સાપ્તાહિક રાશિફળ : જાણો કેવું રહેશે ડિસેમ્બરનું આ સપ્તાહ 12 રાશિઓ માટે…

9થી 15 ડિસેમ્બરનું સાપ્તાહિક રાશિફળ, ગુરુ રહેશે અસ્ત પરંતુ 5 રાશિના લોકો રહેશે મસ્ત

આજથી શરુ થયેલા નવા સપ્તાહમાં ગુરુની સ્થિતિમાં ફેરફાર થવાના છે.

ગુરુ સપ્તાહના અંતમાં અસ્ત થઈ જશે અને મધ્ય ભાગથી જ તેના અસ્તનો પ્રારંભ થવાથી ચંદ્ર અને રાહુનો સંયોગ ગ્રહણ પણ સર્જાશે.

આ ફેરફારના કારણે આ સપ્તાહ બાર રાશિઓ માટે કેવું સાબિત થશે તે પણ જાણી લઈએ આજે.

મેષ રાશિ

image source

સપ્તાહની શરૂઆત ધન લાભની તક લાવશે. કર્મ કરતા જાઓ ભાગ્ય તમારા પર મહેરબાન છે. સપ્તાહના મધ્યમાં કાર્ય સિદ્ધિના યોગ જોવા મળી રહ્યા છે. પરાક્રમમાં વૃદ્ધિના પ્રબળ સંયોગ છે.

સપ્તાહના અંતિમ ત્રણ દિવસોમાં અનાવશ્યક વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ વ્યક્તિ તમારા પર કારણ વિના ક્રોધિત થઈ શકે છે પરંતુ અંતિમ 2 દિવસોમાં સંયમથી કામ લેવું.

વૃષભ રાશિ

image source

સપ્તાહનો સમય મંગળમયી રહેશે. ગ્રહ ગોચર સપ્તાહના આરંભમાં તમને યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા મળશે. આત્મવિશ્વાસ વધશે. ધન લાભ મળશે અને મિત્રોનો સહયોગ પણ પ્રાપ્ત થશે. પરાક્રમના બળ પર કરેલું કાર્ય તમને સફળતા આપશે.

મિથુન રાશિ

image source

સપ્તાહની શરૂઆતમાં તમે કોઈ વાતને લઈ ચિંતા અનુભવશો. શરૂઆતના દિવસોમાં ખર્ચ પણ વધારે થશે. શત્રુ પ્રબળ રહેશે તેથી મહત્વપૂર્ણ કાર્ય હોય તો તેને સપ્તાહની શરૂઆતમાં બે દિવસ બાદ કરવાથી લાભ થશે.

યોજનાઓ ફળીભૂત થશે. સપ્તાહના મધ્યમાં દરેક કાર્ય સફળ થશે. અંતમાં ધન આગમનના યોગ સર્જાયા છે.

કર્ક રાશિ

image source

લાભ તમારી રાહ જોઈ રહ્યો છે. જૂની યોજનાઓ સપ્તાહના આરંભમાં શુભ ફળ આપશે. સપ્તાહના મધ્યમાં ખર્ચ વધશે, અન્ય કાર્યોમાં અનાવશ્યક હસ્તક્ષેપ ન કરો અન્યથા હાનિ થઈ શકે છે. સપ્તાહનો અંત સુખદ રહેશે. માન,સમ્માનમાં વૃદ્ધિના યોગ છે.

સિંહ રાશિ

image source

સપ્તાહની શરૂઆત અનુકૂળતા સાથે થશે. મનમાં જે ભય હોય તે ઘટી જશે. સહયોગીઓ દ્વારા સહાનુભૂતિ મળશે. આત્મવિશ્વાસ વધશે. સપ્તાહના મધ્યમાં કાર્યમાં વ્યસ્તતા રહે, કોઈ શુભ સમાચાર મળશે જેનાથી મન પ્રસન્ન થશે.

સપ્તાહના અંતિમ દિવસોમાં થોડા સાવધાન રહો. વાદ,વિવાદમાં ન પડો અને વાહન ચલાવવામાં સાવધાની રાખો. બીનજરૂરી ખર્ચ થાય.

કન્યા રાશિ

image source

સપ્તાહ દરમિયાન શુભ ઘટનાઓ સર્જાશે. સપ્તાહના આરંભથી જ ગ્રહ ગોચર તમને અનુકૂળ રહેશે. માતા લક્ષ્મીનો સાથ મળશે. ભાગ્યનો સહયોગ મળશે. વિચારેલા દરેક કામ સફળ થશે.

મિત્રોનો સહયોગ મળશે, નવા કાર્ય કરવાથી લાભ થશે. લાભનું પ્રમાણ અન્ય દિવસોની સરખામણીમાં વધારે હશે જેથી મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ

image source

સપ્તાહના આરંભથી સાવધાની રાખવી. પડવા, વાગવાથી શારીરિક તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. મધ્ય ભાગથી ભાગ્ય સાથ દેશે. જેટલી મહેનત કરશો તેટલો લાભ મળશે જેનાથી ઉત્સાહ સપ્તાહ દરમિયાન ચમરસીમાએ રહેશે. સપ્તાહના અંતમાં તમને ઉપહાર, શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

image source

જીવનસાથીનો સહયોગ મળશે. લાભ થવાની સાથે નવી તકો પણ સર્જાશે. સપ્તાહના મધ્યમાં કોઈ વાતની ચિંતા સતાવી શકે છે. પરંતુ સાવધાની રાખવાથી બાધાથી બચી શકો છો. સપ્તાહનો અંત સુખદ હશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. શત્રુ પક્ષ નિર્બળ થશે.

ધન રાશિ

image source

સપ્તાહના પહેલા 3 દિવસ શ્રેષ્ઠ સાબિત થશે. સફળતા અને લાભ આ દિવસોમાં પ્રાપ્ત થશે. સપ્તાહના મધ્યમાં સ્થિતિ સામાન્ય રહેશે. અંતિમ દિવસોમાં કોઈ વ્યક્તિ તમારા મનને દુખી કરે તેવું બની શકે. આર્થિક અને પારિવારિક બાબતો માટે સમય સામાન્ય રહેશે.

મકર રાશિ

image source

સપ્તાહમાં મહત્વપૂર્ણ કાર્ય થશે. સપ્તાહના આરંભમાં આનંદ, પ્રમોદમાં વ્યસ્ત રહેશો. ઉત્સવ અને સમારોહ થશે જેથી મન પ્રસન્ન રહેશે. સપ્તાહના મધ્યમાં કાર્યોમાં વ્યસ્તતા રહેશે. સપ્તાહના અંતમાં મહત્વપૂર્ણ યાત્રાના અવસર પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત સર્જાશે.

કુંભ રાશિ

image source

સપ્તાહ મિશ્રિત ફળ આપશે. લાભ થશે અને નુકસાનના પણ યોગ છે. શત્રુઓ ષડયંત્રો કરશે પરંતુ સફળ થશે નહીં. ધન લાભ થશે. દુર્ઘટનાનો ભય સતાવશે. જરૂરી ન હોય તો યાત્રા ટાળવી. કોઈ પર નિર્ભર રહેશો તો હાનિ થશે.

મીન રાશિ

image source

સપ્તાહ ઉતાર, ચઢાવવાળું રહેશે. કઠીન સમયમાં સમજદારીથી કામ લેવું. માન,સમ્માનનું ધ્યાન રાખી કામ કરવું.. શત્રુ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી શકે છે. કાર્યમાં બેદરકારી રાખવી નહીં. પારિવારિક જીવનમાં સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ