઈન ડે પર સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી શકે છે. પાર્ટનર માટે પણ ઉપહાર કે સરપ્રાઈઝનું વિચારશો તો દિવસની ઉજવણીમાં સોનામાં સુગંધ જેવી સ્થિતિ સર્જાશે.

કુંભ

સમય અનુકૂળ છે. પોતાના સંબંધોને લઈ વધારે પડતા પઝેસિવ થશો તો સમસ્યા સર્જાશે. અન્યથા વેલેન્ટાઈન ડે સારો રહેશે.

મીન

થોડા સાવચેત રહી દિવસ પસાર કરવો. વેલેન્ટાઈન ડે નજીક આવતાં આવતા પ્રેમીજન તરફથી શુભ સમાચાર મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ